બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / veer savarkar biography veer savarkar freedom fighter vinayak savarkar life incidents on his jayanti

ગાથા / કહાની વીર સાવરકરની, કોઈ માને છે વિલન, તો કોઈ માને છે હીરો, જાણો કોણ છે વિનાયક

Manisha Jogi

Last Updated: 12:09 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાનમાં તેમના નામ પર વિવાદ છેડાઈ ગયો છે. કોઈ વીર સાવરકરને હીરો માને છે તો કોઈ વિલન. ઈતિહાસ વાંચવા દરમિયાન ખ્યાલ આવે છે કે, સાવરકરને માફીવીર કહેવામાં આવે છે.

  • સાવરકરને માફીવીર કહેવામાં આવે છે
  • વર્તમાનમાં તેમના નામ પર વિવાદ છેડાઈ ગયો
  • જાણો વીર સાવરકરના જીવનની ગાથા

 ભારતીય ઈતિહાસમાં ગર્વથી વીર સાવરકરનું નામ લેવામાં આવે છે. વર્તમાનમાં તેમના નામ પર વિવાદ છેડાઈ ગયો છે. કોઈ વીર સાવરકરને હીરો માને છે તો કોઈ વિલન. ઈતિહાસ વાંચવા દરમિયાન ખ્યાલ આવે છે કે, સાવરકરને માફીવીર કહેવામાં આવે છે. તેમણે સાથી કેદીઓની મુક્તિ માટે પત્ર આપ્યો હતો. તેમણે અંગ્રેજો તરફ ક્યારેય ઝૂક્યા નથી અને ક્યારેય માફી પણ માંગી નથી. તેમણે અંગ્રેજોને લખેલ પત્રમાં લખ્યું હતું કે, મારા બદલે મારા સાથીઓની મુક્તિને મંજૂર કરવામાં આવે. આજે વીર સાવરકર જયંતિ, જેથી અમે તમને તેમના જીવન વિશે જાણકારી આપી રહ્યા છીએ. 

સાવરકર જન્મ
28 મે 1883ના રોજ નાસિકમાં એક બ્રાહ્મણ પરિવારમાં વીર સાવરકરનો જન્મ થયો હતો. તેમનું આખું નામ વિનાયક દામોદર સાવરકર છે. સ્વાતંત્ર્ય સેનાની, રાજનીતિ નિષ્ણાંત, વકીલ, સમાજ સુધારક અને હિંદુત્ત્વ દર્શનના સૂત્રધાર સાવરકરના પિતાનું નામ દામોદર પંત સાવરકર અને માતાનું નામ યશોદા સાવરકર છે. સાવરકરે ખૂબ જ નાની ઉંમરે માતા પિતા ગુમાવી દીધા હતા. તેમના ભાઈનું નામ ગણેશ, નારાયણ અને બહેનનું નામ મૈનાબાઈ હતું. સાવરકર તેમની બહાદુરીના કારણે વીર સાવરકર તરીકે ઓળખાતા હતા અને તેઓ તેમના મોટા ભાઈ ગણેશથી ખૂબ જ પ્રભાવિત હતા. 

શિક્ષણ
વીર સાવરકરે પુણેની ફર્ગ્યૂસન કોલેજમાંથી ભણતર મેળવ્યું છે. લંડનમાંથી તેમણે બેરિસ્ટરનું ભણતર કર્યું છે. ઈંગ્લેન્ડમાં લૉનું ભણતર માટે સ્કોલરશિપ મળી હતી. તેમણે ઈંગ્લેન્ડની ગ્રેજ ઈન લૉ કોલેજમાં એડમિશન લીધું. જ્યાં તેમણે ‘ઈન્ડિયા હાઉશ’માં શરણ લીધી હતી. લંડનમાં જ અંગ્રેજો સામે લડાઈ માટે એક સંગઠન ફ્રી ઈન્ડિયા સોસાયટીનું ગઠન કર્યું હતું. 

વીર સાવરકરની ધરપકડ 
વીર સાવરકરે ભણતરના સમયે જ અંગ્રેજો સામે લડ્યા હતા, ત્યાર પછી સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડ્યા હતા. અંગ્રેજોને એટલી હદે હેરાન કરી દીધા હતા કે, બ્રિટિશ સરકારે વીર સાવરકરની સ્નાતકની પદવી પરત લીધી હતી. અંગ્રેજો સામેની લડાઈમાં હથિયારોનો પણ ઉપયોગ કર્યો હતો. 13 માર્ચ 1910ના રોજ લંડનમાંથી ધરપકડ કરી અને કેસ ચલાવવા માટે ભારત પરત મોકલી દીધા હતા. 

ત્યાર પછી 24 ડિસેમ્બર 1910ના રોજ આંદામાન જેલ મોકલવાની સજા સંભળાવવામાં આવી હતી. જેલમાં બંધ અશિક્ષિત કેદીઓને શિક્ષા આપવાની પણ કોશિશ કરી હતી. મોહનદાસ કરમચંદ ગાંધીની હત્યા મામલે ભારત સરકાર દ્વારા આરોપ મુકવામાં આવ્યો હતો. ત્યાર પછી કોર્ટમાં સુનાવણી પછી સુપ્રીમ કોર્ટમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા. 26 ફેબ્રુઆરી 1966ના રોજ 83 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ