બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Water level of Sabarmati river increased at Ahmedabad riverfront

એલર્ટ / VIDEO: અમદાવાદીઓ સાચવજો! સાબરમતીમાં ઘોડાપૂર, રિવરફ્રન્ટનો નિચલો ભાગ પાણીમાં ગરકાવ

Khyati

Last Updated: 05:08 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉપરવાસમાં વરસાદને કારણે હરણાવ અને સાબરમતી નદી બે કાંઠે વહી છે. ધરોઇ ડેમમાં પાણીનું લેવલ જાળવવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું

  • ઉપરવાસમાં વરસાદ થતા સાબરમતી નદી બે કાંઠે
  • ધરોઇ ડેમમાંથી સાબરમતી ડેમમાં છોડાયુ પાણી
  • રિવરફ્રન્ટ વૉક વે કરાયો બંધ 

મેઘરાજા શ્રાવણ માસના સરવરિયાને બદલે ધોધમાર વરસી રહ્યા છે. વરસાદની આ ઇનિંગમાં વારો આવ્યો છે ઉત્તર ગુજરાતનો. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ તો ધડબડાટી બોલાવી દીધી છે. નદીઓના જળસ્તર વધતા ક્યાંક પૂરની સ્થિતિ નિર્માણ પામી છે તો ક્યાંક ડેમોના દરવાજા ખોલવાની નોબત આવી છે.  ઉત્તર ગુજરાતમાં વરસાદને કારણે સાબરમતી નદી બે કાંઠે વહી છે. 

દૂધેશ્વર ખાતે નદીનું જળસ્તર વધ્યું

અમદાવાદની સાબરમતી નદીમાં કલાકે કલાકે જળસપાટીમાં વધારો થઇ રહ્યો છે. દૂધેશ્વર બ્રિજ પાસે તો નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદને કારણે પાણી છોડાતા જળસ્તર સતત વધી રહ્યું છે. 

ઇન્દિરા બ્રિજ ખાતે જળસ્તર વધ્યું

ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ થતા ધરોઇ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. ભારે વરસાદને પગલે ધરોઇ ડેમના દરવાજા ખોલતા પાણી અમદાવાદ રિવરફ્રન્ટમાં આવ્યું. ઉપરવાસમાંથી પાણી આવતા અમદાવાદનું તંત્ર એલર્ટ થયું છે. ઇન્દિરા બ્રિજ ખાતે પાણીના પ્રવાહમાં વધારો થવા પામ્યો છે. 

સાબરમતી વહી બે કાંઠે, તંત્ર એલર્ટ
 
આ તરફ સાબરમતી નદીમાં પાણીની આવક વધતા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે.  અમદાવાદ કંટ્રોલ રૂમ ખાતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.  અમદાવાદ કંટ્રોલ રૂમથી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.  ધરોઇ ડેમમાંથી 66,000 ક્યુસેક પાણી છોડાયું છે. પરિણામે  વાસણા બેરેજના 30માંથી 24 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. 

 

વાસણા બેરેજના 24 દરવાજા ખોલાયા 

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે વાસણા બેરેજના તમામ દરવાજા ખોલાયા છે. મેઘરાજા મહેરબાન થતા વાસણા બેરેજ ખાતે 8 હજાર 358 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. તો આવક સામે વાસણા બેરેજમાંથી 21 હજાર 630 ક્યુસેક પાણી છોડાયું છે.  વાસણા બેરેજની હાલની જળ સપાટી 127 ફૂટ નોંધાઇ છે.  ધરોઈ ડેમ અને નર્મદાનું પાણી સાબરમતીમાં આવતા બેરેજના દરવાજા ખોલાયા છે.

 

સંત સરોવરના 21 દરવાજા ખોલાયા 

ગાંધીનગર સંત સરોવરના 21 દરવાજા ખોલવામાં આવ્યા છે. અહીંથી 66 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જે સાબરમતી રિવરફ્ર્ન્ટથી વાસણા બેરેજ સુધી પહોંચશે. પાણી છોડાતા ગાંધીનગર જિલ્લાના નદીકાંઠે આવેલા 10 ગામોને એલર્ટ કરાયા છે.

ઇન્દ્રોડા, શાહપુર, રાયસણ, ધોળાકૂવા, રાંદેસર, વલાદ, સહિતના ગામોને નદીકાંઠે ન જવાની સૂચના આપવામાં આવી છે. ધરોઇ ડેમમાં પાણીની આવક વધતા લેવલ મેઇન્ટેન કરવા સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ