બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / Video: Quinton de Kock made such a mistake against Australia, Markram cried in the middle of the field

World Cup 2023 / VIDEO: તો જીતી શકતું હતું સાઉથ આફ્રિકા... ક્વિન્ટન ડીકોકે કરી નાંખી મોટી ભૂલ, રડી પડ્યો બોલર માર્કરમ

Pravin Joshi

Last Updated: 04:58 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ODI વર્લ્ડ કપ-2023ની બીજી સેમીફાઈનલ મેચ ખૂબ જ રોમાંચક રહી અને ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટથી મેચ જીતી લીધી. પરંતુ આ મેચમાં દક્ષિણ આફ્રિકાના વિકેટકીપરે એક ભૂલ કરી જેના કારણે એડન માર્કરામ રડી પડ્યો.

  • દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી 
  • દક્ષિણ આફ્રિકાને હરાવી ઓસ્ટ્રેલિયાએ ફાઈનલમાં પ્રવશે કરી લીધો
  • ડી કોકે કેચ છોડતા બોલર માર્કરમની આંખોમાં આંસુ આવી ગયા

ભારતમાં રમાઈ રહેલા ODI વર્લ્ડ કપ-2023ની બે ફાઈનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતનો મુકાબલો પાંચ વખતના વિજેતા ઓસ્ટ્રેલિયા સામે થશે. ભારતે ન્યુઝીલેન્ડને હરાવીને ટાઈટલ મેચમાં જગ્યા બનાવી લીધી છે. ન્યૂઝીલેન્ડે ગુરુવારે રમાયેલી બીજી સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ઘણી મહેનત બાદ આ મેચ જીતી હતી. આ મેચમાં એક એવો તબક્કો હતો જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રભુત્વ મેળવી શકતું હતું અને પછી મેચ જીતી શકતું હતું પરંતુ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે આ તક ગુમાવી દીધી, જેને જોઈને એડન માર્કરામની આંખોમાં આંસુ આવી ગયા.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

મેચ ત્રણ વિકેટથી જીતી લીધી 

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી બીજી સેમીફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરીને ડેવિડ મિલરની શાનદાર સદીના આધારે 213 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પણ આ લક્ષ્યાંક હાંસલ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ઓસ્ટ્રેલિયાએ 47.2 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો અને મેચ ત્રણ વિકેટથી જીતી લીધી હતી.

 

મેચ પલટી શકે છે

ઓસ્ટ્રેલિયન ટીમ એક-એક રન માટે સંઘર્ષ કરી રહી હતી. આ દરમિયાન કેપ્ટન ટેમ્બા બાવુમાએ એડન માર્કરામ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને આ ખેલાડીએ પોતાની ઓફ સ્પિનથી ટીમને લગભગ વિકેટ અપાવી પરંતુ વિકેટકીપર ડી કોકે ભૂલ કરી. 45મી ઓવર ફેંકી રહેલા માર્કરામે ઓવરનો બીજો બોલ રાઉન્ડ ધ વિકેટ અને ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. આ બોલ ટર્ન કરતી વખતે અંદર આવ્યો અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સના બેટની કિનારી લઈને વિકેટકીપર પાસે ગયો પરંતુ ડી કોક તેને પકડી શક્યો નહીં. ડી કોકે આ કેચ છોડતાની સાથે જ માર્કરામે તેનું માથું પકડી રાખ્યું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનો આ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર સાત વિકેટે 204 રન હતો. જો કમિન્સ આઉટ થઈ જાય તો મેચ બદલાઈ શકી હોત અને ઓસ્ટ્રેલિયા હારી શકત. કમિન્સ 14 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ટીમને જીત તરફ દોરીને પરત ફર્યો હતો.

દક્ષિણ આફ્રિકા ફરી ચૂકી ગયું

આ સાથે દક્ષિણ આફ્રિકા ફરી એકવાર ફાઇનલમાં સ્થાન મેળવવાનું ચૂકી ગયું છે. આ ટીમ હજુ સુધી એક પણ વખત ફાઈનલ રમી નથી. આ વખતે, 1992, 1999, 2007 અને 2015માં સેમિફાઇનલમાં જગ્યા બનાવી ચૂકેલી દક્ષિણ આફ્રિકા ફાઇનલ રમશે તેવી અપેક્ષા હતી, પરંતુ ચોકર્સ તરીકે ઓળખાતી આ ટીમ ફરી એકવાર આ નિશાનથી ચૂકી ગઈ. માર્કરામની આંખોમાં આની પીડા સ્પષ્ટ દેખાતી હતી. હાર બાદ સમગ્ર દક્ષિણ આફ્રિકાની ટીમ ખૂબ જ નિરાશ હતી અને ખેલાડીઓના ચહેરા ઉદાસ હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ