બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / What is the new disaster for Congress, inheritance tax and talk of Mangalsutra

મહામંથન / કોંગ્રેસ માટે નવી આફત? વારસા ટેક્સ અને મંગળસૂત્રની વાતોનું વજૂદ શું છે?

Dinesh

Last Updated: 11:54 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: સેમ પિત્રોડાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. સેમ પિત્રોડાએ વારસાગત કરની વાત કરી છે તેમજ અમેરિકાનું ઉદાહરણ આપ્યું છે

સેમ પિત્રોડા કોઈ મુદ્દે વાત કરે એટલે તેમાં બૌદ્ધિક સ્તર ચોક્કસ કક્ષાએ હોવાનું છે પણ બને છે એવું કે સેમ પિત્રોડાની બૌદ્ધિક ક્ષમતા કોંગ્રેસને ભારે પડે છે અને ભાજપ માટે ફૂલટોસ સાબિત થઈ જાય છે. 2019ની ચૂંટણીમાં 1984ના શીખ રમખાણ માટે હુઆ તો હુઆ વાક્યપ્રયોગના પડઘા તેનું ઉદાહરણ છે. હવે 2024ની ચૂંટણી છે અને ફરી સેમ પિત્રોડા જ ચર્ચામાં છે. આ વખતે ચર્ચાનું કારણ છે સેમ પિત્રોડાએ આપેલા ઈન્ટરવ્યૂમાં વારસાગત કરની કરેલી વાત. સેમ પિત્રોડાએ પોતાના ઈન્ટરવ્યૂમાં અમેરિકામાં લાગુ વારસાગત કર અંગે વાત કરી તેના ફાયદા સમજાવ્યા અને ભારતમાં આ કાયદા અંગે ચર્ચા થવી જોઈએ તેવું કહ્યું. પ્રધાનમંત્રીએ પણ તક ઝડપીને ફૂલટોસની જેમ મુદ્દાને ઉછાળ્યો અને તેના પડઘા રાજકીય રીતે પડી રહ્યા છે. જો રાજકારણના ઈતિહાસમાં જઈએ તો જાણીને કદાચ નવાઈ લાગે પણ ભારતમાં 1985 સુધી વારસાગત કર જેને ઈનહેરિટન્સ ટેક્સ કહે છે તે વસૂલાતો હતો પરંતુ રાજીવ ગાંધીની સરકારે જ આ કાયદો હટાવ્યો હતો અને કારણ એવુ આપ્યું હતું કે જે હેતુ માટે કાયદો લાવવામાં આવ્યો તે હેતુ સરતો નથી અને વારસાગત કરની આવક કરતા તેની પાછળ થતો વહીવટી ખર્ચ ક્યાંય વધારે છે. ત્યારે સાદો સવાલ એ થાય કે રાજીવ ગાંધીના જ મિત્ર એવા સેમ પિત્રોડાને આ વાત ક્યાંથી સૂઝી અને કઈ રીતે સૂઝી. જો કે આ સવાલ કરતા પણ ભારત માટે તો વધુ મહત્વનો સવાલ એ છે કે એટલી સંપતિ છે કોની પાસે જેને વહેંચી શકાય. સૌથી મોટી લોકશાહીની લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે સંપતિ, મંગળસૂત્ર જેવા મુદ્દાઓ જરૂરી છે કે મૂળભૂત સુવિધાઓની વાત કરવી જરૂરી છે? દેશમાં એવું કયુ મિકેનિઝમ છે જે વ્યક્તિની કમાયેલી મૂડી કે સંપતિનો હિસાબ કિતાબ કરશે? 

નિવેદન બાદ રાજકારણ ગરમાયું
સેમ પિત્રોડાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. સેમ પિત્રોડાએ વારસાગત કરની વાત કરી છે તેમજ અમેરિકાનું ઉદાહરણ આપ્યું છે. સેમ પિત્રોડાના વારસાગત કરના નિવેદન બાદ પ્રહારોનો દોર ચાલી રહ્યો છે. ભાજપે કોંગ્રેસ ઉપર રાબેતા મુજબના પ્રહાર કર્યા છે. સવાલ એ છે કે ભારતમાં વારસાગત કર શક્ય છે? ચૂંટણી સમયે જ અવાસ્તવિક વાતો પ્રચારમાં શા માટે આવે? વારસાગત કર અને મંગળસૂત્ર જેવી વાતનું વજૂદ શું? વ્યક્તિની કમાયેલી મૂડીનો હિસાબ કોણ કરી શકે?

સેમ પિત્રોડાએ શું કહ્યું?
તેમણે કહ્યું હતું કે, અમેરિકામાં વારસાગત કરનો કાયદો છે તેમજ વારસાગત કર અંગે ભારતમાં ચર્ચા થવી જોઈએ. ચર્ચાનો સાર કંઈપણ નિકળી શકે છે અને તકલીફ એ છે કે ભારતમાં આવા કાયદા અંગે ચર્ચા થતી નથી. અમેરિકામાં કોઈ અબજપતિનું મૃત્યુ થાય તો તેની સંપતિમાંથી 45% જ સંતાનોને મળે છે. બાકીના 55% સરકાર પાસે જાય છે. વારસાગત કરનો હેતુ એ છે કે તમે કમાયા તો જનતાને શું મળ્યું?

પ્રધાનમંત્રીએ શું કહ્યું?
પ્રધાનમંત્રીએ કહ્યું કે, કોંગ્રેસની નજર તમારી સંપતિ ઉપર છે અને તમારા ફર્નિચર, ઘરેણા, બચત તમાનો હિસાબ માગવામાં આવશે. કોંગ્રેસના શાહજાદાના સલાહકારો વારસાગત કરની સલાહ આપે છે. શાહજાદાના સલાહકારો તમારી 55% સંપતિ સરકારને આપવાનું કહે છે. શાહજાદાના સલાહકારો જે વાત કરે છે તેના ઉપરથી કોંગ્રેસની માનસિકતા છતી થાય છે. કોંગ્રેસનું એક જ સૂત્ર છે માત્ર લૂંટ, જિંદગી પહેલા અને જિંદગી પછી પણ.

અમેરિકામાં વારસાગત કરનો કાયદો શું છે?
અમેરિકામાં વારસામાં મળનારી સંપતિ ઉપર કર લાગે છે. અમેરિકામાં વારસાગત કરનો કાયદો 6 રાજ્યમાં લાગુ છે. 1% થી લઈને 16% સુધી વારસાગત કર લગાવવામાં આવે છે. વારસાગત લાગુ થવાના અમેરિકામાં અલગ માપદંડ છે તેમજ વારસાગત કર મૃતકના વારસદારે ભોગવવાનો આવે છે. મૃતક સાથે વારસદારનો સંબંધ, મૃતક ક્યાં રહેતો હતો વગેરે પરિબળ જોવાય છે. અમેરિકામાં કેન્દ્રિય સ્તરે વારસાગત કર લાગુ નથી. અમેરિકાના 6 રાજ્યોમાં વારસાગત કરનો કાયદો લાગુ પડે છે. આયોવા, મેરીલેન્ડ, કેન્ટકી, નેબ્રાસ્કા, ન્યૂજર્સી, પેન્સિલવેનિયામાં કાયદો લાગુ છે. પેન્સિલવેનિયામાં 2025 સુધીમાં વારસાગત કરનો કાયદો સમાપ્ત થશે

વાંચવા જેવું:  10, 20, 100 કે 400 નહીં આ લોકસભા સીટ પર 537 લોકોએ ભર્યું હતું ઉમેદવારી ફોર્મ, 66 મહિલા ઉમેદવાર પણ સામેલ

ભારતમાં વારસાગત કર હતો?
અગાઉ ભારતમાં પણ વારસાગત કર વસૂલાતો હતો તેમજ ભારતમાં જ્યારે સમાજવાદી અર્થવ્યવસ્થા હતી ત્યારે વારસાગત કર હતો. 1985 પહેલા દેશમાં લગભગ 85% સુધી વારસાગત કર વસૂલાતો હતો. 1985માં રાજીવ ગાંધીની સરકારે વારસાગત કર ખતમ કર્યો અને રાજીવ ગાંધીની સરકારમાં તત્કાલિન નાણામંત્રી વી.પી.સિંહે વારસાગત કર દૂર કર્યો હતો. સરકારનો તર્ક હતો કે વારસાગત કરથી થતી આવક ખર્ચની સામે નહીંવત છે. સરકારે બીજો તર્ક આપ્યો કે જે હેતુથી કર લાગુ હતો તે હેતુ સરતો નથી. સરકાર પણ વારસાગત કરને લઈને અનેક કાયદાકીય દાવાઓમાં ફસાઈ હતી

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ