બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / VIDEO of selling liquor at Khodidas's new Chali Naka in Ahmedabad viral police woke up

કહેવાતી દારૂબંધી? / અમદાવાદમાં ખોડીદાસની નવી ચાલીના નાકે 3 ભાઈઓનો દેશી દારુ વેચતો VIDEO વાયરલ, પોલીસ ઉંઘમાંથી ઉઠી!

Kishor

Last Updated: 08:23 PM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં વધુ એક વખત દેશી દારૂના ખુલ્લેઆમ વેચાણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

  • અમદાવાદમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ
  • શાહીબાગમાં દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ
  • સુરેન્દ્રનગરમાંથી ઝડપાયો લાખો રૂપીયાની કિંમતનો દારૂ

રાજ્યમાં દારૂબંધી વચ્ચે પણ અમદાવાદમાં દારૂનું દૂષણ વકરી રહ્યું છે. અવારનવાર દારૂના જથ્થા સાથે આરોપીઓ ઝડપાઇ રહ્યા છે ઉપરાંત છાસવારે દેશી દારૂના વિડીયો પણ વાયરલ થઇ રહ્યા છે જે દારૂબંધી માત્ર કાગળ પર જ રહી હોવાના પુરાવા સમાન સાબિત થઇ રહ્યા છે. તેવામાં વધુ એક વખત અમદાવાદમાં દેશી દારૂના વેચાણનો વીડિયો વાયરલ થયો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ખોડીદાસની નવી ચાલીના નાકા નજીક 3 ભાઈઓ દેશી દારૂ વેચતા હોવાનું વીડિયોમાં દ્રશ્યમાન થઇ રહ્યું છે. જેથી પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેની પુષ્ટી VTV કરતું નથી. નોંધનિય છે કે વારંવાર સામે આવતા વિડીયોને લઈને અમદાવાદ પોલીસની આબરૂ ધૂળધાણી થઇ રહી છે.

 

સુરેન્દ્રનગરમાં દારુના કટિંગ વેળાએ LCB ત્રાટકી
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના સરવાલમાંથી પણ વિદેશીનો જંગી જથ્થો ઝડપાયો છે. જેને લઈને દારૂબંધી સામે સવાલો ઊભા થયા છે. નોંધનિય છે કે છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ માત્ર નામની જ રહી હોય તેમ હત્યા, લૂંટ, ચોંરી સહીતના ગુન્હાઓએ માઝા મૂકી છે તેવામાં વધુ એક વખત બુટલેગરે ધ્રાંગધ્રાના સરવાલ ગામે દારૂ મંગાવ્યો હોવાનો પર્દાફાસ થતા પોલીસની કામગીરી સામે પણ લોકોમાં સો મણનો સવાલ ઊભો થયો છે. દારૂનો જથ્થો ઊતરતો હોવાની LCB ને બાતમી મળી હતી. જેને લઈને LCBએ તાત્કાલિક રેડ પાડી હતી. સુરેન્દ્રનગરના બુટલેગરે વિદેશી દારૂ ભરેલી ટ્રક મંગાવી હતી જે વેળાએ વિદેશ દારુનું કટિંગ થઈ રહ્યુ હતુ ત્યા પોલીસે ત્રાટકી હતી અને લાખોના દારૂ સાથે બે બુટલેગરની ધરપકડ કરી હતી.  

  • સળગતા સવાલો 
  1. દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે?
  2. શું બુટલેગરોને કાયદાનો ભય રહ્યો નથી?
  3. બુટલેગરો પર કોનો હાથ છે?
  4. પોલીસ વિભાગ કેમ દાખલારૂપ કાર્યવાહી કરતું નથી?
  5. ગુજરાત પોલીસ દારૂબંધીનો અમલ કેમ કરાવી શકતી નથી?
  6. શું બુટલેગરો પોલીસને હપ્તો પહોંચાડે છે?
  7. શું લઠ્ઠાકાંડ જેવો બનાવ બનશે પછી જ પોલીસ કાર્યવાહી કરશે?
  8. પોલીસને કાર્યવાહી કરતા કોણ રોકે છે?
  9. શું પોલીસને બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ભય લાગે છે?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ