બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Shastra Tips Things kept in house can bring poverty

વાસ્તુ ટિપ્સ / તમારા ઘરમાં આ 3 વસ્તુ હશે તો બની જશો કંગાળ, પૈસાની તંગીથી વધશે મુશ્કેલી

Vidhata

Last Updated: 12:29 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્રમાં ઉર્જા અને દિશાઓનું વિશેષ મહત્ત્વ હોય છે. વાસ્તુ અનુસાર કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી આર્થિક તંગી વધે છે. જાણો આ વસ્તુઓ વિશે.

હિંદુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને પણ મહત્ત્વ આપવામાં આવે છે. લોકો પોતાનું ઘર પણ વાસ્તુ પ્રમાણે બનાવડાવે છે. ત્યારે આજે એવું વસ્તુઓ વિશે વાત કરીએ કે વાસ્તુ શાસ્ત્ર જેને અનુસાર ઘરમાં રાખવામાં આવે તો આપણા જીવન પર નકારાત્મક અસર કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, દરેક વસ્તુમાં ઉર્જા હોય છે જે આપણા જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે. ઘરમાં રાખવામાં આવેલી કેટલીક વસ્તુઓ ઘરમાં રહેતા સભ્યો પર નકારાત્મક અસર કરે છે.

એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓ જેનો જેનો લાંબા સમય સુધી ઉપયોગ થતો નથી તેમાં રાહુ, કેતુ અને શનિનો વાસ હોય છે. જેના કારણે ઘરમાં કલેશ વધે છે અને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ. 

જૂની કાટ લાગેલી વસ્તુઓ

ઘરમાં પડેલી લોખંડની જૂની વસ્તુઓને કાટ લાગી જાય છે. કાટને ધાતુનો ક્ષય માનવામાં આવે છે જેમાં ધાતુની સકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે અને તે નકારાત્મક ઉર્જાને ગ્રહણ કરે છે. તેને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. કાટવાળું વસ્તુઓ વ્યક્તિના જીવનમાં સ્થિરતા લાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, તે પ્રગતિ અને સફળતામાં અવરોધ બને છે. કાટવાળી વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થાય છે. કાટ લાગતી ધાતુઓમાં હાનિકારક રસાયણો હોય છે જે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. તેથી તેને ઘરમાં ન રાખવી જોઈએ.

બંધ ઘડિયાળને કારણે થાય છે આર્થિક નુકસાન 

બંધ ઘડિયાળને અટકેલ સમય અને ગતિહીનતાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર, બંધ ઘડિયાળ નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. અટકી ગયેલી ઘડિયાળથી ઘરમાં આર્થિક નુકસાન થાય છે. એવું માનવામાં આવે છે કે તે પૈસાના પ્રવાહને રોકે છે અને તેના કારણે નાણાકીય સમસ્યાઓ ઊભી થાય છે. અટકી ગયેલી ઘડિયાળ તણાવ, ચિંતા અને નકારાત્મક વિચારને વધારે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં રાખવામાં આવેલી બંધ ઘડિયાળ વ્યક્તિ માટે ખરાબ સમય લાવે છે.

વધુ વાંચો: શું છીંક આવવી 'અશુભ' છે? જાણો કયા સમયે છીંક આવવાનો શું અર્થ થાય

પિત્તળના વાસણ

ઘણીવાર લોકો પિત્તળના જૂના વાસણો કોઈ બંધ જગ્યાએ મૂકી દે છે. એવું માનવામાં આવે છે કે આ વાસણોને અંધકારમાં રાખવાથી તેમાં શનિ વાસ કરે છે અને જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે. શનિની ખરાબ નજરને કારણે વ્યક્તિનું જીવન પરેશાનીઓથી ભરાઈ જાય છે અને તેને કંગાળ બનાવી દે છે. પિત્તળને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં ગુરુ નબળો હોય તેમણે પોતાના ઘરમાં પિત્તળના વાસણો ન રાખવા જોઈએ. આનાથી નકારાત્મક અસરો થઈ શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ