બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / whatsapp-new-feature-restrict-you-to-download-dp

અપડેટ / WhatsAppનું નવુ ફિચર, હવે કોઇનો પણ DP નહી કરી શકો ડાઉનલોડ

vtvAdmin

Last Updated: 12:42 PM, 18 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsApp, સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા તમામ લોકો આ નામથી વાકેફ હશે. આ દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવામાં આવતી મોબાઇલ એપમાંથી એક છે. દુનિયાભરમાં લગભગ 150 કરોડથી વધારે લોકો WhatsAppના એક્ટિવ યૂઝર છે. ભારત આ એપના સૌથી મોટા માર્કેટમાંથી એક છે. આમ તો દેશમાં બીજી ઘણી ઇન્ટસ્ટન્ટ મેસેજિંગ એપ છે, પરંતુ 20 કરોડથી એક્ટિવ યૂઝર્સની સાથે આ એપ સૌથી વધારે ચર્ચિત છે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ તાજેતરમાં જ કેટલાક નવા ફિચર્સ અપડેટ કર્યા છે. કંપનીએ યૂઝરના એક્સપિરિન્યસને વધારે સારો અને સિક્યોર બનાવવા માટે આ કર્યુ છે. જોકે સિક્યોર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપના ફાઉન્ડરનું કહેવુ છે કે, WhatsApp ટેલિગ્રામની માફક સિક્યોર ના થઇ શકે.

વાત કરવામાં આવે WhatsAppના નવા ફિચરની તો, iOS માટે તૈયાર કરવામાં આવેલા hatsApp Business Beta 2.19.60.5 વર્ઝનમાં કંપની કોઇ પણ પ્રોફાઇલ ફોટો સેવ કરવાનો ઑપ્શન ખત્મ કરી દીધો છે. લેટેસ્ટ એન્ડ્રોઇડ બીટામાં પણ આ ઑપ્શન આપવામાં આવ્યો નથી.

 

જોકે આ અપડેટ પછી ભલે તમો કોઇ પ્રોફાઇલ ફોટો સેવ ના કરી શકો પરંતુ તમે ગ્રુપ આઇકોન્સ એટલે કે ગ્રુપના DP સેવ કરી શકશો. આ સિવાય WhatsAppએ થોડા સમય પહેલા સ્ટિકર્સ પ્રીવ્યૂ ફિચર આપ્યુ હતુ. આ ફિચર હેઠળ યૂઝર્સ સ્ટિકર્સને ડાયરેક્ટ નોટિફિકેશન સેન્ટરમાં જોઇ શકશે. WhatsAppએ આ ફિચર iOS માટે આપ્યુ છે. 

WhatsAppનો આ ફીચર લાવવા પાછળનો ઉદ્દેશ એવો છે કે, કોઈ યુઝરનો DP અન્ય વ્યક્તિ ડાઉનલોડ કરી તેનો ખોટી રીતે ઉપયોગ કરતાં ટાળી શકાય. જોકે, સ્ક્રીનશોટ લેવા ઉપર કોઈ પ્રતિબંધ નથી.   

 

WhatsAppનું આ નવું ફીચર યુઝર્સને ત્યારે જ મળશે જ્યારે તે WhatsApp beta ટેસ્ટર માટે એનરોલ થશે. જો યુઝર્સે આ અફડેટનો લાભ લેવો હોય તો પોતાનું વ્હોટ્સએપનું લેટેસ્ટ APK (એન્ડ્રોઈડ એપ્લિકેશન પેકેડ પાઈલ) ડાઉનલોડ કરવું પડશે. APK મિરરની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.  

આ સિવાય WhatsApp યુઝર્સે Dark Modeની રાહ જોવી પડશે જેની અગાઉ ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે. WABetainfoનાં રિપોર્ટ મુજબ WhatsApp ડાર્કમોડનું ટેસ્ટિંગ ચાલુ રહ્યું છે, જે ટૂંકસમયમાં જ ફાઈનલ અફડેટ થકી યુઝર્સને પુરું પાડવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ