બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / અજબ ગજબ / why is it called 420 when someone cheats very interesting reason

જાણવા જેવું / કોઇ પણ ફ્રોડ કરનારને આખરે કેમ કહેવાય છે '420'?, નથી ખબરને તો પહેલાં આ જાણી લો દિલચસ્પ કહાની

Dhruv

Last Updated: 10:47 AM, 6 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે ઘણા લોકોના મોઢેથી એવું સાંભળ્યું હશે કે 'બડે 420 હો યાર', 'વો તો 420 નીકલા'. જ્યારે કોઈ વ્યક્તિ અપ્રમાણિકતા દાખવે અથવા તો કોઇની સાથે છેતરપિંડી કરે ત્યારે મોટા ભાગે લોકો તેને 420 કહીને બોલાવતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે તેની પાછળની સાચી વાસ્તવિકતા નહીં ને તો જાણી લો અહીં....

  • કેમ કોઇ પણ ઠગ કે ફ્રોડને કેમ કહેવાય છે '420'?
  • પોલીસ દ્વારા તેની વિરૂદ્ધ કલમ ​​420 લાગુ કરવામાં આવે છે
  • આવી વ્યક્તિને થઇ શકે છે 7 વર્ષ સુધીની સજા

તમને જણાવી દઈએ કે, તેનું કારણ ભારતીય દંડ સંહિતાની કલમ 420 છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ કોઇની સાથે છેતરપિંડી કરે અથવા તો તે પોતાની પ્રમાણિકતા બરાબર ના દાખવે તો પોલીસ દ્વારા તેની પર કલમ ​​420 લાગુ કરવામાં આવે છે. આથી જ સામાન્ય બોલચાલમાં પણ લોકોએ આ નંબરને ઠગ અને બેઇમાની સાથે જોડી દીધો છે.

જો આપણે કલમ 420 ના કાયદાકીય પાસા જોઈએ તો એવું કહેવામાં આવ્યું છે કે, - 'કોઈ પણ વ્યક્તિ કે જે અન્ય વ્યક્તિ સાથે છેતરપિંડી કરે છે, છળકપટ કરે છે, બેઇમાનીથી કોઇ અન્ય વ્યક્તિની બહુમૂલ્ય વસ્તુ અથવા તો સંપત્તિમાં ફેરફાર કરી નાખે છે અથવા તો તેને નષ્ટ કરી દે છે અથવા તો આ કામમાં કોઇ અન્ય વ્યક્તિને સહારો કરે છે તો તેની વિરૂદ્ધ 420ની કલમ લગાવવામાં આવે છે.

આ સાથે કોઇ વ્યક્તિ સ્વાર્થ માટે અન્ય વ્યક્તિ સાથે બનાવટીનો રોલ ભજવી, બનાવટી સહીઓ કરીને તેમજ નાણાંકીય અથવા તો માનસિક દબાણ હેઠળ કોઇ અન્ય વ્યક્તિની સંપત્તિને પોતાના નામે કરે છે તો તેની વિરૂદ્ધ પણ કલમ 420 લગાવવામાં આવે છે.

7 વર્ષ સુધીની સજા થઈ શકે છે

આવાં કેસોની સુનાવણી પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટની કોર્ટમાં થાય છે. જેમાં ગુનેગારને વધુમાં વધુ 7 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જેમાં સજાની સાથે દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.

પોલીસ સ્ટેશનમાંથી જામીન મેળવવા બની જાય છે મુશ્કેલ

આ ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝેબલ ગુનાની શ્રેણીમાં આવે છે. એટલે કે પોલીસ સ્ટેશનમાંથી આવાં ગુનેગારને જામીન મળતા નથી. આવાં કિસ્સાઓમાં જજ જ કોર્ટમાં મહત્વનો ચુકાદો સંભળાવી શકે. આવાં કિસ્સાઓમાં કોર્ટની પરવાનગીથી જ બંને પક્ષો વચ્ચે સમાધાન પણ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ