બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Why are the prices of dal, flour and onion skyrocketing? These are the responsible reasons, why hoarding business flourished?

મહામંથન / દાળ,લોટ અને ડુંગળીના ભાવ આસમાને કેમ? આ રહ્યા જવાબદાર કારણો, સંગ્રહખોરીનો કારોબાર કેમ ફૂલ્યોફાલ્યો?

Vishal Khamar

Last Updated: 09:22 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાનાં ભાવ આસમાને પહોચ્યા બાદ ગરીબોની કસ્તૂરી ગણાતી એવી ડુંગળીનો ભાવ આસમાને પહોંચ્યો છે. તો બીજી તરફ ચણા તેમજ તુવેરનાં ભાવમાં પણ વધારો નોંધાતા મધ્યમવર્ગની થાળીમાંથી દાળ ગાયબ થઈ ગઈ છે.

સામાન્ય વ્યક્તિને જીવન નિર્વાહ કરવા માટે અનાજ-કઠોળ અને શાકભાજી પુરતું છે. પણ હાલ તો સામાન્ય પરિવાર માટે આ ત્રણ જરૂરિયાતો પણ પૂર્ણ કરવી શક્ય નથી.. ગરીબોની કસ્તૂરી ગણાતી એવી ડુંગળી પણ આસમાનને આંબી રહી છે.. તો શાકમાં ખટાસ ભરતા ટામેટાના ભાવ પણ સામાન્ય વ્યક્તિને પોસાય તેમ નથી. તો ચણા અને તૂવેરના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. હળીમળીને વાત ભાવ વધારા પર જ આવે છે. પણ આ ભાવ વધારો થવાનું મૂળ કારણ ક્યાંય ચર્ચાતું નથી.

  • દેશભરમાં ટામેટા બાદ ડુંગળીના ભાવમાં સતત વધારો
  • ડુંગળીના ભાવ 40થી 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા
  • ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારે નિકાસ પર 40% ડ્યુટી લગાવવી પડી
  • ડુંગળી પહેલા ટામેટાના ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચ્યા હતા

ભાવ વધવા પાછળ જો મુખ્ય પરિબળ જવાબદાર હોય તો તે સંગ્રહખોરી છે.. આપણે ત્યાં સિઝનમાં વેપારીઓ અનાજ-કઠોળ અને ડુંગળી જેવી ખાદ્ય ચીજો સસ્તા ભાવે ખરીદી લે છે.. જે ચીજવસ્તુઓ માર્કેટમાં ફરવી જોઈએ એના બદલે તેનો સંગ્રહ કરવામાં આવે છે. અને માર્કેટમાં માગ વધે, ભાવ વધે ત્યારે બમણો નફો મેળવીને વેપારીઓ સ્ટોક ખાલી કરે છે.. ત્યારે અહીં સવાલ એ છે કે આ સંગ્રહખોરીના કારણે જ ખાદ્યાન્ન ચીજોના ભાવ આસમાને પહોંચી રહ્યા છે? સંગ્રહખોરોને અંકુશમાં લાવવા નીતિ બનાવવાની જરૂર છે? સંગ્રહખોરીના કારણે જનતા-ખેડૂતોને શું નુકસાન થાય છે. ખરેખર નીતિ બની છે તો સંગ્રહખોરોને દંડશે કોણ?

  • ઘઉં અને ડાંગરના ભાવમાં 8થી 11 ટકાનો વધારો
  • જુવાર અને બાજરીના ભાવમાં 27થી 31 ટકાનો ભાવ વધારો
  • 50 વર્ષમાં ખાધાન્નનું ઉત્પાદન વધ્યું છતાં કિમતો ઘણી ઝડપથી વધી

દેશભરમાં ટામેટા બાદ ડુંગળીના ભાવમાં સતત વધારો થાય છે.  ડુંગળીના ભાવ 40થી 60 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યા. ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા કેન્દ્ર સરકારે નિકાસ પર 40% ડ્યુટી લગાવવી પડી. ડુંગળી પહેલા ટામેટાના ભાવ પણ 100 રૂપિયાને પાર પહોંચ્યા હતા. ઘઉં અને ડાંગરના ભાવમાં 8થી 11 ટકાનો વધારો છે.  જુવાર અને બાજરીના ભાવમાં 27થી 31 ટકાનો ભાવ વધારો. તેમજ 50 વર્ષમાં ખાધાન્નનું ઉત્પાદન વધ્યું છતાં કિમતો ઘણી ઝડપથી વધી છે.

  • ડુંગળી-બટાકા હોય કે પછી અનાજ વેપારીઓ ઈચ્છે એ પ્રમાણે ભાવ વધે છે
  • વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે અનાજ, ડુંગળી-બટાકા ખરીદે છે
  • સિઝન સમયે સસ્તામાં ખરીદેલો જથ્થો વેપારીઓ સંગ્રહ કરી રાખે છે
  • માર્કટમાં વસ્તુની માંગ વધતા અનાજ-કઠોરના ભાવ વધવા લાગે છે

સંગ્રહખોરો વધારે છે મોંઘવારી?
ડુંગળી-બટાકા હોય કે પછી અનાજ વેપારીઓ ઈચ્છે એ પ્રમાણે ભાવ વધે છે.  વેપારીઓ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે અનાજ, ડુંગળી-બટાકા ખરીદે છે. સિઝન સમયે સસ્તામાં ખરીદેલો જથ્થો વેપારીઓ સંગ્રહ કરી રાખે છે. માર્કટમાં વસ્તુની માંગ વધતા અનાજ-કઠોરના ભાવ વધવા લાગે છે. સંગ્રહખોરો એક સપાટી સુધી ભાવ વધવા દે છે ત્યાં સુધી સ્ટોક રિલીઝ કરતા નથી. વેપારીઓ પોતાનો નફો ધ્યાનમાં રાખીને સ્ટોક રિલીઝ કરે છે.  ભાવ ઊંચા પહોંચ્યા બાદ વેપારી મોટો નફો લેવા સ્ટોક રિલીઝ કરે છે. 

  • સંગ્રહખોરો એક સપાટી સુધી ભાવ વધવા દે છે ત્યાં સુધી સ્ટોક રિલીઝ નથી કરતા
  • વેપારીઓ પોતાનો નફો ધ્યાનમાં રાખીને સ્ટોક રિલીઝ કરે છે
  • ભાવ ઊંચા પહોંચ્યા બાદ વેપારી મોટો નફો લેવા સ્ટોક રિલીઝ કરે છે

ચણાનો લોટ 'ભાવ' કેમ ખાય છે?
ટામેટા અને ડુંગળીના ભાવ બાદ ચણાનો લોટ મોંઘો થયો છે.  કાબુલી ચણાના ભાવમાં 30 રૂપિયાનો વધારો તો  ચણાનો ભાવ પ્રતિ કિલો 150 રૂપિયાએ પહોંચ્યો. તેમજ ચણાના લોટમાં પણ છેલ્લા 3 દિવસમાં 14 રૂપિયાનો વધારો. ચણાનો લોટ 66થી વધીને 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે.  મોટાભાગના ફરસાણમાં ચણાના લોટનો ઉપયોગ થાય છે. 

  • હાલ માર્કેટમાં ડુંગળીના ભાવ બેકાબૂ થઈ રહ્યા છે
  • પ્રતિ કિલો ડુંગળીનો ભાવ 60થી 70 રૂપિયાએ પહોંચી ગયો છે
  • સરકારે પણ ડુંગળીની નિકાસ પર બ્રેક લગાવવા 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવવી પડી
  • ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા સરકારે પણ બફર સ્ટોકમાંથી ડુંગળી વેચવાનું શરૂ કર્યું

ગરીબોની કસ્તુરી મોંઘી કેમ?
હાલ માર્કેટમાં ડુંગળીના ભાવ બેકાબૂ થઈ રહ્યા છે. પ્રતિ કિલો ડુંગળીનો ભાવ 60થી 70 રૂપિયાએ પહોંચી ગયો છે. સરકારે પણ ડુંગળીની નિકાસ પર બ્રેક લગાવવા 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવવી પડી છે.  ડુંગળીના ભાવને અંકુશમાં રાખવા સરકારે પણ બફર સ્ટોકમાંથી ડુંગળી વેચવાનું શરૂ કર્યું.  સંગ્રહખોરો ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ડુંગળી ખરીદી સ્ટોક કરી લે છે. સ્ટોક કર્યા બાદ માર્કેટમાં ડુંગળીની માગ વધવાની વેપારીઓ રાહ જુએ છે. માંગ વધવાથી ભાવ ઉચકાય છે અને બાદમાં સંગ્રહખોરો સ્ટોક ખાલી કરે છે. માર્ચ-એપ્રિલમાં પાકેલી ડુંગળીનો ઓક્ટોબર-નવેમ્બર સુધી સંગ્રહ થાય છે.  માર્કેટમાં ડુંગળી ધીમે ધીમે આવતા 15થી 20 ટકા સંગ્રહ વાતાવરણના કારણે બગડે છે. ઉત્પાદન ઓછું થવાથી પણ ભાવ અચાનક ઉચકાય છે. સંગ્રહખોરો પર કોઈ અંકુશ ન હોવાથી ભાવ આસમાને પહોંચે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ