બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / what PM Modi spoke about LPG price cut

ઘટાડા પર પ્રતિક્રિયા / ગેસના ભાવ ઘટાડા બાદ બહેનો માટે આવ્યો 'ભાઈ' મોદીનો સંદેશ, PM મોદીએ પાઠવી રક્ષાબંધનની શુભેચ્છા

Hiralal

Last Updated: 06:16 PM, 29 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંધણ ગેસના ભાવ ઘટાડા બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આ નિર્ણયથી બહેનોનું જીવન વધારે સરળ બની જશે.

  • કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવમાં કર્યો 200 રુપિયાનો ઘટાડો
  • ગેસ ઘટાડા બાદ પીએમ મોદીએ કર્યું ટ્વિટ
  • બહેનોનું જીવન સરળ બનશે 

રાંધણ ગેસના ભાવમાં 200 રુપિયાના ઘટાડા પર પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા આપી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ગેસ ઘટાડા બાદ બહેનોનું જીવન સરળ બનશે. પીએમ મોદીએ કહ્યું કે રક્ષાબંધનનું પર્વ તમારા પરિવારમાં ખુશીઓ વધારનાર દિવસ હોય છે. ગેસના ભાવમાં ઘટાડો થવાથી મારા પરિવારની બહેનોની સગવડ વધશે અને તેમનું જીવન વધારે સરળ બનશે. મારી દરેક બહેન ખુશ રહે, સ્વસ્થ રહે, સુખી રહે તેવી ઈશ્વરને કામના છે. 

આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર
ઉલ્લેખનીય છે કે કાલે ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધનનું પર્વ છે અને તહેવારના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાંધણ ગેસના ભાવમાં મોટી રાહત આપી છે. 

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનો મોટો દાવ 
2024ની લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે એક મોટો દાવ ખેલ્યો છે. બળબળતા બાટલાના ભાવમાંથી લોકોને રાહત આપવાની દિશામાં સરકારે પહેલું મોટું પગલું ભર્યું છે. રક્ષાબંધનના એક દિવસ પહેલા મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સરકારે એલપીજી સિલિન્ડર (એલપીજી)ની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ રાહત ઘરેલુ એલપીજી સિલિન્ડરવાળા તમામ લાભાર્થીઓને મળશે. 

ઉજ્જવલા લાભાર્થીઓને સસ્તામાં મળશે સિલિન્ડર 
સરકારના આ નિર્ણય બાદ હવે ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને કુલ 400 રૂપિયાની સબસિડી મળશે. આ યોજના હેઠળ, લાભાર્થીઓને પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી મળે છે અને તેમાં 200 રુપિયાનો ફરી વધારો થયો છે આ રીતે તેમને 400 રુપિયામાં એક બાટલો મળશે. સરકારના આ નિર્ણયથી યોજનાના લગભગ 10 કરોડ લાભાર્થીઓને લાભ થશે. 

75 લાખ નવા કનેક્શન 
સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ પરિવારોને નવા એલપીજી કનેક્શન આપવાનો પણ નિર્ણય લીધો છે જેનાથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના કુલ લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ થઈ જશે.

હાલમાં બાટલાનો કેટલો ભાવ 
રાજધાની દિલ્હીમાં ઉજ્જવલા યોજના હેઠળ હવે લાભાર્થીઓને 703 રૂપિયામાં ઘરેલુ એલપીજી સિલિન્ડર મળશે. લમાં દિલ્હીમાં ડોમેસ્ટિક સિલિન્ડર 1,103 રૂપિયામાં મળી રહ્યો છે. 2019ની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત પાછળ આ યોજનાને ગેમ ચેન્જર માનવામાં આવતી હતી અને ફરી એકવાર મોદી સરકારને તેનો ફાયદો મળવાની આશા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ