બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / Video of two small Tabris fighting and fighting on BRTS route in Amroli, Surat

બેફામ / સુરત BRTS રૂટ પર બાળકોની મારામારી, સ્ટંટબાજો બેફામ, અકસ્માતને આમંત્રણ આપતા લોકો, પોલીસ ક્યાં?

Dinesh

Last Updated: 06:02 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત શહેરના બીઆરટીએસ રૂટ પર બેદરકારીના અનેક બનાવો બન્યા છે ત્યારે સુરતના અમરોલી કોસાડમાં બીઆરટીએસ રૂટમાં બે નાનાં ટાબરિયાં ઝઘડો કરી મારામારી કરતાં હતાં.

 

  • સુરતમાં BRTS રૂટ પર બાળકોની મારામારી
  • BRTS રૂટ પર લોકોની અવર જવર
  • અકસ્માતને આમંત્રણ આપતા લોકો


સુરતના બીઆરટીએસ રૂટ પર વારંવાર ગંભીર અકસ્માતોની ઘટના બનતી રહે છે. સુરત શહેરના બીઆરટીએસ રૂટ પર બેદરકારીના અનેક બનાવો બન્યા છે અને વીડિયો વાયરલ પણ થયા છે.  ત્યારે સુરતના અમરોલી કોસાડમાં બીઆરટીએસ રૂટમાં બે નાનાં ટાબરિયાં ઝઘડો કરી મારામારી કરતાં હતાં. બીઆરટીએસ બસ આવતી જોઈ એક બાળકે બીજા બાળકને ઊંચકીને બસની સામે દોડ્યું હતું. તો થોડા દિવસ અગાઉ ડીંડોલીમાં સાંઈ પોઇન્ટથી પ્રમુખ પાર્ક બ્રિજ પર બીઆરટીએસ રોડ પર મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા જોવા મળ્યા હતા. મહિલાઓ-બાળકો બીઆરટીએસ રૂટની વચ્ચે બેસી જતા અકસ્માતની પૂરેપૂરી સંભાવનાઓ ઉભી થઇ હતી. તો બીજી બાજૂ સ્ટંટબાજો બીઆરટીએસ રૂટ પર જીવના જોખમે રીલ બનાવી રહ્યા છે. હીરાબાગ BRTS રૂટનો  સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયો હતો. બીઆરટીએસ રૂટ પર અનેક દુર્ઘટનાઓ બની છે તે છતા લોકો કાયદાનું પાલન નથી કરી રહ્યા ત્યારે તંત્ર હવે શું પગલા લે છે તે જોવું રહ્યું.

લોકોમાં ટ્રાફિક જાગૃતીનો અભાવ
બીઆરટીએસ રોડ પર અવાર નવાર અકસ્માતોની ઘટના બનતી રહે છે. આવી ઘટનાઓમાં દર વખતે બીઆરટીએસ બસના ડ્રાઇવરની ભૂલ દર્શાવી બસમાં તોડફોડ કરવામાં આવતી જોવા મળી છે. ત્યારે સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારના BRTS રૂટમાં વિચિત્ર ઘટના સામે આવી છે. BRTS રૂટમાં બે નાનાં ટાબરિયાં ઝઘડો કરી મારામારી કરતાં હતાં. BRTS બસ આવતી જોઈ એક બાળકે બીજા બાળકને ઊંચકીને બસની સામે દોડ્યું હતું. બસના ટાયર સુધી આવી ગયા. સદનસીબે બસના ડ્રાઈવરે બ્રેક મારતા બંને બાળકો બસના ટાયર નીચે આવતાં આવતાં બચી ગયાં હતા. સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો હતો
થોડા દિવસ અગાઉ સુરતમાં BRTS રૂટ પર લોકોની બેદરકારીનો એક વીડિયો સામે આવ્યો હતો. ડીંડોલીમાં સાંઈ પોઇન્ટથી પ્રમુખ પાર્ક બ્રિજ પર BRTS રોડ ગાર્ડન બન્યો હોય તેવા દર્શ્યો સામે આવ્યા હતા. BRTS રૂટની વચ્ચે મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા જોવા મળ્યા હતા. BRTS રૂટમાં જો કોઈ દુર્ઘટના થાય તો કોણ જવાબદાર તે અંગે સવાલો ઉઠ્યા છે. મહિલાઓ-બાળકો BRTS રૂટની વચ્ચે બેસી જતા અકસ્માતની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. 

સ્ટંટબાજી કરતો વીડિયો
સુરતમાં BRTS રૂટમાં રીલ બનાવવા સ્ટંટબાજી કરતો વીડિયો પણ સામે આવ્યો હતો. જીવના જોખમે BRTS રૂટમાં રીલ બનાવતા યુવાનો જોવા મળ્યા હતા. હીરાબાગ BRTS રૂટમાં રીલના ચક્કરમાં જીવ જોખમમાં નાખતાં યુવાનો જોવા મળ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ