બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ધર્મ / vaishakh purnima 2023 kab hai satyavinayak vrat puja vidhi upay

Vaisakh Purnima 2023 / વૈશાખ માસનું એ વ્રત કે જેનાથી દૂર થઇ હતી સુદામાની ગરીબી, જાણો વિધિથી લઇને ઉપાય

Manisha Jogi

Last Updated: 09:55 AM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈશાખ માસની પૂનમે વ્રત કરવાથી ધન અને ધાન્યની સમસ્યા દૂર થાય છે. વૈશાખ પૂર્ણિમાં ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ.
  • ધન અને ધાન્યની સમસ્યા દૂર થાય છે.
  • જાણો આ વ્રતની વિધિ અને ઉપાય.

હિંદુ ધર્મમાં પૂનમનું વિશેષ મહત્ત્વ રહેલું છે. તમામ પૂનમનું અલગ અલગ મહત્ત્વ હોય છે. વૈશાખ માસની પૂનમના રોજ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે વ્રત કરવાથી ધન અને ધાન્યની સમસ્યા દૂર થાય છે. વૈશાખ પૂર્ણિમા ક્યારે છે અને તેના શુભ મુહૂર્ત વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

વૈશાખ પૂર્ણિમાનું શુભ મુહૂર્ત
પંચાંગ અનુસાર 4 મે 2023ના રોજ  રાત્રે 11:44 વાગ્યે વૈશાખ પૂર્ણિમાનો પ્રારંભ થશે અને 5 મે 2023ના રોજ રાત્રે 11:03 વાગ્યે પૂર્ણ થશે. જેથી ઉદય તિથિ અનુસાર 5 મેના રોજ શુક્રવારે આ વ્રત કરવામાં આવશે. 

ધાર્મિક મહત્ત્વ 
આ પૂનમનું માત્ર હિંદુ ધર્મમાં જ નહીં પરંતુ બૌદ્ધ ધર્મમાં પણ વિશેષ મહત્ત્વ રહેલું છે. હિંદુ ધર્મ અનુસાર વૈશાખ પૂર્ણિમાના દિવસે વિધિ વિધાન સાથે વ્રત કરવાથી  ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. બૌદ્ધ ધર્મમાં આ તિથિને વિશેષ ફળદાયી અને પુણ્યદાયી માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ સુદામાને આ વ્રત કરવા માટે કહ્યું હતું અને તેમની ગરીબી દૂર થઈ હતી. 

વ્રત કેવી રીતે કરવું?
ભગવાન વિષ્ણુ પાસેથી ધન અને ધાન્યનું સૌભાગ્ય તથા વરદાન મેળવવા માટે સવારે વહેલા ઉઠીને વિધિ વિધાન સાથે પૂજા કરો. આ દિવસે સફેદ રંગના કપડા પહેરીને ભગવાન ગણેશનું ધ્યાન ધરો. હવે ઘરના ઈશાન ખૂણામાં એક જળ ભરેલા કળશમાં આંબાના પાન, નારિયેળ રાખીને તેની પૂજા કરો. હવે ભગવાન વિષ્ણુને જળ અર્પણ કરો અન હળદરથી તિલક કરો. પુષ્પ, ફળ, ભોગ અર્પણ કર્યા પછી ચોખ્ખા ઘીનો દીવો કરો અને શ્રી વિષ્ણુ સહસ્ત્રાનામના પાઠ અને ‘ॐ सत्यविनायकाय नमः’ મંત્રનો જાપ કરો. પૂજાના અંતમાં ભગવાન વિષ્ણુની આરતી કરો. 

આ ઉપાય કરવાથી ગરીબી દૂર થશે
ખૂબ જ સંઘર્ષ કર્યા પછી પણ ધન અને ધાન્ય પ્રાપ્ત થતું નથી અને નાણાંકીય મુશ્કેલી રહે છે, તો વિધિ વિધાન સાથે વ્રત કરવું જોઈએ. જરૂરિયાતમંદ વ્યક્તિને છત્રી, પાણી ભરેલો ઘડો, કાકડી, ખીરા અને ધનનું દાન કરવું જોઈએ. માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી આર્થિક પરેશાની દૂર થાય છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે, તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ