Vahli Dikri Yojana Registration Form 2021 and application process
તમારા કામનું /
તમારી દીકરી માટે ખાલી ભરી દો આ ફૉર્મ, ગુજરાત સરકાર ત્રણ હપ્તામાં આપશે એક લાખ દસ હજાર રૂપિયા
Team VTV03:53 PM, 20 Oct 21
| Updated: 05:25 PM, 20 Oct 21
ગુજરાત સરકારની વ્હાલી દીકરી શું છે અને આ યોજનામાં કોને કેટલા રૂપિયાનો લાભ આપવામા આવે છે તે જાણવા માટે વાંચો અહેવાલ
ઘરમાં બાળકનું જન્મ થાય એટલે આનંદ અનેરો જ હોય, પણ સાથે સાથે માતાપિતા પર એક મોટી જવાબદારી પણ આવી પડે છે. વધતી મોંઘવારી વચ્ચે બાળકને શાળાઓ મોકલવાથી લઈને લગ્ન કરાવે ત્યાં સુધી માબાપ તેની ચિંતા કરતાં હોય જેમાં આર્થિક સમસ્યા સૌથી હોય છે. હાલમાં ઘણા બધા લોકો બાળક આવે એટલે તરત જ કોઈ બૅન્કમાં અથવા LICમાં પોલિસી લઈ લે છે જેથી ધીમે ધીમે પૈસા ભેગા થયાં અને બાળક મોટું થાય એટલે એક સાથે મળી જાય, જોકે ગુજરાતમાં જો તમારા ઘરે બાળકીનો જન્મ થાય તો સરકાર દ્વારા પણ બાળકી મોટી થાય ત્યારે સહાય આપવામાં આવે છે, જેના માટે ખાસ યોજના ચલાવવામાં આવી રહી છે, વ્હાલી દીકરી યોજના.
ફાયદા:
આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે. જેમા ત્રણ અલગ અલગ હપ્તામાં નાણાં સરકાર આપે છે.
પ્રથમ હપ્તો: દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયાની સહાય દ્વિતીય હપ્તો: દીકરી નવમા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય તૃતીય હપ્તો: દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખની સહાય
Provision of Rs.133-crore for a new scheme named ‘Vahali Dikri Yojana’ announced with an objective of improving girl child birth rate, strengthening socio-economic status of girls in the society, arrest their drop-out rate and prevent child marriages#GujaratBudgetpic.twitter.com/Ndsu5Y5ee6
સમય મર્યાદા:
નોંધનીય છે કે બાળકીના જન્મનાં એક વર્ષની સમય મર્યાદામાં જ તમારે આ યોજના માટે ફૉર્મ ભરી દેવાનું રહેશે
કોને મળશે લાભ:
આ યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જરૂરી છે
તમારું બૅન્ક અકાઉન્ટ હોવું પણ ફરજિયાત છે
જે તે દીકરીનાં પરિવારની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને આ યોજનામાં લાભ આપવામાં આવે છે
કયા દસ્તાવેજોની પડશે જરૂર
ડોમિસાઇલ સર્ટિફિકેટ
જન્મનું પ્રમાણપત્ર
આવકનો દાખલો
માતા-પિતાનું ઓળખપત્ર
બૅન્ક ખાતાની પાસબુક
પાસપોટ સાઇઝ ફોટો
રેશન કાર્ડની કોપી
માતા-પિતાના લગ્નનું સર્ટિ
ખાસ નોંધ:
નોંધનીય છે વ્હાલી દીકરી યોજના હેઠળ જો લાભાર્થી દીકરીનું 18 વર્ષ પહેલા અવસાન થઈ જાય તો સહાયની રકમ મળવા પાત્ર નથી રહેતી
ક્યાંથી મળી શકે છે આ યોજના માટેનું ફૉર્મ
જિલ્લા સ્તરે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતે
તાલુકા સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS ની કચેરી ખાતે
ગ્રામ સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયતમાંથી
અરજી પ્રક્રિયા
નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO (સંકલિત બાળ વિકાસ અધિકારી)ની કચેરીએ જમા કરાવવું
ડિજિટલ ગુજરાત પોર્ટલ
નોંધનીય છે કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સરકારી કચેરીઓના કામ જાતે જ ઓનલાઈન કરવા માટે ડિજિટલ ગુજરાત નામક એક પોર્ટલ બનાવવામાં આવેલ છે જેમા આગામી સમયમાં આ યોજના પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે, આ ઉપરાંત પણ આ પોર્ટલ પરથી ઘણી બધી મદદ મેળવી શકાય છે.