બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / વિશ્વ / What will happen to the Indians trapped in Afghanistan? The government in action made great preparations, find out what the plan is

વિદેશ / અફઘાનમાં ફસાયેલા ભારતીયોનું શું થશે? હરકતમાં આવેલી સરકારે કરી મોટી તૈયારી, જાણો શું છે પ્લાન

Hiralal

Last Updated: 03:54 PM, 16 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને હેમખેમ સ્વદેશ લાવવા ભારત સરકાર એક્શનમાં આવી છે. વિદેશ મંત્રાલયે એક હાઈ લેવલની બેઠક બોલાવી છે

  • વિદેશ મંત્રાલય બોલાવી બેઠક
  • ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા બોલાવી બેઠક
  • એક વિમાન બપોરે કાબુલ માટે કરવાનુ હતુ ટેકઓફ
  • એર ઇન્ડિયાના બે વિમાન છે સ્ટેન્ડ બાય

અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા ભારતે કમર કસી છે. વિદેશ મંત્રાલયે એક હાઈ લેવલની બેઠક યોજી છે, કાબુલમાંથી ભારતીયોને પરત લાવવા બે વિમાનોને પણ તૈયાર કરી રાખવામાં આવ્યાં છે જે ગમે ત્યારે ઉડાણ ભરી શકે છે. 

ભારતીયોને પરત લાવવા બે વિમાનો તૈયાર રખાયા 

ભારતીયોને પરત લાવવા બે વિમાનો તૈયાર રખાયા છે. કાબુલ એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ છે અને તાલિબાનો સ્થાનિક પ્રજા પર મનમાની કરી રહ્યા છે ત્યારે અમેરિકાએ તાલિબાનો પર મિસાઈલ અટેક કર્યો છે. અફઘાનિસ્તાનમાં અરાજકતા વધી રહી છે અને પ્રજા દેશ છોડવા માટે મરણીયા પ્રયાસ કરી રહી છે ત્યારે અમેરિકાના સૈન્ય હેલિકોપ્ટર દ્વારા તાલિબાનો પર મિસાઈલ એટેક કરવામાં આવ્યો છે. ખાસ વિમાન દ્વારા 3થી વધુ મિસાઈલ છોડવામાં આવી હતી. નોંધનીય છે કે, અમેરિકા પોતાના નાગરિકો અને કર્મચારીઓને બચાવવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહ્યું છે. 

આજે અમેરિકી સૈનિકો દ્વારા ફાયરિંગ પણ કરાયું હતું

અફઘાનિસ્તાનમાં તાલિબાને સંપૂર્ણ કબ્જો કરી લીધા બાદ પરિસ્થિતી અહીયા સૌથી ખરાબ સર્જાઈ છે. ખાસ કરીને એરપોર્ટ પર લોકોની ભારે પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે. ભીડને કાબૂમાં કરવા માટે અમેરિકાના સૈનિકો દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. પરિસ્થિતી એટલી ખરાબ છે કે એરપોર્ટ પર કોઈ વીઝા પણ ચેક નથી કરી રહ્યું. 

તાલીબાને લોકોને ઘરમાં રહેવા સલાહ આપી 

બીજી તરફ તાલીબાને એવું કહ્યું છે કે લોકો 17 ઓગસ્ટ સવારના 8 વાગ્યા સુધી પોતાના ઘરમાંજ રહે. કાબુલ એરપોર્ટ પરથી બધી કોમર્શિયલ ફ્લાઈટ પણ બંધ કરી દેવામા આવી છે. તેમ છતા લોકો દેશ છોડીને ભાગી રહ્યા છે બેંકોમાંથી રૂપિયા ઉપાડીને ચારેય બાજુ દોડી રહ્યા છે. ઘણા લોકો તેમના વીઝા બનાવવા માટે તેમના દેશના દૂતાવાસ પર ચક્કર લગાવી રહ્યા છે. 

અમેરિકા અને બ્રિટને જેવા દેશો પણ હેરાન પરેશાન 

આ પરિસ્થિતીને જોતા અમેરિકા, બ્રિટેન અને ફ્રાંન્સ જેવા મોટા દેશો પણ હેરાન પરેશાન નજરે પડી રહ્યા છે. તેઓ તેમના નાગરીકોને અફઘાનિસ્તાનથી નિકાળવા માટે સ્પેશિયલ ફ્લાઈટની સેવા આપી રહ્યા છે. ભારતે પણ ગત રવિવારે અફઘાનિસ્તાનમાંથી આપણા નાગરિકોને બહાર કાઢ્યા હતા.

સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયા 

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબ્જાની વચ્ચે કાબુલ એરપોર્ટ પર હજારો લોકોની ભીડ જોવા મળી રહી છે. અનેક દેશોના રાજનાયિકોને પણ કાબુલ એરપોર્ટ પરથી બચાવીને લઈ જવાઈ રહ્યા છે. તાલિબાનના કબ્જા બાદ કાબુલ એરપોર્ટ પર ફાયરિંગના સમાચાર મળ્યા છે. જો કે અત્યાર સુધી ગોળીબારીમાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ એર પોર્ટ પર ભાગદોડ મચ્યાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.     બીજી તરફ અફઘાનિસ્તાનમાં સ્થિતિ ખરાબ થઈ રહી છે. આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા ભારત કરશે.

કાબુલ એરપોર્ટ પર મોટી દુર્ઘટના, લોકો પ્લેન પરથી નીચે પટકાયા 

અફઘાનિસ્તનમાં પરિસ્થિતી હાલ એવી ભયાનક છે કે જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય. સોશિયલ મીડિયામાં અમુક વીડીયો વાયરલ થી રહ્યા છે. જેમા લોકો પ્લેનમાં લટકીને જઈ રહ્યા હતા. પરંતુ વિમાન હવામાં આવતા તેઓ જમીન પર પટકાયા. આ લોકો C-17 વિમાનમાં લટકીને જઈ રહ્યા હતા તેવી માહિતી સામે આવી છે. 3 લોકો નીચે જમીન પર પટકાયા. વિમાન હવામાં પહોચતા કાબુલ પરજ 3 લોકો નીચે પટકાયા છે. જેમા તેઓ આસપાસના સ્થાનિક વિસ્તારોમાં પટકાયા હોવાની માહિતી સામે આવી છે. મૃતકો પ્લેનના ટાયરોને પકડીને લટકી ગયા હતા. જોકે પ્લેન હવામાં જતા તેઓ નીચે લોકોના ધાબા પર પટકાયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં હવે વધારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ