બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Uttrakhand Tunnel Collapse: Silkyara tunnel, Union Minister VK Singh says Rescue operation is underway, We are trying our best

ઉત્તરાખંડ ટનલ અકસ્માત / 5 દિવસથી મોત સામે લડી રહ્યા છે 40 શ્રમિકો: વાયુસેનાના વિમાનો કામે લાગ્યા, થાઈલેન્ડથી લેવાઈ સલાહ, રેસ્ક્યૂમાં લાગી શકે છે 3 દિવસ!

Vaidehi

Last Updated: 05:32 PM, 16 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચારધામ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવતી ટનલનાં એન્ટ્રી પોઈન્ટથી 200 મીટર દૂર અચાનક માટી ધસી આવી. જેના લીધે છેલ્લાં 5 દિવસથી 40 મજૂરો ટનલમાં ફસાઈ ગયાં છે. કેન્દ્રીય મંત્રી વી.કે સિંહે આજે વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપી છે.

  • ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના અંગે મોટી માહિતી
  • કેન્દ્રીય મંત્રી વિ.કે. સિંહે કરી સ્થિતિની સમીક્ષા
  • કહ્યું, રેસક્યૂમાં હજુ 2-3 દિવસો લાગી શકે છે

ઉત્તરાખંડનાં ઉત્તરકાશીમાં નિર્માણાધીન ટનલમાં છેલ્લાં 5 દિવસથી 40 જેટલા મજૂર ફસાયેલા છે. આ ટનલ 12 નવેમ્બરની સવારે અચાનક ધસી ગઈ હતી. અંદરથી ફસાયેલા મજૂરોને નિકાળવા માટે ગુરુવારે સવારે 'અમેરિકન ઑગર' મશીનને ઈંસ્ટોલ કરીને રેસ્ક્યૂનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ મશીનને બુધવારે સાંજે ભારતીય વાયુસેનાનાં હરક્યૂલિસ વિમાન દ્વારા દિલ્હીથી ઉત્તરકાશી લાવવામાં આવ્યું હતું. મજૂરોનાં રેસક્યૂ માટે નોર્વે અને થાઈલેન્ડની રેસ્ક્યૂ ટીમો પાસેથી પણ સલાહ લેવામાં આવી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ ગુરુવારે ટનલની અંદર નિરીક્ષણ માટે પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું કે મજૂરોનાં રેસક્યૂમાં વધુ 2થી 3 દિવસો લાગી શકે છે.

કેન્દ્રીય મંત્રીનું નિવેદન
કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહે કહ્યું કે,' મજૂરો ટનલની અંદર 2 કિલોમીટરની ખાલી જગ્યા (બફર ઝોન)માં ફસાયેલા છે. આ ગેપમાં પ્રકાશ છે. પાઈપની મદદથી તેમને ખાવા-પીવાની સામગ્રીઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમને નિકાળવા માટે એક નવી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેની પાવર અને સ્પીડ જૂની મશિન કરતાં વધારે સારી છે. અમારો પ્રયાસ 2-3 દિવસમાં આ રેસ્ક્યૂ ઓપરેશનને પૂર્ણ કરવાનો રહેશે.'

નોર્વે અને થાઈલેન્ડ પાસેથી મદદ
કેન્દ્રીય મંત્રીએ એ વાતની પણ પુષ્ટિ કરી કે મજૂરોને નિકાળવા માટે રેસ્ક્યૂ ટીમોએ નોર્વે અને થાઈલેન્ડનાં એક્સપર્ટસ્ સાથે પણ વાતચીત કરી છે. તેમા થાઈલેન્ડની એ ફર્મ પણ સમાવિષ્ટ છે જેણે એક ગુફામાં 17 દિવસો સુધી ફસાયેલા 13 બાળકો અને તેમના ફુટબોલ કોચનો રેસક્યૂ કર્યો હતો.

સિલ્ક્યારા ટનલ દુર્ઘટના
ચારધામ પ્રોજેક્ટ અંતર્ગત બ્રહ્મખાલ અને યમુનોત્રી નેશનલ હાઈવે પર સિલ્ક્યારા અને ડંડલગાંવની વચ્ચે ટનલ બનાવવામાં આવતી હતી. 12 નવેમ્બરનાં અચાનક જ આ ટનલનાં એન્ટ્રી પોઈન્ટથી 200 મીટર દૂર માટી ધસી આવી.  પરિણામે મજૂરો બફરનાં ઝોનમાં ફસાઈ ગયાં. મલબો 70 મીટર સુધી ફેલાઈ ગયો છે. ફસાયેલા મજૂરો બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશનાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ