બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Who is the Chief Minister of Gujarat for one day? New Experiment of Assembly Speaker

વિદ્યાર્થી સત્ર! / ગુજરાતના એક દિવસના મુખ્યમંત્રી કોણ ? વિધાનસભા અધ્યક્ષનો નવો પ્રયોગ, જાણી લો

Priyakant

Last Updated: 04:36 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 21 જુલાઈએ એક દિવસીય વિધાનસભાનું આયોજન, વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે

  • 21 જુલાઈએ એક દિવસીય વિધાનસભાનું કરાયું છે આયોજન
  • આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે
  • સદનમાં પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવશે
  • 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા 

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આગામી 21 જુલાઈએ એક દિવસીય વિધાનસભાનું આયોજન કરાયું છે. જોકે આ વિધાનસભાના સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. જેની માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. 

સદનમાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનશે વિદ્યાર્થીઓ 

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા એક સરાહનીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બવાત જાણે એમ છે કે, ડૉ.નીમાબેન આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને વિધાનસભામાં એક દિવસના ધારાસભ્ય અને મંત્રી બનાવવાનું આયોજન કરાયું છે. જેથી તેમને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે. જેને લઈ આગામી 21 જુલાઈએ એક દિવસીય વિધાનસભાનું આયોજન કરાયું છે. 

કોણ છે એક દિવસના મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ અને વિરોધપક્ષના નેતા ? 

21 જુલાઈએ એક દિવસીય વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતાં રોહન રાવલની પસંદગી થઈ છે. 6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની પસંદગી કરવામાં આવી છે. આ સાથે વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થીની પસંદગી થઈ છે. આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મીશ્રી શાહ નામની વિદ્યાર્થીનીની પસંદગી કરવામાં આવી છે. 

મુખ્યમંત્રી, વિપક્ષનેતા, વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવશે

21 જુલાઈએ યોજાનાર એક દિવસીય વિધાનસભામાં વિદ્યાર્થીઓ મુખ્યમંત્રી, વિપક્ષનેતા, વિધાનસભાના અધ્યક્ષની ભૂમિકા ભજવશે. વિધાનસભાના આ સત્રમાં ધારાસભ્યો તરીકે વિદ્યાર્થીઓ બિરાજમાન થશે. ડૉ.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે આ આયોજન કરાયું છે. 

3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા 

ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષ ડૉ.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને લોકશાહીની પ્રક્રિયાનો ખ્યાલ આવે એ માટે એક દિવસીય વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની માટે 3500 સ્કૂલનો સંપર્ક કર્યા બાદ વિદ્યાર્થીઓ તૈયાર કરવામાં આવ્યા છે. આ દિવસે સદનમાં પસંદ કરાયેલા 182 વિદ્યાર્થી જ વિધાનસભા ચલાવશે. નોંધનીય છે કે, સરકાર કેવી રીતે ચાલે, બજેટ કેવી રીતે બને તે મુખ્ય હેતુથી આ આયોજન કરાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ