બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Want to get rid of diabetes? So start drinking these 4 herbal teas daily, then see the benefits

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસથી મેળવવો છે છૂટકારો? તો રોજ આ 4 હર્બલ ટી પીવાનું શરૂ કરો, પછી જુઓ ફાયદો

Megha

Last Updated: 04:17 PM, 14 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Herbal Tea For Diabetes: ડાયાબિટીસમાં ખોરાક યોગ્ય રીતે લઈએ તો બ્લડ શુગર લેવલ અસામાન્ય રહે છે પણ આ હર્બલ ટી પી ને બ્લડ શુગરના સ્તરને સામાન્ય બનાવી શકાય છે.

  • આજકાલ મોટાભાગના લોકો ડાયાબિટીસથી પીડિત છે
  • આ હર્બલ ચાથી બ્લડ શુગરના સ્તરને સામાન્ય બનાવી શકાય 
  • આ હર્બલ ટી ઘરે બનાવવીને પીવી ખૂબ જ સરળ છે

Herbal Tea For Diabetes: ડાયાબિટીસ એ એક એવો રોગ છે જે બેઠાડુ જીવન અને ખરાબ ખાન પાનને લીધે તેમજ વારસાગત જોવા મળે છે. આજે મોટાભાગના લોકો આ રોગથી પીડિત છે. જો કે ડાયાબિટીસના દર્દીઓ માટે બજારમાં ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ આ રોગનો ઘરગથ્થુ ઉપચાર પણ છે. સાથે સાથે ખાવામાં પણ કેટલીક પરેજી રાખવામાં આવે તો ડાયાબીટીસને કંટ્રોલમાં કરી શકાય છે.  

ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં આહાર મુખ્ય ભૂમિકા ભજવે છે. જો તમારો ખોરાક યોગ્ય ન હોય તો બ્લડ શુગર લેવલ અસામાન્ય રહેશે. તે જ સમયે બ્લડ શુગરનું સંતુલન અને સંચાલન બંને યોગ્ય આહાર પર આધારિત છે.આવી સ્થિતિમાં આજે એમ તમને એવી હર્બલ ચા બનાવવાની પદ્ધતિ જણાવશું જેનો ઉપયોગ કરીને ડાયાબિટીસમાં બ્લડ શુગરના સ્તરને સામાન્ય બનાવી શકાય છે. આ હર્બલ ટી ઘરે બનાવવીને પીવી ખૂબ જ સરળ છે. 

ડાયાબિટીસ માટે હર્બલ ટી 
તજની ચા 
ડાયાબિટીસમાં તજની ચા પી શકાય છે. તજ ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધારવામાં અસરકારક છે અને તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે. ગરમ પાણીમાં તજ ઉમેરીને ઉકાળીને તજની ચા તૈયાર કરવામાં આવે છે. 

લાલ જાસૂદની ચા (Hibiscus Tea) 
જાસૂદની ચા ફૂલોને ઉકાળીને તૈયાર કરવામાં આવે છે. જાસૂદની ચા પીવાથી શરીરને એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે. બ્લડ શુગરની સાથે આ ચા પીવાથી બ્લડ પ્રેશરની સમસ્યા પણ ઓછી થાય છે. 

એલોવેરાની ચા 
એલોવેરા સ્વાસ્થ્ય માટે એક નહીં પરંતુ અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. એલોવેરા ચા બનાવવા માટે તાજા એલોવેરા પલ્પને પાણીમાં ઉકાળીને તેને સવારે ખાલી પેટ પીવામાં આવે છે. 

આદુની ચા 
આદુની ચા સાંભળીને મનમાં દૂધ સાથે આદુની ચાનો વિચાર આવે છે પણ અમે આદુની દૂધ વગરની હર્બલ ટી વિશે વાત કરી રહ્યા છીએ. આદુને કાપીને પાણીમાં ઉકાળીને તેમાં લીંબુનો રસ નાખીને ચા તૈયાર કરવામાં આવે છે. આ ચા પીવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે. આ સાથે આ ચા મેટાબોલિઝ્મને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ