બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VIDEO: There was a fight between the baraatis,police become Gor Maharaj marriage was conducted

ઉત્તર પ્રદેશ / VIDEO: લગ્નમાં જાનૈયાઓ દારૂ પીને આવ્યા તો એવી બબાલ થઈ કે પોલીસે બનવું પડ્યું ગોર મહારાજ, જુઓ કઈ રીતે કરાવ્યા લગ્ન

Megha

Last Updated: 03:38 PM, 24 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજા બારાત લઈને દુલ્હનના દરવાજે પહોંચે છે પછી બોલાચાલી-મારામારી થાય છે અને અંતે પંડિતને બદલે પોલીસ કર્મચારીએ કરીને લગ્ન કરાવ્યા

  • એક અનોખા લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે
  • મારામારી બાદ જાનૈયા પાછા વળી ગયા હતા
  • પંડિતને બદલે પોલીસ કર્મચારીએ મંત્રોચ્ચાર કરીને લગ્ન કરાવ્યા  

સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જ્યારથી આ વિડીયો વાયરલ થવાનો સિલસિલો શરૂ થયો છે ત્યારેથી દરેક નાની મોટી ઘટના દેશના દરેક લોકો સુધી પંહોચતી થઈ ગઈ છે. એવામાં હાલ એક એવો જ વિડીયો વાયરલ થયો છે. જે એક અનોખા લગ્નનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજા બારાત લઈને દુલ્હનના દરવાજે પહોંચે છે, ત્યારે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થાય છે અને તે મારામારી તરફ દોરી જાય છે. બીજી તરફ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને જાતે જ મંત્ર વાંચી કરીને લગ્ન કરાવ્યા હતા.

લગ્નમાં લડાઈનો વિડિયો વાયરલ 
જણાવી દઈએ કે આ કિસ્સો ઉત્તર પ્રદેશના આંબેડકર નગરનો છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં વરરાજા સાથે આવેલા બારાતીઓ નશામાં હતા અને દુલ્હનના દરવાજે પહોંચતા જ ઘરવાળાઓ સાથે ઝઘડો કરવા લાગ્યા અને થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચે મારામારી શરૂ થઈ ગઈ.

મારામારી બાદ જાનૈયા પાછા વળી ગયા હતા
પરિવારજનો સાથે મારપીટ કર્યા બાદ બારતીઓ લગ્નની બારાત લઈને ભાગી ગયા હતા. દીકરી દુલ્હન બનીને બેઠી હતી અને જાનૈયા પાછા વળી ગયા હતા. બીજી તરફ આ વિસ્તારની પોલીસને આ વાતની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની માહિતી મળતાં જ છોકરાના પરિવારજનોને ફોન કરીને સમજાવ્યા હતા. આ સાથે પોલીસની ઘણી સમજાવટ બાદ બંને પક્ષો લગ્ન માટે રાજી થયા હતા.

પંડિતને બદલે પોલીસ કર્મચારીએ કર્યા મંત્રોચ્ચાર 
બંને પક્ષોને સમજાવવા અકબરપુર કોતવાલીના કરતોરા ગામ પહોંચેલી પોલીસે આ લગ્ન તો કરાવ્યા જ પણ આ સાથે જ પંડિતને બદલે પોલીસ કર્મચારીએ જોર જોરથી મંત્રોચ્ચાર કરીને તેમના લગ્ન કરાવ્યા અને આશીર્વાદ આપ્યા.

એક પોલીસકર્મીનો મંત્ર જાપ કરીને લગ્ન કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ વર્દીમાં ઊભેલો એક વ્યક્તિ વર-કન્યા સામે પંડિત બનીને મંત્ર જાપ કરીને લગ્ન કરાવતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને લોકો ખૂબ શેર કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ