બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / મુંબઈ / મહારાષ્ટ્રમાં ભારે વરસાદની ચેતવણી, પુણેમાં રેડ એલર્ટ તો મુંબઈમાં ઓરેન્જ એલર્ટ જાહેર
Last Updated: 08:31 AM, 4 August 2024
Maharashtra Rain : દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈમાં મેઘમહેર વચ્ચે આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાસ્તવમાં ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં રવિવાર સુધી ભારે વરસાદને લઈને ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પાલઘર, પુણે અને સતારા જિલ્લાના સંબંધમાં 4 ઓગસ્ટ માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે થાણે, મુંબઈ, રાયગઢ, સિંધુદુર્ગ અને નાસિકમાં ભારે વરસાદની સંભાવના સાથે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે, પાલઘરમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ હોવા છતાં પુણે અને સાતારાના દરિયાકાંઠાના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સાથે મેદાની વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે.
ADVERTISEMENT
હિમાચલમાં 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદની ચેતવણી
વાદળ ફાટવા અને ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં અચાનક પૂર અને ભૂસ્ખલન થયું છે જેના કારણે 114 રસ્તાઓ બંધ થઈ ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે, રાજ્યમાં 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર અનુસાર ટ્રાફિક માટે બંધ કરાયેલા રસ્તાઓમાંથી 36 મંડીમાં, 34 કુલ્લુમાં, 27 શિમલામાં, આઠ લાહૌલ અને સ્પીતિમાં, સાત કાંગડામાં અને બે કિન્નૌર જિલ્લામાં છે. શનિવારે રાજ્યના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. શુક્રવાર સાંજથી જોગીન્દરનગરમાં સૌથી વધુ 85 મીમી, ગોહર 80 મીમી, શિલારુ 76.4 મીમી, પાઓંટા સાહિબ 67.2 મીમી, પાલમપુર 57.2 મીમી, ધર્મશાલા 56.2 મીમી અને ચૌપાલ 52 મીમી વરસાદ નોંધાયો છે. સ્થાનિક હવામાન કચેરીએ હિમાચલમાં 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.
27 જૂનથી 1 ઓગસ્ટની વચ્ચે 77 લોકોએ જીવ ગુમાવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર 27 જૂનથી 1 ઓગસ્ટ વચ્ચે વરસાદની ઘટનાઓમાં 77 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 655 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કુલ્લુના નિર્મંદ, સાંજ અને મલાના, મંડીના પધાર અને શિમલાના રામપુર સબડિવિઝનમાં 31 જુલાઈની રાત્રે વાદળ ફાટવાની અનેક ઘટનાઓને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા. વાદળ ફાટ્યા પછી ગુમ થયેલા 45 લોકોની શોધ શનિવારે પણ ચાલુ રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.