બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / Watch: Rohit Sharma shows generosity off the field, after watching the video, you too will praise the Indian captain.

Video / રોહિત શર્માએ ફરી એકવખત લોકોના જીતી લીધા દિલ, ભારતીય કેપ્ટનની ઉદારતા જોઈને તમે પણ પેટ ભરીને કરશો વખાણ

Pravin Joshi

Last Updated: 05:08 PM, 3 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ODI વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા એકમાત્ર એવો કેપ્ટન રહ્યો છે જેની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાનની અંદર બેટથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે.

  • રોહિત શર્મા વર્લ્ડકપમાં શાનદાર ફોર્મમાં
  • ભારતીય કેપ્ટને મેદાનની બહાર પણ બતાવી ઉદારતા
  • સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોના દિલ પણ જીતી લીધા 

ODI વર્લ્ડ કપ 2023માં રોહિત શર્મા એકમાત્ર એવો કેપ્ટન રહ્યો છે જેની ટીમ અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. ભારતીય કેપ્ટન રોહિત શર્મા મેદાનની અંદર બેટથી શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. હવે તેણે પોતાની ઉદારતાથી મેદાનની બહાર એટલે કે સ્ટેન્ડમાં બેઠેલા દર્શકોના દિલ પણ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ભારતીય કેપ્ટન એક પ્રશંસકને જૂતા આપતો જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે હિટમેન સ્ટેન્ડની વચ્ચે બનેલા પાથમાં ઊભો છે અને ચાહકોને કેટલાક સંકેતો આપી રહ્યો છે. પછી આ દરમિયાન તે સ્ટેન્ડમાં હાજર ફેનને જૂતા આપે છે. વીડિયોમાં સ્ટેન્ડમાં હાજર દર્શકો રોહિત ભાઈ, રોહિત ભાઈની બૂમો પાડતા સાંભળી શકાય છે. એક તરફ મેદાનની અંદર રોહિત શર્મા પોતાના બેટથી બોલરોની ગતિ બગાડી રહ્યો છે તો બીજી તરફ તે બહાર ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર છોડી રહ્યો નથી.

 

ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ 

 

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ખૂબ જ સારા ફોર્મમાં જોવા મળી રહી છે. રોહિત બ્રિગેડે ત્રણેય વિભાગોમાં ઉત્તમ કામગીરી કરી છે. આ સાથે જ યજમાન ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે ગયા ગુરુવારે (02 નવેમ્બર) શ્રીલંકાને હરાવ્યું અને ટૂર્નામેન્ટમાં તેની સતત સાતમી જીત મેળવી અને સેમિફાઇનલની ટિકિટ મેળવી.

ચાર રન પર આઉટ થઈને પણ રોહિત શર્માએ કર્યો આ કમાલ, MS ધોની અને અઝરૂદ્દીન પણ  પછડાયા, જાણો વિગતવાર | sports cricket rohit sharma becomes the first indian  to complete 400 runs

રોહિત શર્મા શાનદાર ફોર્મમાં

તમને જણાવી દઈએ કે અત્યાર સુધી રોહિત શર્માએ પોતાના બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 7 મેચની 7 ઈનિંગ્સમાં 57.43ની એવરેજ અને 119.64ની સ્ટ્રાઈક રેટથી 402 રન બનાવ્યા છે, જેમાં 1 સદી અને 2 અડધી સદી સામેલ છે. આ દરમિયાન રોહિત શર્માના બેટમાંથી 44 ચોગ્ગા અને 20 છગ્ગા આવ્યા હતા. ભારતીય કેપ્ટન હાલમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ