બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / What is the prediction of Meteorological Department and Ambalal regarding rain in Gujarat? Canada's PM softens, fresh update on women's reservation

2 મિનિટ 12 ખબર / ગુજરાતમાં વરસાદ અંગે હવામાન વિભાગ અને અંબાલાલની શું આગાહી? કેનેડાના PM નરમ પડ્યા, મહિલા અનામતમાં નવી અપડેટ

Dinesh

Last Updated: 07:31 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

samachar supar fast news : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આજે રાજ્યમાં વરસાદ રહેશે, દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં બંને દિવસ સામાન્ય વરસાદ આગાહી કરાઇ છે. આજે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 

Heavy to very heavy rain forecast in Gujarat: Meteorological department issues red, yellow and orange alert

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં 20 સપ્ટેમ્બરે વરસાદ રહેશે. 21 સપ્ટેમ્બરે કચ્છથી વરસાદી સિસ્ટિમ પાકિસ્તાન તરફ જશે.અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આજે 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે આજથી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 

2 more days of rain forecast in Gujarat, know what Meteorologist Ambalal Patel said

પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આજે કચ્છના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં આજથી ઘટાડો નોંધાયો છે, ત્યારે દ. ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. 

Rain forecast Weather expert Paresh Goswami has predicted heavy rain

ભારે વરસાદે ભરૂચમાં તારાજી સર્જી છે. ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાયો હતો. અંકલેશ્વર અણદાણા ગામનાં ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. અત્યારે પણ ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ગામનાં ખેતરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. વરસાદી પાણીમાં હાથમાં આવેલો કોળિયો છીનવાયો હતો. આ બાબતે ખેડૂતે જણાવ્યું હતું કે, એક વીઘામાં 50 થી 60 હજારનું નુકશાન થયું હતું. ગામમાં અંદાજીત ગામની 200 થી 250 વીઘાનાં પાકને નુકશાન થયું હતું. ભરૂચમાં પડેલ વરસાદ અને પાણી કેળ અને કપાસનાં પાકમાં ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા સડતર પાક નિષ્ફળ ગયો હતો.

વ્યાજનાં બદલામાં કીડની કાઢી લેવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં વ્યાજનાં બદલામાં કિડની કાઢવાનું કૌભાંડ જ ન થયાનો ખુલાસો થવા પામ્યો છે. ગોપાલે 20 હજાર રૂપિયા ન આપવા માટે સમગ્ર વાત ઉપજાવી કાઢી હતી. પોલીસ દ્વારા અરજદારની પૂછપરછ અને મોબાઈલ લોકેશન આધારે તપાસમાં નવો વળાંક આવ્યો છે. પોલીસની પૂછપરછમાં ગોપાલ પરમારે કબુલાત કરી હતી, કે કિડની કાઢી હોવાની વાત ઉપજાવી કાઢેલી હોવાનો ખુલાસો કર્યો હતો. 

Shocking twist in Mahudha kidney scam: Gambling petitioner concocted entire scheme

નવી સંસદના પહેલા જ દિવસે મોદી સરકાર ઐતિહાસિક મહિલા અનામત બીલ લઈને આવી છે. આજે લોકસભામાં તેને રજૂ કરાયું હતું આવતીકાલે સવારના 11થી સાંજના 6 સુધી આ બીલ પર ચર્ચા થશે. મોટા ભાગના રાજકીય પક્ષો આ બીલના સપોર્ટમાં હોવાથી તેને સરળતાથી પાસ થઈ જશે પરંતુ મોટો સવાલ એ છે કે શું 2024ની લોકસભા અને ત્યાર પછી કે પહેલા આવતી રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે કે નહીં?. મહિલા અનામતની વિસ્તૃત જાણકારી અનુસાર, મતવિસ્તારોના નવા સીમાંકન બાદ જ લાગુ થઈ શકશે. જો આ ખરડો પાસ થઈ ગયો તો પણ 2029ની લોકસભાની ચૂંટણી પહેલા લાગુ પડે તેવું દેખાયું નથી. કારણ આ કાયદો ત્યારે જ લાગું પડી શકે કે જ્યારે મતવિસ્તારોના સીમાંકન અને કાયદો લાગુ થયા બાદ પહેલી વસતી ગણતરી 2027માં થવાની સંભાવના છે. 

women reservation bill cannot be implemented before general elections of 2029 even if it is passed

IT વિભાગે  ધાર્મિક સંસ્થાઓ અને વ્યાવસાયિક સંસ્થાઓ માટે ટેક્સ રિટર્ન દાખલ કરવાની સમયસીમાને વધારી દીધી છે. એટલું જ નહીં ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની મુદત પણ વધારી દેવામાં આવી છે.ધાર્મિક સંસ્થાઓ,વ્યાવસાયિક સંસ્થાઓ માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર છે.આ સિવાય IT વિભાગે કોઈ ફંડ, ટ્રસ્ટ, સંસ્થાન કે કોઈ વિશ્વવિદ્યાલય કે શૈક્ષણિક સંસ્થાન કે તબીબી સંસ્થા દ્વારા ફોર્મ 10બી/10બીબીમાં 2022-23 માટે ઓડિટ રિપોર્ટ રજૂ કરવાની નિયત તારીખને વધારીને 31 ઑક્ટોબર 2023 કરી દીધી છે.આયકર વિભાગે પોતાના એક નિવેદનમાં કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24 માટે ફોર્મ ITR-7માં ટેક્સ રિટર્ન જમા કરવાની નિયત તારીખ કે જે 31.10.2023 છે તેને વધારીને 30.11.2023 સુધી વધારી દેવામાં આવ્યું છે.

ઈન્ડીયન એરફોર્સે અદ્દભુત સાહસનો પરિચય આપ્યો છે. ઈન્ડીયન એરફોર્સના સી-17 વિમાને આકાશમાંથી ઊંડા સમુદ્રમાં નૌકાદળની એક બોટને સુરક્ષિત રીતે ઉતારી હતી. ઈન્ડીયન એરફોર્સે એક અભ્યાસના ભાગરુપે આવી કવાયત કરી હતી. ઈન્ડીયન એરફોર્સે એક્સ પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં લખ્યું કે જો સાથે કામ કરવામાં આવે તો અમર્યાદિત સંભાવનાઓ છે. "એક સાથે હાથ ધરવામાં આવેલી એક નોંધપાત્ર કવાયતમાં, આઈએએફ સી -17 એ ભારતીય નૌકાદળની મજબૂત બોટને ઊંડા સમુદ્રમાં તોડી પાડી હતી. અમર્યાદિત શક્યતાઓ એકસાથે. વીડિયોમાં જોઈ શકાય છે કે, પેરાશૂટ બોટ એરફોર્સના સી-17 વિમાનમાંથી નીચે પડે છે. વીડિયો સાથે કેટલીક તસવીરો પણ શેર કરવામાં આવી છે. જોઈ શકાય છે કે, ભારતીય સેનાના જવાનો દરિયામાં ઉતરેલી તે બોટ પર સવાર છે, જ્યાં એરફોર્સના સી-17 વિમાન પસાર થતા જોવા મળી રહ્યા છે.

સાત દિવસના એકધાર્યાં એન્કાઉન્ટર બાદ આખરે ઈન્ડીયન આર્મીને મોટી સફળતા મળી છે અને મેજર, કર્નલ અને ડીએસપીની શહાદતનો બદલો લઈ લીધો છે. સુરક્ષા દળોએ અનંતનાગના કોકરનાગની પહાડીઓ પરની ગુફામાં છુપાયેલા લશ્કરના ખૂંખાર આતંકી ઉજ્જૈર ખાનને ઠાર માર્યો છે, તેની સાથે બીજો પણ એક આતંકી માર્યો છે, આ બન્નેની લાશ મળી છે. કાશ્મીરના એડીજીપી વિજય કુમારે મંગળવારે કહ્યું કે અનંતનાગ જિલ્લાના ગરોલ જંગલોમાં એક અઠવાડિયાથી ચાલી રહેલું સંયુક્ત આતંકવાદ વિરોધી અભિયાન સમાપ્ત થઈ ગયું છે પરંતુ સર્ચ ઓપરેશન ચાલુ રહેશે. તેઓએ જણાવ્યું હતું કે, સોમવારે મળી આવેલા મૃતદેહની ઓળખ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર ઉજ્જેર ખાનના રૂપમાં થઈ છે. તેમણે જણાવ્યું હતું કે અન્ય એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. આતંકી ઉજ્જેર ખાન પર 10 લાખ રૂપિયાનું ઈનામ હતું.  

Anantnag: Lashkar Commander Uzair Khan Killed, 7-Day-Long Encounter Comes To An End

New parliament building : સંસદનું વિશેષ સત્ર ચાલી રહ્યું છે. આજે સત્રનો બીજો દિવસ છે અને નવા સંસદભવનમાં આજથી સત્રની કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. આ પહેલા લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોનું એકસાથે જૂની સંસદમાં ફોટોશૂટ થયું હતું. ત્યારબાદ પીએમ મોદીની સાથે તમામ સાંસદો પગપાળા નવી સંસદ પહોંચ્યા હતા. જેમાં પીએમ મોદી, લોકસભા સ્પીકર ઓમ બિરલા, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ સાંસદોનું સંસદ ભવનમાં આગમન બાદ નવી સંસદની તસવીરો સામે આવી છે, જેમાં વડાપ્રધાન મોદી સહિત તમામ સાંસદો બેઠેલા જોવા મળી રહ્યા છે.

Pictures of the new Parliament have surfaced, in which all the MPs including Prime Minister Modi are seen sitting.

ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની જુનમાં થયેલી હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો ખૂબ બગડ્યાં છે. કેનેડાના પીએમ જસ્ટીન ટ્રૂડોએ ભારત પર ગંભીર આરોપ લગાવીને આ વિવાદની શરુઆત કરી હતી. ટ્રૂડોએ કેનેડાની સંસદમાં કહ્યું હતું કે અમને અમારી ગુપ્તચર એજન્સીઓએ ઈનપુટ આપ્યાં છે કે હરદીપ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે. કદાચ પહેલી વાર કોઈ દેશે સીધી રીતે ભારત પર હત્યાનો આવો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે કહ્યું હતું કે અમારી જમીન પર અમારા નાગરિકની હત્યામાં કોઈ વિદેશી સરકારની સંડોવણી સાંખી નહીં લઈએ. બસ ટ્રૂડોના આવા આરોપ બાદ બન્ને વચ્ચે સંબંધો ખરાબ થવા લાગ્યાં.ભારતે નિજ્જરની હત્યામાં સંડોવણીનો ટ્રૂડોનો આરોપ ફગાવી દીધો છે. એટલું જ નહીં પરંતુ હવે ભારતે કેનેડાના ટોચના રાજદૂતને 5 દિવસની અંદર દેશ છોડવાનો આદેશ આપી દીધો છે. 

ક્રિકેટ જગતમાં કિંગ તરીકે જાણીતા વિરાટ કોહલી સમય આવ્યે દેશભક્તિ પણ દેખાડી જાણે છે. પોતાના માનીતા સિંગરનું એક ખોટું કામ કોહલીને ખટકી ગયું અને તરત તેણે તેની સાથે નાતો કાપી નાખ્યો. વાત છે કેનેડાના જાણીતા સિંગર શુભની છે. સિંગર શુભે સોશિયલ મીડિયામાં ભારતનો વિકૃત નકશો બનાવીને શેર કર્યો હતો. બસ કોહલીને આ વાતે વાંકી પડી ગયું અને તેણે તરત પગલું ભરતાં શુભને ઈન્સ્ટા પર અનફોલો કરી દીધો. શુભ પર ખાલિસ્તાન સમર્થક હોવાનો આરોપ લાગ્યો છે.ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો કે શુભ તેના ફેવરિટ સિંગર્સમાંનો એક છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ