gujarat rain update news : રાજ્યમાં 18 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 19 સપ્ટેમ્બરએ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
gujarat rain update news : દેશના કેટલાક રાજ્યમાં કેટલાક દિવસોથી ધોધમાર વરસાદી વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ તો પૂરની પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે. દેશમાં વરસાદને લઈ હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કર્યું છે. IMDએ ગુજરાતમાં 18 અને 19 તારીખે કેટલીક જગ્યા રેડ અને ઓરેઝ એલર્ટ જાહેર કર્યું છે.
IMD શુ જણાવ્યું ?
IMDએ એક્સ પર જણાવ્યું હતું કે, ગુજરાતમાં 17થી 18 સપ્ટેમ્બર દરમિયાન 204.4 મીમીથી વધુ ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમજ 19 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં નર્મદા જિલ્લાના અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 18 સપ્ટેમ્બર સોમવારના રોજ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ નર્મદા નદીમાં વધતા જતા જળસ્તરને જોતા કાંઠાના અનેક ગામોને એલર્ટ કરાયા છે.
Significant Rain recorded over Gujarat (from 0830 hours IST to 1730 hours IST of today) (in cm):
Sabarkantha-18, Ahameddabad-9, Kheda-6
ભારે વરસાદની સંભાવના
IMDના જણાવ્યાનુસાર 17 સપ્ટેમ્બરે ગુજરાત તેમજ પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવા વરસાદની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. અલીરાજપુર જિલ્લાના કાઠીવાડામાં 341 મીમી, મેઘનગર (ઝાબુઆ) 316 મીમી અને ધાર શહેરમાં 301.3 મીમી વરસાદ નોંધાયો છે. IMD અનુસાર 1958 પછી સૌથી વધુ વરસાદ મધ્યપ્રદેશમાં નોંધાયો છે. મધ્ય પ્રદેશમાં વરસાદને લઈ સી એમ શિવરાજ સિંહ ચૌહાણે પણ શનિવારે પરિસ્થિતિની સમીક્ષા બેઠક યોજી હતી. સીએમ શિવરાજ સિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર રાજ્યમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે.