બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Who is Sunita Poddar, Woman Who Loaned Money to Baba Ramdev Gifted an Island

યોગ રુપિયાવાળા પણ બનાવે / બાબા રામદેવે આ મહિલાને પાતળી કરી નાખી તેમાં ઊભી થઈ 45,000 કરોડની પતંજલિ, યોગે કર્યો ચમત્કાર

Hiralal

Last Updated: 05:31 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કોટલેન્ડમાં રહેતી ભારતીય મૂળની સુનિતા પોદ્દારે બાબા રામદેવને 45,000 કરોડની પતંજલિ કંપની ઊભી કરવામાં સહાય કરી હતી.

  • બાબા રામદેવની પતંજલિ ઊભી કરવામાં સુનિતા પોદ્દાર જવાબદાર 
  • સુનિતા પોદ્દારને બાબા રામદેવે જાડામાંથી કરી હતી પાતળી
  • આથી ખુશ થઈને સુનિતાએ બાબાને પતંજલિ શરુ કરવા આપી હતી 60 કરોડની લોન
  • આજે પતંજલિનું 45,000 કરોડનું ટર્નઓવર 

આજે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. આખું ભારત યોગના રંગમાં રંગાઈ ગયું છે. યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. ભારતમાં યોગને લોકપ્રિય બનાવવામાં બાબા રામદેવનો મોટો હાથ છે. જો કે દેશમાં ઘણા યોગ ગુરુ થયા છે, પરંતુ આજના યુગમાં તમે કોઈને પણ યોગ ગુરુ વિશે પૂછો તો તે સૌથી પહેલા બાબા રામદેવનું નામ લેશે. બાબા રામદેવે યોગ દ્વારા ઘણા લોકોને સાજા કર્યા છે. તેમનું પતંજલિ ગ્રૂપ એક બ્રાન્ડ બની ગયું છે, જ્યાં સૌંદર્યની વસ્તુઓ, સાબુ-શેમ્પૂ, દવાઓ અને ખાદ્યપદાર્થો ઉપલબ્ધ છે. બાબા રામદેવે યોગ દ્વારા લોકોમાં એટલો વિશ્વાસ કેળવ્યો છે કે લોકો આંખ બંધ કરીને પતંજલિનો સામાન ખરીદે છે.

પતંજલિ 45,000 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની 
આજે પતંજલિનું ટર્નઓવર 45,000 કરોડનું છે પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે બાબા રામદેવે આ કંપની શરુ કરી ત્યારે તેમના અને બાલલકૃષ્ણ આચાર્યના ખાતામાં ફૂટી કોડી પણ નહોતી. બાબા રામદેવે પોતાના શિષ્ય બાલકૃષ્ણ સાથે 45,000 કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે આ કંપનીની શરૂઆત કરી હતી, ત્યારે તેમનું અને તેમના શિષ્યનું બેંક ખાતું પણ નહોતું. તો પછી આ ચમત્કાર કેવી રીતે થયો. 

આ મહિલાનું નામ સુનિતા પોદ્દાર 
એક મહિલાએ બાબા રામદેવનું કામ કરી નાખ્યું હતું. હકીકતમાં મહિલા જાડી હતી અને બાબા રામદેવના યોગને કારણે તે પાતળી થઈ ગઈ હતી આથી ખુશ થઈને તેમણે બાબાને પતંજલિ ઊભી કરવા કરોડોની લોન આપી હતી. આ મહિલાનું નામ સુનિતા પોદ્દાર છે, જે તેના પતિ સરવન સામ પોદ્દાર સાથે સ્કોટલેન્ડમાં રહે છે. NRI પતિ-પત્ની બંને બિઝનેસમેન છે.

બાબા રામદેવની યોગ સિડી જોઈને વજન ઘટાડ્યું 
સુનિતાના પતિ બિહારના બેતિયાના છે જ્યારે સુનિતા મુંબઈની છે. સરવન બાળપણમાં પરિવાર સાથે ગ્લાસગોમાં રહેવા ગયો હતો. એન્જિનિયર બન્યા બાદ 1980માં સરવને હોમ કેરનો બિઝનેસ શરૂ કર્યો. સુનીતા અને સરવને ત્યાં લગ્ન થયા. સુનીતા લગ્ન પહેલા ગેસ સ્ટેશનને લગતો વ્યવસાય કરતી હતી પરંતુ લગ્ન પછી તે તેના પતિ સાથે હોમકેરનો વ્યવસાય કરતી હતી. લગ્ન પછી સુનિતા પોતાના વધતા વજનને લઈને ખૂબ જ નાખુશ હતી અને આવી સ્થિતિમાં તેમને યોગ ગુરુ બાબા રામદેવનો સહારો મળ્યો, જેમની યોગની સીડી તેમને આપવામાં આવી હતી. તેણીએ તેનું પાલન કર્યું.તેણે ચમત્કારિક રીતે તેનું વજન ઘટાડ્યું.

અનિતાએ બાબા રામદેવને શરુઆતમાં આપી 60 કરોડની લોન 
આ પછી સુનિતા અને તેમના પતિ બાબા રામદેવના ભક્ત બની ગયા અને 2006માં, તેઓએ પતંજલિને પ્રથમ લોન આપી. તે 50-60 કરોડની વ્યક્તિગત લોન હતી, જેનાથી બાબા રામદેવે પોતાની બ્રાન્ડની શરૂઆત કરી હતી. તે સમયે તેમનું અને તેમના શિષ્ય બાલકૃષ્ણનું બેંક ખાતું પણ નહોતું.

2008માં બાબાને ટાપુ ભેટમાં આપ્યો  
એટલું જ નહીં પરંતુ 2008ની સાલમાં બાબા રામદેવ ગ્લાસગો ગયા ત્યારે સુનીતાએ એવું કર્યું જે કોઈએ વિચાર્યું પણ નહોતું. વાસ્તવમાં સુનિતા માટે તેના પતિએ 2 મિલિયન પાઉન્ડમાં લિટલ કમ્બ્રે નામનો ટાપુ ખરીદ્યો હતો, જે સુનિતાએ બાબાને ભેટમાં આપી દીધો હતો. આ રીતે આગળ આગળ વધતા વધતાં બાબા રામદેવ આજે 45,000 કરોડની કંપનીના માલિક છે. સુનિતા પોદ્દાર પતંજલિ ગ્રુપમાં ટ્રસ્ટી પણ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ