બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Water comes, people strain with two-wheelers: Desolation after rains in Rajasthan

મેઘકહેર / VIDEO: પાણી આવ્યું, લોકો ટુ-વ્હીલરની સાથે તણાવવા લાગ્યા: રાજસ્થાનમાં વરસાદ બાદ તારાજી, જોધપુર થયું જળમગ્ન

Priyakant

Last Updated: 11:57 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajasthan Rain Update News: મધરાત્રે દોઢથી બે કલાક સુધી જોરદાર વરસાદ બાદ માર્ગો પર 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા, રસ્તા પર કાગળની જેમ પાણી વચ્ચે બાઇક અને માણસો વહેતા જોવા મળ્યા

  • રાજસ્થાનમાં આ વખતે ચોમાસુ મહેરબાન બન્યું 
  • જોધપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો
  • રસ્તા પર કાગળની જેમ પાણી વચ્ચે બાઇક અને માણસો તણાવવા લાગ્યા

રાજસ્થાનમાં આ વખતે ચોમાસુ મહેરબાન બન્યું છે. વાત જાણે એમ છે કે, અવિરત વરસાદને કારણે રાજસ્થાનમાં સ્થિતિ એવી બની છે કે ચોમાસાનો ક્વોટા પૂરો થઈ ગયો છે, જોકે હજુ એકથી દોઢ મહિના સુધી ચોમાસું સક્રિય રહેવાનું છે. આ દરમિયાન રાજસ્થાનના જોધપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં ગત રાત્રે એટલો જોરદાર વરસાદ પડ્યો હતો કે, રસ્તા પર કાગળની જેમ પાણી વચ્ચે બાઇક અને માણસો વહેતા જોવા મળ્યા હતા.

જોધપુર શહેરની જૂની દિવાલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક તરફ બાઇક સાથે એક વ્યક્તિ પાણીના જોરદાર પ્રવાહમાં વહી રહ્યો છે. આવો જ વીડિયો પણ સામે આવ્યો છે જેમાં ઘણી બધી બાઇક કાગળની જેમ વહેતી જોવા મળી રહી છે. બંને વીડિયો જોધપુરના છે. ગત રાત્રે લગભગ દોઢથી બે કલાક સુધી જોરદાર વરસાદ પડ્યો હતો, જેના કારણે માર્ગો પર 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા હતા. જેમનું મોડી રાત સુધી સ્થળાંતર થઈ શક્યું ન હતું.

જયપુર હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું
હવામાન નિષ્ણાતોના મતે રાજસ્થાનને આખા જુલાઈ દરમિયાન આ નુકસાનકારક વરસાદથી કોઈ રાહત મળવાની નથી. કારણ કે આજથી રાજસ્થાનમાં ચોમાસાનો નવો સ્પેલ શરૂ થવા જઈ રહ્યો છે. જેના કારણે રાજસ્થાનના દરેક જિલ્લામાં 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.

વરસાદને કારણે 36 લોકોએ જીવ ગુમાવ્યા
રાજસ્થાનમાં આ વખતે વરસાદને કારણે પાણીમાં વહેવાથી અથવા ખાડામાં ડૂબી જવાથી 3 ડઝનથી વધુ લોકોના મોત થયા છે.જોકે મોટાભાગના કિસ્સાઓમાં વળતર પણ વહીવટ અથવા સરકાર દ્વારા આપવામાં આવશે. પરંતુ રાજસ્થાનના દરેક જિલ્લામાં અવિરત વરસાદે વહીવટીતંત્ર અને સરકારના દાવાઓની પોલ ખોલી નાખી છે. જોધપુર પરકોટમાં રહેતા લોકોનું કહેવું છે કે, આ વિસ્તારમાં ડ્રેનેજ સિસ્ટમ બિલકુલ સારી નથી જેના કારણે ત્યાં દર વખતે આવી જ સ્થિતિ સર્જાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ