બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / video Darshan kutch iskcon sadhu mandir

VIDEO / 12 દિવસથી ગુમ થયેલો કચ્છના યુવકની મળી ગઈ ભાળ, ખુદ વીડિયો જાહેર કરીને કહ્યું, સલામત છું અહીં

Nirav

Last Updated: 03:30 PM, 27 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના નાના અંગિયાનો 23 વર્ષનો યુવાન દર્શન પારસીયા નામનો યુવાન 12 દિવસથી ગુમ થયા બાદ આજે એકાએક વીડિયો મેસેજ દ્વારા સામે આવ્યો છે અને તેણે આ વીડિયો પોતાના પરિવારજનોને મોકલ્યો હતો.

  • 12 દિવસથી ગુમ થયેલો કચ્છના દર્શને પરિવારજનોને મોકલ્યો વીડિયો 
  • કહ્યું- પોતાની મરજીથી આવ્યો છે અહીં 
  • કોઇના પર દબાણ ન કરવાની કરી અપીલ 

પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, કચ્છના નાના અંગિયા 23 એન્જિનિયર યુવક ગુમ થતા ઇસ્કોન સંપ્રદાય વિવાદમાં આવ્યું હતું. જો કે, આજરોજ એકએક વીડિયો મારફતે સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે. દર્શને વીડિયોમાં જણાવ્યું હતું કે, તે ઉત્તર પ્રદેશના બરસાનામાં છે અને અહીં તે પોતાની મરજીથી આવ્યો છે. 

પરિવારજનોને મોકલ્યો વીડિયો સંદેશ 
 
દર્શને પોતાની વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, હું મારા આધ્યાત્મિક જીવન માટે છું અને આજે રાતે અહીંથી નીકળી જવાનો છું. તેણે એવું પણ જણાવ્યું હતું કે, કોઇના દબાણથી કે ઉશ્કેરવાથી આવ્યો નથી પરંતુ સમગ્ર નિર્ણય મારો પોતાનો છે. દર્શને તમામને કોઇના પર દબાણ ન નાંખવા માટેની અપીલ કરી હતી. 

પરિવારજનોએ ઇસ્કોન મંદિર પર લગાવ્યા આક્ષેપ 

ઇસ્કોન મંદિરના સાધુ જયતીર્થ ચરણ સ્વામીએ દીકરાને ગોંધી રાખ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં ઈસ્કોન મંદિરના સાધુ અને યુવક દર્શન પટેલના ગુમ થવા મામલે ગાંધી ચિંધ્યા માર્ગે યુવકના પરિવારજનો વિરોધ કરી રહ્યા છે. પોસ્ટર સાથે પરિવારજનો અને સામાજિક આગેવાનોએ વિરોધ કર્યો હતો અને ઈસ્કોન સંપ્રદાય પર ગંભીર આરોપ કર્યા હતા. માત્ર એક પરિવાર નહીં પરંતુ અન્ય એક પરિવાર પણ પોતાના દીકરાને પરત મેળવવાની આશાએ મંદિર પહોંચ્યા હતા.

પરિવારજનોના આરોપ- પોતાના દિકરાને ઈસ્કોન મંદિરમાં ન મોકલો

પરિવારજનોએ કહ્યું હતું કે, કોઈ પરિવાર ઈસ્કોન મંદિર ન જાય. પોતાના દિકરાને ઈસ્કોન મંદિરમાં ન મોકલો. અમે અમારો દિકરો ખોયો છે, તમે ધ્યાન રાખજો. એકના એક દીકરાને જ તેઓ ટાર્ગેટ કરે છે. દીકરાને મંદિરના એક સાધુ તરફથી પૈસા મોકલવામાં આવ્યા હતા. ઇસ્કોનનાં સાધુના સતત દર્શનના સંપર્કમાં હતા અને તેઓએ જ તેને સંપ્રદાયમાં રાખ્યો હોવાનું જણાવી રહ્યા છે. ગુમ યુવાન ફોન પર વાત કરે છે પરંતુ સામે આવી રહ્યો નથી.

શું છે સમગ્ર ઘટના?

મૂળ કચ્છના દર્શન પટેલ નામના યુવાનના પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે, તેમનો દીકરો દર્શન પટેલ ઇસ્કોન મંદિરના સાધુઓના સંપર્કમાં આવ્યા બાદ તેને ગેરમાર્ગે દોરીને તેનું વશીકરણ કરવામાં આવ્યુ છે. ત્યાર બાદ તેમના દીકરાને સાધુઓએ છૂપાવી દીધો છે. અમદાવાદમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ માટે ચાર વર્ષ પહેલા દર્શન પટેલ આવ્યો હતો. આ વખતે તે ઈસ્કોન મંદિરના એક સાધુના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તે મંદિરે જવા લાગ્યો અને ત્યાં રહેવા લાગ્યો હતો. દર્શનના માતા-પિતા તેને પરત ઘરે લઈ પણ ગયા. પરંતુ દર્શન છેલ્લા કેટલાક દિવસથી ગાયબ હોવાની ફરીયાદ પરિવારજનોએ નખત્રાણા નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તો દર્શનના ગુમ થવા મામલે પરિવારજનો અમદાવાદના ઇસ્કોન મંદિર બહાર વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Darshan patel Video ahmedabad iskcon sadhu mandir ઇસ્કોન મંદિર દર્શન પારસીયા Ahmedaabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ