બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'તમારી છોકરી શું ગુલ ખિલાવે છે' ગંદી બાતની બોલ્ડ અભિનેત્રીએ કર્યા અંગત ખુલાસા
6 ફોટો ગેલેરી
Last Updated: 02:43 PM, 3 October 2024
1/6
મોટિવેશનલ સ્પીકર અને એક્ટ્રેસ અન્વેશી જૈને પોતાના શરૂઆતી દિવસોના સ્ટ્રગલ પર વાત કરી. અન્વેષીએ જણાવ્યું કે તે એકતા કપૂરના બાલાજી પ્રોડક્શનનું નામ સાંભળીને ઓડિશન આપવા ગઈ હતી. તેને ન હતી ખબર કે આ ઓડિશન, એડલ્ટ વેબ સીરિઝ ગંદી બાત માટે થઈ રહ્યું છે. જ્યારે તેમને ખબર પડી તો તે ગભરાઈ ગઈ હતી. તેમને ટેન્શન થવા લાગ્યું હતું કે જો તેણે આ શો કર્યો તો તેના માતા પિતા શું કહેશે.
2/6
અન્વેષીએ જણાવ્યું કે, "મને કંઈ સમજ ન હતું આવી રહ્યું. મેં અમુક લોકોને પુછ્યું તો તેમણે કહ્યું કે આવી તક ફરી નહીં મળે. મેં પ્રોડક્શનના સામે શરત મુકી હતી કે મારો સીન યુવક સાથે નહીં યુવતી સાથે હશે. તે માની ગયા. પરંતુ મને સારૂ ન હતું લાગી રહ્યું. મને અવું લાગી રહ્યું હતું કે હું મારી બોડી વેચી રહી છું. હું સેટ પર બેસીને રડતી હતી."
3/6
4/6
અન્વેષીએ આગળ જણાવ્યું, "મારો નાનો ભાઈ જે હંમેશા મારો સપોર્ટ કરતો હતો તેણે પણ એક ઝટકામાં કહી દીધુ કે તુ ટેલેન્ટના કારણે નહીં પરંતુ પોતાની બોડીના કારણે ફેમસ થઈ છે. ભાઈની વાત સાંભળીને એવું લાગ્યું કે જાણો બધુ જ ખતમ થઈ ગયું છે. જોકે બાદમાં તેને પસ્તાવો થયો અને તેણે માફી માંગી."
5/6
અન્વેષીએ આગળ જણાવ્યું, "મેં આ સીરિઝના રિલીઝ થયા બાદ કસમ ખાઈ લીધી કે હું ફરી ક્યારેય આવો રોલ નહીં કરૂ. મેં ફિલ્મ શેરશાહના ગીત રાતા લંબિયાનું કવર વર્ઝન ગાયું. જેના કારણે મને સારૂ એક્સપોઝર મળ્યું. તેની બાદ મેં એક ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું જે બ્લોકબસ્ટર સાબિત થઈ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ