બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Wagon Blast in Kheda, Locals Violated, VTV EXCLUSIVE VIDEO

VTV EXCLUSIVE / મકાનોમાં તિરાડ, વિદ્યાર્થીઓમાં ફફડાટ: ખેડા જિલ્લાના ગોટાડી સહિતના ગામોમાં ખનન માફિયાઓના ગેરકાયદે વેગન બ્લાસ્ટથી સ્થાનિકો ત્રાહિમામ

Priyakant

Last Updated: 11:44 AM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

VTV પાસે વેગન બ્લાસ્ટ કરતો EXCLUSIVE વીડિયો, ભુમાફિયાઓ વેગન બ્લાસ્ટ કરતાં હોઇ માનવસર્જિત ભૂકંપના આંચકાઓનો અનુભવ થાય છે. જોકે આ વેગન બ્લાસ્ટને કારણે અનેક ગામડાઓમાં મકાન અને શાળાઓની દિવાલોમાં રીતસરની તિરાડો પડી

  • ખેડા જિલ્લાના ગોટાડી ગામે ભુમાફિયાઓની દહેશત
  • ગોટાડી ગામે રોજ અનુભવાય છે માનવસર્જિત ભુકંપના આંચકા
  • VTV પાસે વેગન બ્લાસ્ટ કરતો EXCLUSIVE વીડિયો 
  • ગેરકાયદેસર ભારે વેગન બ્લાસ્ટને કારણે ધ્રુજે છે ધરા
  • રહેણાંક વિસ્તારના 150 મીટર અંતરે થઈ રહ્યુ છે બ્લાસ્ટિંગ
  • ગેરકાયદેસર બ્લાસ્ટને કારણે ગામની પ્રાથમિક શાળા, મકાનોમાં તિરાડો

ખેડા જિલ્લાના ગોટાડી ગામે ભુમાફિયાઓની દહેશત સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગોટાડી ગામે રોજ માનવસર્જિત ભુકંપના આંચકા અનુભવાય છે. ખેડાના ઓથવાડ અને દનાદરામાં વેગન બ્લાસ્ટને કારણે સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. આ અગાઉ VTVએ તાજેતરમાં જ અહેવાલ બતાવ્યો હતો. જોકે VTV પાસે વેગન બ્લાસ્ટ કરતો EXCLUSIVE વીડિયો છે. જેમાં જોઈ શકાય છે, બ્લાસ્ટને કારણે આસપાસના વિસ્તારમાં મકાનો તિરાડો પડે છે. 

ખેડા પંથકમાં ભુમાફિયાઓ વેગન બ્લાસ્ટ કરતાં હોઇ માનવસર્જિત ભૂકંપના આંચકાઓનો અનુભવ થાય છે. જોકે આ વેગન બ્લાસ્ટને કારણે અનેક ગામડાઓમાં મકાન અને શાળાઓની દિવાલોમાં રીતસરની તિરાડો પડી ગઈ છે. નોંધનીય છે કે, આ અંગે VTV ન્યૂઝ દ્વારા અગાઉ અહેવાલ પ્રસારિત કરાયો હતો. જે બાદમાં તંત્ર થોડોક ટાઈમ પૂરતું હરકતમાં આવ્યું હતું. જોકે બાદમાં જાણે GPCB અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ આ ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ બની છે. 

VTV પાસે વેગન બ્લાસ્ટ કરતો EXCLUSIVE વીડિયો 
અમારી ટીમે અગાઉ આ અંગે અહેવાલ પ્રસારિત કર્યા બાદ હવે વેગન બ્લાસ્ટનો EXCLUSIVE વીડિયો અમારી પાસે છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વેગન બ્લાસ્ટ કરવામાં આવે છે. આ સાથે વેગન બ્લાસ્ટ દરમિયાન શું-શું નુકશાન થઈ શકે છે. વેગન બ્લાસ્ટના આ વિડીયોમાં જોઈ શકાય છે કે, બ્લાસ્ટ દરમિયાન જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો અનુભવ થાય છે. 

વેગન બ્લાસ્ટના કારણે ધરતીકંપ જેવો આંચકો અનુભવાય છે. વિગતો મુજબ ખેડા પંથકના ઓથવાડ અને દનાદરામાં રોજ વેગન બ્લાસ્ટ થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. આ તરફ અગાઉ VTVએ અહેવાલ બતાવ્યા બાદ જોઈન્ટ સમિતિની એક દિવસની તપાસ બાદ સ્થિતી ઠેરની ઠેર છે. આ તરફ હવે માથાભારે ખનન માફિયાઓ દ્વારા રોજ વેગન બ્લાસ્ટ કરાતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો બીજી તરફ GPCB અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ ષડયંત્ર ચાલી રહ્યું હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે . 

માથાભારે ખનન માફિયાઓ સામે તપાસ ક્યારે ? 
ખેડા પંથકમાં માથાભારે ખનન માફિયાઓ વેગન બ્લાસ્ટ કરી પંથકના અનેક ઘર-શાળાઓને નુકશાન પહોંચાડી રહ્યા છે. જેને લઈ VTV એ અહેવાલ બતાવ્યા બાદ  જોઈન્ટ સમિતિને તપાસ સોંપાઈ હતી. જોકે નિયમો નેવે મુકનાર સામે જોઈન્ટ તપાસ સમિતિ રિપોર્ટ કરશે. પણ આ બધાની વચ્ચે સમગ્ર મામલામાં ભીનું સંકેલવાના પ્રયાસ થઈ રહ્યા છે. સરકારી કચેરીઓમાં ખનન માફિયાઓ ધમપછાડા કરી રહ્યા છે. તો બીજી તરફ ખનન માફિયાઓ વિરુદ્ધ પગલા લેવાય તેવી સ્થાનિકોની માંગ છે. 

Kheda Wagon Blast 

ગેરકાયદેસર ભારે વેગન બ્લાસ્ટને કારણે ધ્રુજે છે ધરા
ખેડા પંથકના રહેણાંક વિસ્તારના 150 મીટર અંતરે બ્લાસ્ટિંગ થઈ રહ્યુ હોવાનું સામે આવ્યું છે. જેને લઈ કલેક્ટર, મામલતદાર, ખાનખાણીજ વિભાગ સામે પ્રશ્નો ઉઠ્યા છે. આ સાથે પ્રદુષણ અને જમીન માપણી વિભાગ સામે પણ શંકાની સોય છે. નોંધનીય છે કે, 15 દિવસ અગાઉ લગ્ન મંડપમાં બ્લાસ્ટને કારણે નુકશાન થયુ હતું. ભુકંપમાં આંચકાથી મહેમાનોમાં દોડધામ મચી હતી. જે બાદ ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોએ VTV સમક્ષ વેદના ઠાલવી હતી. 

વેગન બ્લાસ્ટથી મકાનો-શાળાઓની દીવાલોમાં તિરાડ 
સ્થાનિક વિગતો મુજબ બ્લેક સ્ટોન માઇનિંગમાં રોજ વેગન બ્લાસ્ટ કરવામાં આવે છે. આ તરફ તેના ગંભીર પરિણામોના ભાગરૂપે ગામની પ્રાથમિક શાળા, મકાનોમાં તિરાડો જોવા મળી છે. ગોટાડી લાટમાં મકાનોમાં રોજે રોજ માનવસર્જિત ભૂકંપની દહેશતનો સામનો કરી રહ્યા છે. આ તરફ શાળાના વિદ્યાર્થીઓમાં પણ બ્લાસ્ટિંગને કારણે ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોની વારંવાર રજૂઆતોને જાણે રીતસર નજરઅંદાજ કરવામાં આવી રહી છે. વેગન બ્લાસ્ટને કારણે 650 હેકટર જમીનોમાં ઉભા પાકને માઇનિંગને કારણે નુકશાનની ભીતિ છે. 

સળગતા સવાલ 

  • ખાણખનીજ વિભાગ ખનન માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ નથી કરતું?
  • હજુ પણ ઓથવાડ અને દનાદરામાં બ્લાસ્ટ કેમ થાય છે?
  • શું ખાણખનીજ વિભાગ ખનીજ માફિયાને છાવરે છે?
  • જોઈન્ટ સમિતિની તપાસમાં બ્લાસ્ટ સામે કેમ ન આવ્યા?
  • શું ખાણખનીજ વિભાગ ખનીજ માફિયાઓ પાસેથી હપ્તો લે છે?
  • સ્થાનિકોને વેગન બ્લાસ્ટની સમસ્યાથી મુક્તિ ક્યારે મળશે?
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ