બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ધર્મ / vastu shastra kitchen and bathroom these 5 mistakes can make poor as per

સાવધાન / VASTU TIPS: પથારીમાં બેઠા બેઠા જમવા સહિતની આ 5 ભૂલો બની શકે તો 'ભૂલી જજો', નહીંતર થઈ જશો કંગાળ

Arohi

Last Updated: 01:12 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ સંબંધિત ભૂલો સમસ્યાઓ ઊભી કરી શકે છે. આ ભૂલોના કારણે ઘરમાંથી સુખ-સમૃદ્ધિ દૂર થઈ જાય છે. વ્યક્તિ દેવાના બોજ હેઠળ રહે છે.

  • વાસ્તુ દોષ હોય છે ખતરનાક 
  • ન કરો નજરઅંદાજ 
  • ઘરમાં નહીં આવે સુખ-સમૃદ્ધિ 

જીવનમાં ઘણી વખત વ્યક્તિની એક નાની ભૂલ તેના માટે ઘણી સમસ્યાઓનું કારણ બની જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વાસ્તુ સંબંધિત ભૂલોના કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે. સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી આવતી. આ સિવાય વ્યક્તિ દેવાના બોજથી પરેશાન રહે છે. જે ચૂકવવું અસંભવ બની જાય છે. વાસ્તુશાસ્ત્રમાં આવી ઘણી ભૂલોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ એવી 5 ભૂલો વિશે જે કોઈપણ વ્યક્તિ માટે આર્થિક સંકટ લાવી શકે છે.

વાસ્તુ સંબંધિત ભૂલો બની શકે છે કંગાળ થવાનું કારણ 
મોટાભાગના ઘરોમાં કચરા માટે વપરાતું ડસ્ટબીન ઘરની બહાર અથવા પ્રવેશદ્વાર પર રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. વાસ્તુ નિષ્ણાંતોનું કહેવું છે કે આ ભૂલના કારણે વ્યક્તિ કંગાળ બની શકે છે. આવી સ્થિતિમાં ઘરના પ્રવેશદ્વારને હંમેશા સાફ રાખવો જોઈએ.

પલંગ પર ભોજન ન કરો 
ઘણા લોકો ઘરમાં પલંગ પર આરામથી બેસીને ભોજન કરે છે. આ અંગે વાસ્તુશાસ્ત્રમાં કડક ચેતવણી આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાંતો જણાવે છે કે આ એક ભૂલને કારણે વ્યક્તિ ગરીબ બની શકે છે. આ સિવાય આ ભૂલ પરિવારના સુખ-સમૃદ્ધિમાં અવરોધ ઉભો કરે છે.

ગંદા વાસણ ન મુકી રાખો 
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ગંદા અને ખુલ્લા વાસણો રાખવા અશુભ છે. જો કોઈ કારણસર તમે રાત્રે એઠા વાસણો સાફ ન કરી શકો તો તેને રસોડામાં ન રાખો. રાત્રે રસોડાને યોગ્ય રીતે સાફ કર્યા પછી જ તમારે સુવા જવું જોઈએ. આવું ન કરવાથી જીવનમાં આર્થિક સંકટ આવે છે.

રાત્રે આ વસ્તુઓનું દાન ન કરો
વાસ્તુ શાસ્ત્રોમાં દાનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. જો કે કેટલીક વસ્તુઓ સાંજે અન્ય કોઈ વ્યક્તિને ન આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજના સમયે દૂધ, દહીં અને મીઠું દાન ન કરવું જોઈએ. કારણ કે આમ કરવાથી ઘરમાં દરીદ્રતાનો વાસ થવા લાગે છે.

પાણી ભરીને વાસણ ન મુકી રાખો 
વાસ્તુશાસ્ત્ર અનુસાર રાત્રે બાથરૂમમાં પાણીના વાસણો ખાલી ન રાખવા જોઈએ. બાથરૂમમાં ઓછામાં ઓછી એક ડોલ પાણીથી ભરવી જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તે તમને આર્થિક સંકટમાંથી પણ બચાવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ