બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Vadodara's Waghodia seat became a hot topic for the BJP

નો-રિપીટ થિયરી / વડોદરાની વાઘોડિયા બેઠક પર કોકડું ગૂંચવાયું, ભાજપને મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહને ટક્કર આપે તેવા ચહેરાની શોધ

Malay

Last Updated: 11:57 AM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાની વાઘોડિયા બેઠક પર ઉમેદવારોને લઈને કોકડું ગૂંચવાયું છે. સંગઠનમાં હવે નો-રિપીટનો સૂર ઉઠતા ભાજપ મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહને ટક્કર આપે તેવા ચહેરાની શોધમાં છે.

  • વડોદરાની વાઘોડિયા બેઠક ભાજપ માટે મંથનનો વિષય બની
  • ભાજપને 6 ટર્મથી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો વિકલ્પ નથી મળતો? 
  • સંગઠનમાં નો-રિપીટનો સૂર ઉઠતા કોકડું ગુચવાયું

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાશે. આપની એન્ટ્રીથી ભાજપ અને કોંગ્રેસના સમીકરણો બદલાઈ શકે છે. આમ આદમી પાર્ટી બંન્નેના વોટ શેરિંગ પર અસર કરી શકે છે. આ વખતે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. વડોદરા જિલ્લામાં બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા નથી. ભાજપમાં ઉમેદવારોની પસંદગીને લઇ દિલ્હીમાં મહમંથન ચાલી રહ્યું છે. 

 

આ બેઠક પર ઉમેદવારને લઈને કોકડું ગુચવાયું
વડોદરાની વાઘોડિયા બેઠક ભાજપ માટે મંથનનો વિષય બની છે. આ બેઠક પર દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્ત છેલ્લા 6 ટર્મથી ચૂંટાતા આવે છે.  જોકે, સંગઠનમાં હવે નો-રિપીટનો સૂર ઉઠતા આ બેઠક પર ઉમેદવારને લઈને કોકડું ગુચવાયું છે.

છેલ્લા 6 ટર્મથી આ બેઠક પર શ્રીવાસ્તવનો દબદબો
વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક પર ઉમેદવારને લઈને કોકડુ ગુંચવાયું છે. કારણ કે સંગઠનમાં નો-રિપીટનો સૂર ઉઠ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટક્કર આપે તેવા ચહેરાની શોધમાં છે. આપને જણાવી દઈએ કે, ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા

પારૂલ યુનિવર્સિટીના ચેરપર્સનને મળશે તક?
જાણવા મળતી વિગત અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વડોદરાની કેટલીક બેઠકો પર ભારતીય જનતા પાર્ટી નો રિપીટ થિયરી અપનાવે તેવી અટકળો છે. મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપી ભાજપ દ્વારા વાઘોડિયામાં મહિલા ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારી શકે છે.  જેમાં પારૂલ યુનિવર્સિટીના ચેરપર્સન પારુલ પટેલને ટિકિટ મળે તેવી સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે. આ ચર્ચાને લઇને વાઘોડિયા બેઠક મુદ્દે રાજકારણ ગરમાયું છે. એકબાજુ મધુ શ્રીવાસ્તવ પોતે ચૂંટણી જંગમાં મોટી લીડથી જીતતા હોવાનું અગાઉ નિવેદન આપ્યું હતું. ત્યારે આગામી સમયમાં આ બેઠક પર નવાજૂનીના એંધાણ વર્તાઇ રહ્યા છે.

ગુપ્ત બેઠકમાં મધુ શ્રીવાસ્તવને રખાયા હતા દૂર 
ઉલ્લેખનીય છે કે,  તાજેતરમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા વડોદરાની ટુંકી મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વાઘોડિયા બેઠકના ભાજપના કેટલાક દાવેદારો સાથે તેમણે ગુપ્ત બેઠક કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરા નજીક  આવેલ પદમલા ખાતે ખાનગી ફાર્મ હાઉસમાં બેઠક યોજાઇ હતી. ગુપ્ત બેઠક કરી વાઘોડિયા બેઠક અંગે ફરી સેન્સ મેળવ્યાની પણ ચર્ચા જાગી હતી. જેમાં વિગત મુજબ આ મિટિંગમાં વાઘોડિયાના ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવને પણ દૂર રખાયા હતા.  બેઠકની મધુ શ્રીવાસ્તવને જાણ ન કરતા આગામી ચૂંટણીમાં ટિકિટને લઇને મધુ શ્રીવાસ્તવનું પત્તું કપાય શકે તેવી ચર્ચા જાગી હતી.   

મતદારોની સંખ્યા
2011ની વસ્તી ગણતરીના અંદાજ મુજબ, આ વિસ્તારમાં કુલ 3,57,883 વસ્તી છે. જેમાંથી 55.27 ટકા વસ્તી ગ્રામીણ છે અને 44.73 ટકા શહેરમાં વસવાટ કરે છે. કુલ વસ્તીમાંથી અનુસૂચિત જાતિ (એસસી) અને અનુસૂચિત જનજાતિ (એસટી)નો ગુણોત્તર અનુક્રમે 5.86 અને 14.96 છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ