સુરતઃ શહેરના અડાજણ પોલીસ હપ્તા લેતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલમાં થતાં ખળભળાટ મચી ગયો છે. પાનના ગલ્લાવાળા પાસે હપ્તો ઉઘરાવતી પોલીસ CCTVમાં કેદ થઇ છે.
રાત્રે 11:30 વાગ્યે ગલ્લો બંધ કરવાના બહાને અડાજણ પોલીસ તોડ કરવા આવી હતી. અને અડાજણ પોલીસ સ્ટેશનથી 500 મીટર દૂર પાનના ગલ્લાવાળા પાસે હપ્તો ઉઘરાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારે પોલીસ કોન્સ્ટેબલનો વીડિયો વાયરલ થતા અને પોલીસની કામગીરી પર શંકા સર્જાઇ રહી છે. પોલીસની છાપ શું આવી જ રહેશે? પોલીસનું પેટ ભરાતુ નથી?