બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / which age is the risk factor for diabetes

હેલ્થ એલર્ટ / કઇ ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ સૌથી વધારે? ખરેખર જાણવા જેવું, ક્યાંક તમે પણ આ Ageના તો નથી ને

Arohi

Last Updated: 09:37 AM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Factor For Diabetes: શું ડાયાબિટીસનું કનેક્શન ઉંમર સાથે છે? આવો જાણીએ શું છે તેના પાછળનું તથ્ય અને આપણે ક્યારે સાવધાન રહેવાની જરૂર છે.

  • લાઈફસ્ટાઈલ સાથે છે ડાયાબિટીસનું કનેક્શન
  • જાણો કઈ બાબતોથી આપણે રહેવું જોઈએ સાવધાન 
  • કઇ ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ સૌથી વધારે?

ડાયાબિટીસ એક એવી બિમારી છે જે સામાન્ય રીતે લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી છે. એટલે કે તમારી સુવા, જાગવા, ભોજન, સ્ટ્રેસ અને સ્મોકિંગ જેવી વસ્તુઓ આ બિમારીને આમંત્રણ આપી શકે છે. 

આ બીમારીમાં શરીર એટલું ઈન્સુલિન પ્રોડ્યુસ નથી કરી શકતું જેટલું શુગર પચાવી શકે અને તેના કારણે શરીરમાં શુગર જમા થવા લાગે છે અને લોહીમાં મિક્સ થઈને તમારી આંખો સુધી પહોંચવા લાગે છે. આ શુગર પાચન તંત્ર, હાર્ટ અને પછી સ્કિન, આંખ, લિવર અને કિડનીને નુકસાન કરી શકે છે.  

કઈ ઉંમરમાં સૌથી લધારે ડાયાબિટીસનો ખતરો? 
એક રિપોર્ટ અનુસાર ડાયાબિટીસના ખતરાની શરૂઆત હકીકતમાં 40ની ઉંમરથી થાય છે. ત્યાર બાદથી સ્થિતિ આગળ વધારે ખરાબ થઈ શકે છે અને પછી ઉંમર વધવાથી સાથે શુગર મેનેજ કરવી મુશ્કેલ થઈ જાય છે. 

રિપોર્ટ અનુસાર 60થી 75 વર્ષના એજ ગેપ વાળા લોકોમાં પણ બીમારી વધારે થઈ શકે છે. સીડીસીનું કહેવું છે કે ડાયાબિટીસ ટાઈપ-1 બાળકો અને 18 વર્ષથી ઓછી ઉંમરમાં પણ થઈ શકે છે. પરંતુ 30થી 40 વર્ષની ઉંમરમાં તેનો ખતરો સૌથી વધારે છે. 

ડાયાબિટીસ અને ઉંમરનું શું છે કનેક્શન? 
સંશોધન અનુસાર વધતી ઉંમર, ડાયાબિટીસ માટે એક પ્રમુખ જોખમ છે. માટે યુવાઓ, મધ્યમ વર્ગના લોકો અને વૃદ્ધોમાં આ બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. હકીકતે તેને સમજવા માટે 30થી 40 એજ ગ્રુપના લોકો સ્વાસ્થ્યની સંભાળ રાખવા કરતા વધારે પોતાના જીવનમાં વ્યસ્ત હોય છે. 

તે વધારે સ્ટ્રેલ લે છે અને ખરાબ લાઈફસ્ટાઈલનું પાલન કરે છએ. તેનાથી પેનક્રિયાઝના હેલ્ધી સેલ્સ મરવા લાગે છે અને હોર્મોનલ ઈમબેલેન્સ થાય છે. તેનાથી ઈંસુલિન પ્રડ્યુસ ઓછુ થાય છે અને શરીર શુગર નથી પચાવી શકતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ