બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Vespa Justin bieber collaboration scooter India price will be 6.6 lakh rupees, know all feature

ઓટોમોબાઈલ / સાડા છ લાખ રૂપિયાનું ભારતનું સૌથી મોંઘું સ્કૂટર Vespa : એવું તો શું છે ખાસ, કે કિંમત એક SUV કાર જેટલી?

Vaidehi

Last Updated: 04:40 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્પાનાં આ સ્પેશિયલ એડિશન સ્કૂટરની ખાસિયત એ છે કે તેને પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરે ડિઝાઈન કર્યું છે. જાણો Vespaની કિંમત અને તમામ ફિચર્સ.

  • વેસ્પાએ લૉન્ચ કર્યું સ્કૂટરનું સ્પેશિયલ એડિશન
  • જસ્ટિન બીબરે ડિઝાઈન કરેલું વેસ્પા 150 લૉન્ચ
  • સ્કૂટરનું લિમિટેડ એડિશન ભારતીય બજારોમાં પણ આવશે

ઈટલીની ટૂ-વ્હિલર બનાવતી કંપની Piaggioએ ભારતીય બજારમાં પોતાના આઈકોનિક મોડલ Vespaનું નવું - જસ્ટિન બીબર (Justin Bieber) એડિશન લૉન્ચ કર્યું છે. આકર્ષક લુક અને મજબૂત એન્જિનવાળા આ લિમિટેડ એડિશન મોડલની કિંમત 6.45 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે. આટલી ઊંચી કિંમત રાખ્યાં પાછળનું કારણ જણાવતા કંપનીએ દાવો કર્યો છે કે કેનેડિયન પૉપ સિંગર જસ્ટિન બીબરે ડિઝાઈન કરેલ છે.

પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ
વેસ્પાની સાથે અપ્રિલિયા રેંજનું પણ વેંચાણ કરતી કંપની Piaggioએ કહ્યું કે આ સ્કૂટર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે અને તેને કમ્પલીય બિલ્ટ યૂનિટ (CBU) રૂટથી ભારત લાવવામાં આવશે. કંપનીએ ગત એપ્રિલમાં જસ્ટિન બીબર સાથે કોલેબ્રેશનની ઘોષણા કરી હતી. પિયાજિયો વ્હીકલ્સનાં અધ્યક્ષ ગ્રેફીએ કહ્યું કે,' અમે ભારતમાં જસ્ટિન બીબર એક્સ વેસ્પાનાં કલેક્ટર એડિશનને લૉન્ચ કરવા માટે ઉત્સુક છીએ, જે બીબર અને વેસ્પાનાં કોલેબ્રેશન દ્વારા કરવામાં આવેલ ક્રિએટિવ ડ્રાઈવ, વાઈબ્રેંસ અને મૂલ્યોનું પ્રતીક છે.'

સ્કૂટરની ખાસિયત
આ લિમિટેડ એડિશન સ્કૂટર Vespa 150 પર બેસ્ડ છે અને તેમાં અનેક પ્રકારનાં મોડિફિકેશન કરવામાં આવ્યાં છે જેના લીધે તે રેગ્યુલર મોડલથી ઘણું અલગ છે. આ સ્કૂટર માત્ર સિંગલ યૂનિટનાં વેંચાણ માટે ઉપલબ્ધ છે જેની સવારીનો મોકો જસ્ટિન બીબરનાં સૌથી મોટા ફેનને મળશે. આ સ્કૂટરમાં 150ccની ક્ષમતાનું એન્જિન છે.

સફેદ થીમ બોડીવર્ક
વેસ્પા 150નાં જસ્ટિન બીબર એડિશનને સંપૂર્ણપણે સફેદ થીમ બોડીવર્ક, સેડલ, ગ્રેબ રેલ અને વ્હીકલ સ્પોક્સથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. ટોન-ઑન-ટોન વ્હાઈટ બ્રાંડ લોગો અને બોડી પેનલ પર આપવામાં આવેલા ફ્લેમ્સ રેટ્રો-ઈંસ્પાયર્ડ ટચ આપે છે. તેમાં LED લાઈટિંગ અને સ્માર્ટફોન કનેક્ટિવિટીની સાથે TFT ઈંસ્ટ્રૂમેન્ટ કંસોલ પણ આપવામાં આવ્યું છે.

પાવર અને પરફોર્મેંસ
આ સ્કૂટરમાં 150ccની ક્ષમતાવાળું સિંગલ સિલેન્ડર, 3 વાલ્વ, ફ્યૂલ ઈંજેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. જસ્ટિન બીબર એડિશન વેસ્પા 150, ભારતમાં નવા BS6 ફેઝ 2 ઈમિશન નોર્મસનું પાલન કરે છે. આ એન્જિન 10.4hpનું પાવર અને 10.6Nmનું ટોર્ક જનરેટ કરે છે જેને CVT ઓટોમેટિક ટ્રાંસમિશન ગિયરબોક્સથી જોડવામાં આવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ