બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Why the talk of Sanatan and power in social convention Why are leaders cultivating votes

ચેતજો / યુવાનો માટે ખતરાની વોર્નિંગ! આ કારણે જીવલેણ બીમારી લઈ રહી છે ભરડો, રિસર્ચમાં મોટો ધડાકો

Dinesh

Last Updated: 10:33 PM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

health research: હેલ્થ નિષ્ણાતોના મતે આપણું મગજ, કરોડરજ્જુ અને ચેતા મળીને એક સિસ્ટમ બનાવે છે. જે શરીરની તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે.

આજકાલ મોટી સંખ્યામાં યુવાનો ન્યુરોલોજીકલ સમસ્યાથી પીડિત છે. જે દુનિયા માટે સૌથી મોટી ચિંતા બની રહી છે. તે માત્ર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર નથી કરતું પરંતુ જીવનની ગુણવત્તાને પણ ખરાબ રીતે અસર કરી શકે છે. આ અંગે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ધ લેન્સેટ ન્યુરોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસમાં જણાવાયું છે કે, વર્ષ 2021માં વિશ્વભરમાં 3.4 અબજ અથવા 340 કરોડથી વધુ લોકો વિવિધ પ્રકારની ન્યુરોલોજીકલ સમસ્યાઓ સાથે જીવી રહ્યા છે. વિગતે જાણીએ

શરીરની તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે
હેલ્થ નિષ્ણાતોના મતે આપણું મગજ, કરોડરજ્જુ અને ચેતા મળીને એક સિસ્ટમ બનાવે છે. જે શરીરની તમામ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે. જ્યારે સિસ્ટમનો કોઈપણ ભાગ સંવેદનશીલ હોય અથવા કોઈપણ રોગથી પ્રભાવિત હોય, ત્યારે ઘણા જોખમો જોવા મળે છે. ન્યુરોલોજીકલ સમસ્યાઓ ચાલવા, બોલવામાં, ખાવામાં, ગળવામાં, શ્વાસ લેવામાં અને નવી વસ્તુઓ શીખવામાં સમસ્યા ઊભી કરી શકે છે. જેના કારણે યાદશક્તિ નબળી પડી જાય છે અને માનસિક સમસ્યાઓ વધી શકે છે. ન્યુરોલોજીકલ ડિસઓર્ડરમાં કેટલીક પરિસ્થિતિઓ ખૂબ ગંભીર માનવામાં આવે છે. ક્યારેક આ જીવલેણ પણ બની શકે છે.

અપંગતા અને અકાળ મૃત્યુના કેસમાં વધારો થયો
લેન્સેટમાં પ્રકાશિત અહેવાલ અનુસાર વૈશ્વિક વસ્તીમાં વધારા સાથે પ્રદૂષણ, ચયાપચય અને જીવનશૈલીના જોખમોના સંપર્કમાં આવવાથી આવી સમસ્યાઓનું જોખમ વધી રહ્યું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં છેલ્લા 31 વર્ષોમાં ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓને કારણે અપંગતા અને અકાળ મૃત્યુના કેસમાં વધારો થયો છે. જે ડિસેબિલિટી એડજસ્ટેડ લાઇફ ઇયર્સ (DALYs) તરીકે ઓળખાય છે. 18% નો વધારો થયો છે.

વાંચવા જેવું: સિકલ સેલ બીમારીની બની ગઈ દવા, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું એલાન

10 ન્યુરોલોજીકલ સમસ્યાઓ
આ અભ્યાસ મુજબ વર્ષ 2021માં 10 સંભવિત ન્યુરોલોજિકલ સમસ્યાઓમાં સ્ટ્રોક, નવજાત એન્સેફાલોપથી એટલે કે મગજની ઈજા, માઈગ્રેન, અલ્ઝાઈમર-ડિમેન્શિયા, ડાયાબિટીક ન્યુરોપથી, મેનિન્જાઈટિસ, એપિલેપ્સી, બાળકોમાં અકાળ જન્મને કારણે મૃત્યુનો સમાવેશ થાય છે. આમાં ન્યુરોલોજીકલ મુશ્કેલીઓનો સમાવેશ થાય છે. ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર અને નર્વસ સિસ્ટમના કેન્સર.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ