બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Video: People Run Out Of Buildings, Fans, Lights Shake After Earthquake Tremors

દિલ્હી ભૂકંપ / VIDEO : ભૂકંપ આવતાં મીટિંગ છોડીને બહાર દોડ્યાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, લોકોએ શું શું કર્યું, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 05:02 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આવેલા 6.4ની તીવ્રતાના ભૂકંપ બાદ ઘર અને ઓફિસોની બહાર આવી રહેલા લોકોના વીડિયો સામે આવ્યાં હતા.

  • દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 6.4ની તીવ્રતાનો મોટો ભૂકંપ
  • ભૂકંપ આવતાં લોકો ઘર-ઓફિસોની બહાર દોડ્યાં
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ ઓફિસની બહાર આવતાં જોવાયા

મંગળવારે બપોરે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં 6.4ની તીવ્રતાથી આવેલા ભૂકંપને કારણે 1 મિનિટ સુધી ધરતી ધ્રૂજતી રહી હતી. ભૂકંપ આવતાં લોકો જીવ બચાવવા દોડ્યાં હતા, ભૂકંપ આવે પછી કોણ ઊભું રહે લોકો તરત ભાગવા લાગ્યાં હતા જ્યારે કેટલાક શાંતિથી ઓફિસોની બહાર જતાં જોવા મળ્યાં હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ નિર્માણ ભવન ખાતેની તેમની ઓફિસમાંથી બહાર આવતાં જોઈ શકાતા હતા. 

દિલ્હી-નેપાળમાં આવ્યો ચાર વાર ભૂકંપ
દિલ્હી અને એનસીઆર સહિત દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, ભૂકંપના આંચકા એક-બે વાર નહીં પરંતુ ચાર વખત આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળમાં હતું. 

નેપાળ ભૂકંપની તસવીરો સામે આવી 
નેપાળમાં ભૂકંપને કારણે થયેલા નુકશાનની તસવીરો પણ સામે આવી છે.  નેપાળની તસવીરો બતાવે છે કે, અહીંના ઘરોને ઘણું નુકસાન થયું છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળના બાજહાંગ જિલ્લામાં હતું અને અહીંથી આવેલા દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય છે કે કયા સ્તરે નુકસાન થયું છે.

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપ 
દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના મોટા વિસ્તારોમાં ભૂકંપ આવ્યો છે. લગભગ એક મિનિટ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ઇમારતો હચમચી ઉઠી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી, પરંતુ તે ખૂબ જ વધારે અનુભવાયો હતો. દિલ્હી-એનસીઆર ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના મોટા વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર નેપાળ હતું અને તેની ઊંડાઈ પૃથ્વીથી 10 કિલોમીટર નીચે હતી.

ઉંચી ઈમારતો ધરાવતા વિસ્તારોમાં અનુભવાયો
આ ભૂકંપ ખૂબ જ તીવ્રતા સાથે ઉંચી ઈમારતો ધરાવતા વિસ્તારોમાં અનુભવાયો હતો. આંચકા બાદ આંચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆરમાં લોકો ઇમારતો પરથી નીચે ઉતર્યા હતા અને બહાર ભીડ જોવા મળી હતી. ઘરોમાં પંખા, ફર્નિચર ઝડપથી ધ્રુજવા લાગ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ