બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Who was Lokendra Singh Kalvi? Those who claimed to be the descendants of Queen 'Padmavati', were also in discussion for many agitations

અલવિદા / કોણ હતા લોકેન્દ્ર સિંહ કાલવી? જેઓ રાણી ‘પદ્માવતી’ના વંશજ હોવાનો દાવો કરતા, અનેક આંદોલનોને લઇને પણ ચર્ચામાં રહેતા

Megha

Last Updated: 12:23 PM, 14 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકેન્દ્ર સિંહ કાલવીએ 2006માં જગતજનની કરણી માતાના નામે કરણી સેનાનો પાયો નાખ્યો હતો અને વર્ષ 2008માં કરણી સેનાના વિરોધને કારણે જોધા-અકબર ફિલ્મ રાજસ્થાનમાં રિલીઝ થઈ શકી ન હતી.

  • કેવું રહ્યું લોકેન્દ્ર સિંહ કાલવીનું જીવન 
  • વારસાગત મળ્યું હતું રાજકારણ
  • ફિલ્મ પદ્માવતનો વિરોધ કરીને ચર્ચામાં આવી કરણી સેના 

કરણી સેનાના ટોચના સ્થાપક અને રાજપૂત સમાજના કોહિનૂર લોકેન્દ્ર સિંહ કાલવીનું નિધન થયું છે. જણાવી દઈએ કે લાંબા સમયથી લોકેન્દ્ર સિંહ કાલવી ઘણા સમયથી બીમાર હતા અને એમની સારવાર જયપુરની સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ચાલી રહી હતી. આ બધા વચ્ચે ગઇકાલે મોડી રાત્રે 12.30 વાગ્યે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે રાજપૂત સમાજના મુખ્ય સ્તંભ કહેવાતા લોકેન્દ્રસિંહ કાલવીના નિધનથી એમના સમાજના લોકો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. આ સમાચાર બહાર આવતા આજે દરેક વ્યક્તિની આંખો ભીની છે જેમને કાલવી સાહેબનો સમાજ માટેનો સંઘર્ષ અને સમર્પણ જોયું છે. 

કેવું રહ્યું લોકેન્દ્ર સિંહ કાલવીનું જીવન 
લોકેન્દ્ર સિંહ કાલવી એક સારા શૂટર હતા અને ઊંચા કદના સારા  બાસ્કેટબોલ ખેલાડી પણ હતા. સતી ચળવળમાં સક્રિય રહેલા કાલવી ઘણીવાર કહેતા હતા કે કાલવી ઘણીવાર કહેતા હતા કે તે પછી રાજકારણી છે અને પહેલા રાજપૂત છે. જ્યારે તેઓ સભાઓમાં જુસ્સાદાર ભાષણો આપતો ત્યારે સમર્થકો ભાવુક થઈ જતા. કનવી દઈએ કે લોકેન્દ્ર સિંહ રાણી પદ્મિનીની 37મી પેઢીના હોવાનો દાવો કરતા હતા. 

વારસાગત મળ્યું રાજકારણ
લોકેન્દ્ર સિંહનો જન્મ નાગૌર જિલ્લાના કાલવી ગામમાં થયો હતો અને એમને રાજકારણ વારસામાં મળ્યું હતું જણાવી દઈએ કે એમના પિતા કલ્યાણ સિંહ કાલવી રાજ્ય અને કેન્દ્રમાં મંત્રી હતા અને તેઓ પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના નજીકના વ્યક્તિ ગણાતા હતા. એમના દીકરા લોકેન્દ્ર સિંહે અજમેરની મેયો કોલેજમાં અભ્યાસ કર્યો હતો. લોકેન્દ્ર સિંહ કાલવીનું રાજકારણમાં નિશાનો સારો નહતો લાગ્યો. જણાવી દઈએ કે કાલવીએ નાગૌરથી લોકસભા ચૂંટણી લડી હતી પણ તેમ એમનો પરાજય થયો હતો. એ બાદ 1998માં કાલવીએ ભાજપની ટિકિટ પર બાડમેર લોકસભાથી ચૂંટણી લડી હતી અને તેમાં પણ હાર જ મળી હતી. 

આ બાદ લોકેન્દ્ર સિંહે 2003માં અનામતના મુદ્દે સામાજિક ન્યાય મંચની રચના કરી હતી અને એ કારણે એમને ભાજપના મોટા નેતાઓ સાથે પણ સંપર્ક કર્યો હતો. જાણીતું છે કે ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને જનતા દળના નેતાઓ સાથે પણ તેમનો સારો સંપર્ક હતો. 

વર્ષ 2006માં નાખ્યો હતો કરણી સેનાનો પાયો
નોંધનીય છે કે લોકેન્દ્ર સિંહ કાલવીએ 2006માં જગતજનની કરણી માતાના નામે કરણી સેનાનો પાયો નાખ્યો હતો અને વર્ષ 2008માં કરણી સેનાના વિરોધને કારણે જોધા-અકબર ફિલ્મ રાજસ્થાનમાં રિલીઝ થઈ શકી ન હતી. આ સિવાય કરણી સેનાએ 2009માં સલમાન ખાનની ફિલ્મ 'વીર'નો પણ વિરોધ કર્યો હતો. ટીવી પર પ્રસારિત થતી ઐતિહાસિક ટીવી સિરિયલોનો પણ કરણી સેનાએ વિરોધ કર્યો હતો.

ફિલ્મ પદ્માવતનો વિરોધ કરીને ચર્ચામાં આવી કરણી સેના 
વર્ષ 2018માં આવેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો પણ જોરદાર વિરોધ કર્યો હતો. કરણી સેનાએ દેશભરમાં આ ફિલ્મનો વિરોધ કર્યો હતો. કાલવી રાજપૂત સમાજના મોટા નેતા હતા. માત્ર રાજસ્થાનમાં જ નહીં પરંતુ દેશભરમાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં છે. આ જ કારણ છે કે તેમની સભામાં તેમને સાંભળવા માટે મોટી ભીડ પહોંચતી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ