બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / સુરત / Whose Patidars? Alpesh Kathiria to stop BJP's hat-trick at Maidan

ગુજ"રાજ" / પાટીદારો કોના? ભાજપની હેટ્રીક રોકવા અલ્પેશ કથીરિયા મેદાનમાં, અનામત આંદોલનના એપીસેન્ટરમાં જાણો શું છે સમીકરણ

Priyakant

Last Updated: 03:11 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટીદારોનુ વર્ચસ્વ ધરાવતી આ ઐતિહાસિક સીટ પર  ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે બરાબરીનો જંગ

  • આપ ઉમેદવાર અલ્પેશ કથિરિયાની હાજરીથી સીટ વધુ 'હોટ' બની
  • કોંગ્રેસને 2017માં ભુલ ભારે પડી હતી, જે સુધારાઇ
  • ભાજપ સાથે રહેશે પાટીદાર સમાજ કે 'દગો' કરશે

ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ 2022ને લઇને રોજે રોજ પક્ષો ઉમેદવારોના નામ જારી કરે છે. સુરતની 16 વિધાનસભા બેઠકોમાંથી વરાછા બેઠક પર આ વખતે સૌની નજર છે. આ વિધાનસભા બેઠક પાટીદાર અનામત આંદોલનની દરમિયાન હિંસાની સાક્ષી રહી છે.

આપના અલ્પેશ કથિરિયા મેદાન મારશે ?

આમ આદમી પાર્ટીએ પાટીદાર બહુમતીવાળી  વરાછા વિધાનસભા બેઠક માટે પાસ આંદોલનનો સુરતના ચહેરો બનેલા અલ્પેશ કથિરિયાના નામની જાહેરાત કરતા આ બેઠક વધુ 'હોટ' બની ચુકી છે. હાલમાં જ ‘આપ’માં ભળેલા પાટીદાર અનામત આંદોલનના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરીયાને ચૂંટણીમાં ઉમેદવાર બનાવાયા છે.  અલ્પેશ કથીરીયા એક તબક્કે ગોંડલની બેઠકમાં ચૂંટણી લડશે તેવા સંકેત હતા, જોકે આજે એ તમામ અટકળોનો અંત આવ્યો છે.

ભાજપ જીતની હેટ્રિક લગાવશે કે ફિયાસ્કો થશે ?

વરાછા બેઠક પર ભાજપ જીતની હેટ્રિક લગાવી શકે છે કે કેમ તેના પર સૌની નજર છે. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ ભાજપે આ પાટીદાર બહુલ બેઠક જીતી હતી. આમ તો આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ સમેટાઈ જતો હોય છે, પણ આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. આગામી દિવોસમાં ભાજપ ઉમેદવાર જાહેર કરશે ત્યારે બાદ જ્ઞાતિના સમિકરણ સાથે પાટીદાર સમાજ કોની સાથે રહે છે તે મહત્વનું ફેક્ટર બનશે. સૌરાષ્ટ્રના લોકોની ભારે બહુમતી ધરાવતા આ મત વિસ્તારમાં ભાજપ વર્તમાન ધારાસભ્ય કુમાર કાનાણીને હવે ટીકીટ આપે છે કે કેમ તેના પર સૌની નજર છે.

કોંગ્રેસે 'કાન પકડી' પ્રફુલ્લ તોગડીયાને ટિકિટ આપી 

કોંગ્રેસે સુરતમાં પાટીદાર બહુમતીવાળી વરાછા વિધાનસભા બેઠક માટે પાલિકાના વિરોધ પક્ષ નેતા રહી ચુકેલા પ્રફુલ્લ તોગડીયાને ટિકિટ આપી છે. તેઓ હિન્દુવાદી નેતા પ્રવિણ તોગડીયાના પિતરાઇ છે. પ્રફુલ્લ તોગડીયા સુરત પાલિકામાં વિરોધ પક્ષના નેતા હતા તેજ સમયે તેમના પિતરાઇની ઘાતકી હત્યા થઇ હતી. 2017માં વરાછા બેઠક પરથી પ્રફુલ્લ તોગડિયાનું નામ જાહેર થયુ હતુ, પરંતુ તેમને ટિકિટ અપાઇ ન હતી, તેમના બદલે કોંગ્રેસે ધીરુભાઇ ગજેરાને મેન્ડેટ આપ્યો હતો અને તેઓ હારી ગયા હતા. કોંગ્રેસે આ વખતે પોતાની ભુલ સુધારીને પ્રફુલ્લ તોગડિયાને ટિકિટ આપી છે.

આપે પાલિકાની ચુંટણીમાં નોંધાવી છે વિશેષ હાજરી

2021માં યોજાયેલી મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પોતાની સૂચક હાજરી નોંધાવી હતી. વરાછામાં પણ આપનાં કોર્પોરેટર ચૂંટાયા હતા. સુરતની મહાનગરપાલિકામાં વરાછા રોડ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી અને ત્યારથી જ ‘આપ’નું નામ ગાજવા લાગ્યું હતું અને તેમાં હવે અલ્પેશ કથીરીયાની એન્ટ્રી થઇ છે. 

વરાછા બેઠકનો રાજકીય ઈતિહાસ

2007ના સીમાંકનમાં સુરત, ઉત્તર અને સુરત પશ્વિમ વિધાનસભાના વિસ્તારોમાંથી વરાછા બેઠક અસ્તિત્વમાં આવી હતી. 2012માં પહેલી વાર યોજાયેલી ચૂંટણીમાં ભાજપમાંથી કિશોર કાનાણી ચૂંટાયા. 2012માં તેઓ ફરી અહીંથી જીત્યા. કિશોર કાનાણીએ બંને વખતે કોંગ્રેસનાં ઉમેદવાર અને સુરતમાં મોટો ચહેરો ધીરુ ગજેરાને હરાવ્યા હતા. 

વરાછા બેઠકનાં રાજકીય સમીકરણો

વરાછા વિસ્તાર પાટીદારોનો ગઢ છે. આજ કારણ છે કે 2017ની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનની અસર અહીં સૌથી વધુ જોવા મળી હતી. આ વિસ્તારમાં આંદોલનને લગતા વિરોધ પ્રદર્શન પણ થયા હતા. ભાજપને પ્રચારમાં પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતા ભાજપે આ બેઠકને જાળવી રાખી હતી. જો કે કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતની ટકાવારી વધી હતી. 2012માં કોંગ્રેસને વરાછામાં 37.80 ટકા મત મળ્યા હતા, જ્યારે 2017માં આ ટકાવારી વધીને 43.51 ટકા થઈ હતી.

સામાજિક સમીકરણ

વરાછા બેઠક પર પાટીદારો સમુદાયનાં 1.40 લાખ જેટલાં મતદારો છે. એટલે કે 70 ટકાથી વધુ મતદારો પાટીદાર સમુદાયનાં છે. જેઓ દેખીતી રીતે વિજેતા નક્કી કરે છે. મૂળ સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાયનાં લોકો અહીં આવીને વસ્યા છે. વરાછા બેઠક પર કુલ મતદારોની સંખ્યા 1,98,634 છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ