બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / વડોદરા / Vadodara MLA Yogesh Patel accused the officials of pressure issue in the city, strict action is not being taken against adulteration.

આક્ષેપ / વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ શહેરમાં દબાણ મુદ્દે અધિકારીઓ પર થયા લાલઘૂમ, ભેળસેળિયા સામે કડક કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ

Vishal Khamar

Last Updated: 12:19 AM, 17 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા ખાતે VMC ની સંકલન બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલ લાલઘૂમ થયા હતા. ત્યારે શહેરમાં દબાણ અને ભેળસેળ યુક્ત સામગ્રી મુદ્દે ધારાસભ્ય રોષે ભરાયા હતા. VMC ની બેઠકમાં અધિકારીઓ પર ધારાભ્યએ આક્ષેપ કર્યો હતો.

  • વડોદરામાં VMCની સંકલન બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલ લાલઘૂમ
  • VMCના ધારાસભ્યના અધિકારીઓ પર ધારાસભ્યનો આક્ષેપ
  • શહેરમાં દબાણ અને ભેળસેળ યુક્ત સામગ્રી મુદ્દે ધારાસભ્ય રોષે ભરાયા

વડોદરામાં VMC ની સંકલનની બેઠક મળી હતી. ત્યારે આ બેઠકમાં ધારાસભ્ય યોગેશ પટેલે અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, શહેરમાં દબાણ અને ભેળસેળ યુક્ત સામગ્રી મુદ્દે ધારાસભ્ય રોષે ભરાયા હતા. તેમજ દબાણ શાખાનાં મંગેશ જયસ્વાલ અને દબાણકારો વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ મંગેશ જયસ્વાલની અન્ય જગ્યાએ મુકવાની ધારાસભ્યની બેઠકમાં માંગ કરી હતી. તેમજ શહેરમાં રો મટિરિયલ કરતા ઓછા ભાવે મસાલા વેચાતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભેળસેળિયા સામે પણ કડક કાર્યવાહી ન થતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તો મોટા તંબુ બાંધીને લોકો ટેક્સ ચોરી કરતા હોવાનો પણ આરોપ ધારાસભ્યએ લગાવ્યો હતો. 

ગોરવાની 7 સોસાયટીઓમાં દુષિત તેમજ ડહોળું પાણી આવે છેઃ કેયુર રોકડિયા (ધારાસભ્ય)
ધારાસભ્ય યોગેશ પટેલ બાદ ધારાસભ્ય કેયુર રોકડિયા પણ મેદાને ઉતર્યા હતા. સંકલનની બેઠકમાં પાણી અંગ ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે દુષિત પાણીને લઈ ધારાસભ્ય કેયુર રોકડિયાએ રજૂઆત કરી હતી કે, ગોરવાની 7 સોસાયટીઓમાં દુષિત તેમજ ડહોળું પાણી આવે છે. કેયુર રોકડિયાએ ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થને લઈ પણ રજૂઆત કરી હતી. આજે માથા પર લગાડનાર કંકુમાં પણ ભેળસેળ કરાય છે. મોઢું ધોઈએ ત્યારે કંકુ નીકળતું પણ નથી.  

ખોટી રીતે પરમિશન અને રજાચિઠ્ઠી લઇ બાંધકામ કરી દીધુંઃ કેયુર રોકડિયા (ધારાસભ્ય)
વધુમાં ધારાસભ્ય યોગેશ રોકડિયાએ મ્યુનિસિપલ કમિશ્નરને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ બનાવતી ફેક્ટરીઓમાં ચેકિંગ કરવા રજૂઆત કરી હતી. અશાંતધારાને લઈને પણ કેયૂર રોકડિયાનું મોટું નિવેદન આપ્યું હતું કે, ફતેગંજ વિસ્તારમાં કેટલાક લોકોએ ખોટી રીતે પરમિશન અને રજાચિઠ્ઠી લઈ બાંધકામ કરી દીધું હતું. આવા લોકોની પરમિશન અને રજાચિઠ્ઠી રદ્દ કરવી જોઈએ તેવી રજૂઆત કરી હતી. 

દબાણ હટાવોની કામગીરીને સઘન કરાશે- દિલીપ રાણા (મ્યુનિસિપલ કમિશનર)
સંકલન બેઠક બાદ વડોદરા મ્યુની. કમિશ્નર દિલીપ રાણાએ નિવેદન આપ્યું હતું કે, ધારાસભ્યોએ વિવિધ મુદ્દાઓની રજૂઆત કરી હતી. તેમજ રોડ, પાણી, દબાણ, ખાદ્ય સામગ્રી સહિતનાં મુદ્દાઓ પર રજૂઆત કરી છે. તેમજ કોર્પોરેશન રોડ પરથી દબાણ ટહાવે છે. જે કાર્યવાહીને વધુ સઘન કરાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ