બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારની આ સ્કીમોમાં કરો ઈન્વેસ્ટમેન્ટ, ટેક્સ બચતની સાથે બમ્પર રિટર્નનો ફાયદો

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / સરકારની આ સ્કીમોમાં કરો ઈન્વેસ્ટમેન્ટ, ટેક્સ બચતની સાથે બમ્પર રિટર્નનો ફાયદો

Last Updated: 07:49 PM, 15 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ટેક્સ બચાવવો દરેકને પસંદ હોય છે. પણ અમુક લોકો પાસે તેના પ્રોપર આઈડિયા નથી હોતા. જો તમે પણ ઈન્કમ ટેક્સ પેયર છો અને ટેક્સ બચાવવા માંગતા હોવ તો નીચે મુજબની યોજનામાં રોકાણ કરીને ટેક્સ સેવિંગ કરી શકો છો.

1/7

photoStories-logo

1. ટેક્સ સેવિંગ

નોકરિયાત વર્ગના પગારમાંથી પણ ટેક્સના પૈસા કપાતા હોય છે. જ્યારે ઈન્કમ મીડીયમ હોય ત્યારે સેવિંગ કરવું જરૂરી બની જાય છે. જેથી આજે અમે તમને કેટલીક એવી સરકારી યોજનાઓ વિશે જણાવીશું જ્યાં તમે રોકાણ કરીને મોટી રકમ બચાવી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. NPS

ઇન્કમ ટેક્સ બચાવવા માટે તમે રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS)માં રોકાણ કરી શકો છો. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારા નિવૃત્તિ માટે પૈસા ભેગા કરી શકો છો. જે તમને પેન્શનના રૂપમાં મળશે, આ સાથે તમે 2 લાખ રૂપિયા સુધીનું ટેક્સ સેવિંગ પણ કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 1.50 લાખ સુધીની બચત

NPSમાં 18 થી 70 વર્ષની ઉંમરની કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. ઇન્કમ ટેક્સ કલમ 80C હેઠળ 1.50 લાખ રૂપિયા સુધીની અને 80CCD (1B) હેઠળ 50,000 રૂપિયા સુધીની છૂટ મળે છે. NPSમાં વાર્ષિક રિટર્ન 7.5 થી 16.9 ટકાની વચ્ચે મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સુકન્યા સમૃદ્ધિ યોજના

તમે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને પણ ટેક્સ બચાવી શકો છો. આ યોજના દીકરીઓ માટે છે. તમે કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. આ યોજનામાં રોકાણ કરવાથી 8.2 ટકાના દરે વ્યાજ મળે છે અને 1.50 લાખ રૂપિયા સુધીની ટેક્સ છૂટ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. SCSS

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)માં રોકાણ કરીને પણ ટેક્સ સેવિંગ કરી શકાય છે. આ યોજનામાં 60 વર્ષથી વધુ ઉંમરની કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે. જેમાં તમારી પત્ની સાથે સંયુક્ત ખાતું પણ ખોલી શકાય છે. તેમાં રોકાણ પર 8.2 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે અને આવકવેરામાં 1.50 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. FD

તમે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કરીને પણ ટેક્સ બચાવી શકો છો. બેંકો FDમાં રોકાણ પર 7 થી 9 ટકા વાર્ષિક વ્યાજ મળે છે. તેમાં ઈન્કમ ટેક્સ કલમ 80C હેઠળ મહત્તમ 1.50 લાખ રૂપિયાની બચત કરી શકો છો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. અહીયા રોકાણ પણ કરી શકાય

આ સિવાય તમે ટર્મ ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ અથવા અન્ય કોઈપણ વીમા પૉલિસીમાં રોકાણ કરીને પણ ટેક્સબચાવી શકો છો. ટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ પર 1.50 લાખ રૂપિયા સુધી અને હેલ્થ ઇન્શ્યોરન્સ પર 25,000 રૂપિયા સુધીની છુટટ મેળવી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Tax Saving Income Tax NPS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ