બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Vadodara police alert on Parashuram Jayanti-Ramazan Eid

કવાયત / પરશુરામ જયંતિ-રમઝાન ઈદને લઇ વડોદરા પોલીસ એલર્ટ: રૂટ ચેકિંગથી લઇને મકાનના છત પર રહેશે ડ્રોનની બાજ નજર

Priyakant

Last Updated: 11:23 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara Police News: વડોદરામાં આવતીકાલે એટલે કે શનિવારે પરશુરામ જયંતિ અને રમઝાન ઈદની થશે ઉજવણી, એક જ દિવસે બે તહેવાર હોય પોલીસ માટે પડકાર, ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં પોલીસ સાથે SRPની 3 ટુકડી પણ રહેશે તૈનાત

  • વડોદરામાં શનિવારે પરશુરામ જયંતિ અને રમજાન ઈદને લઈ પોલીસ સતર્ક 
  • એક જ દિવસે બે તહેવાર હોય પોલીસ માટે પડકાર
  • ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા શોભાયાત્રાનું આયોજન 
  • શોભાયાત્રાને લઇ પોલીસ એડવાન્સમાં કરાશે રૂટનું ચેકિંગ
  • પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવાશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત

વડોદરામાં પરશુરામ જયંતિ અને રમઝાન ઈદના તહેવારને લઈ વડોદરા પોલીસ એલર્ટ મોડ પર છે. વાત જાણે એમ છે કે, પરશુરામ જયંતિને લઈ MLA શૈલેષ મહેતાએ શોભાયાત્રાનું આયોજન કર્યું છે. આ તરફ હવે સુરક્ષાના ભાગરૂપે શોભાયાત્રાને લઈ પોલીસ એડવાન્સમાં રૂટનું ચેકિંગ કરશે. મહત્વનું છે કે, આ પરશુરામ જયંતિની શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય છે. જેને લઈ હવે પોલીસ આ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવશે. નોંધનીય છે કે, વડોદરામાં રામનવમીએ શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ હવે પોલીસ એક્શન મોડમાં છે. 

વડોદરામાં પરશુરામ જયંતિ અને રમઝાન ઈદના તહેવારને લઈ પોલીસ તંત્ર કવાયતમાં લાગ્યું છે. વડોદરામાં MLA શૈલેષ મહેતા દ્વારા પરશુરામ જયંતિની શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જોકે આ શોભાયાત્રા સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થવાની હોઇ પોલીસ પણ એક્શન મોડમાં છે. વડોદરા પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે.

વડોદરા પોલીસ સતર્ક 
વડોદરામાં રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારા બાદ પોલીસ સતર્ક છે. જોકે હવે આવતીકાલે શનિવારે પરશુરામ જયંતિ અને રમજાન ઈદની ઉજવણી કરવામાં આવશે. જેને લઈ હવે પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવશે. મહત્વનું છે કે, પોલીસ સાથે SRPની 3 ટુકડી પણ બંદોબસ્તમાં તૈનાત રહશે.

પોલીસ ડ્રોનની મદદથી કરશે મકાનના છત પર તપાસ
વડોદરામાં MLA શૈલેષ મહેતા દ્વારા પરશુરામ જયંતિની શોભાયાત્રાનું આયોજન કરાયું છે.આ શોભાયાત્રા વડોદરા શહેરનાં સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થવાની હોઇ પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે શોભાયાત્રાને લઈ પોલીસ એડવાન્સમાં રૂટનું ચેકિંગ કરવામાં આવશે. આ સાથે પાણીગેટથી માંડવી સુધીના વિસ્તારના મકાનના છતની પણ તપાસ થશે. વડોદરા પોલીસ દ્વારા ડ્રોનની મદદથી કરશે મકાનના છત પર પણ તપાસ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ