ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Use Charter Planes To Bring Players For T20 World Cup In Australian player

નિવેદન / આ ક્રિકેટરે કહ્યું, ટીમોને ચાર્ટર્ડ પ્લેનમાં લાવો ટેસ્ટ કરાવો પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટ રદ્દ ન કરો

Published By: Juhi

Last Updated: 05:30 PM, 15 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર બ્રેડ હૉગનું માનવું છે કે, તેનો દેશે આ વર્ષે પહેલાથી નિર્ધારિત કાર્યક્રમ અનુસાર T20 વર્લ્ડકપનું આયોજન કરવા માટે દરેક શક્ય પ્રયત્ન કરવા જોઇએ, પછી ભલે તેના માટે ટીમોને એક મહિના પહેલા ચાર્ટર્ડ પ્લેનમાં જ લાવવા કેમ ના પડે અને તમામ ખેલાડીઓના COVID 19 ટેસ્ટ ભલે કરવો પડે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને કારણે 1 લાખ 20 હજારથી વધુ લોકોને વિશ્વભરમાં મૃત્યુ થઇ ગયા છે અને દેશમાં હજુ પણ લૉકડાઉન ચાલી રહ્યુ છે. આ ઘાતક બિમારીને કારણે T20 વર્લ્ડકપ પર શંકાના વાદળો ફરી રહ્યા છે જેનું આયોજન ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે થવાનું છે. 

બ્રેડ હૉગે કહ્યુ કે, આ ટૂર્નામેન્ટને સ્થગિત અથવા તો રદ્દ કરવાના વિચારની વિરુદ્ઘ અને ટૂર્નામેન્ટ સુચારૂ આયોજન માટે આયોજકોને સમય રહેતા કેટલાક જરૂરી પગલા લેવા જોઇએ.

 

બ્રેડ હૉગે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર કહ્યુ કે, ''એ પ્રકારની વાતો થઇ રહી છે કે, ઓસ્ટ્રેલિયામાં થનારા T20 વર્લ્ડકપને રદ્દ કરી શકાય છે અથવા તો સમય બદલી શકાય છે. મને આ પસંદ નથી. પણ કેટલીક સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર છે.''

આ ખેલાડીએ આગળ કહ્યુ કે, ''ઘણા ખેલાડીઓ લૉકડાઉનમાંથી પસાર થઇ રહ્યા છે, તેઓ બહાર નીકળી શકતા નથી અને T20 વર્લ્ડ કપ જેવી ટૂર્નામેન્ટ માટે ટ્રેનિંગ અને તૈયારી નથી કરી રહ્યા. એટલે અમે તેમને અહીં એક કે દોઢ મહિનો પહેલા લાવવા પડશે. ભલે તેના માટે ટીમોને એક મહિના પહેલા ચાર્ટર્ડ પ્લેનમાં જ લાવવા કેમ ના પડે અને તમામ ખેલાડીઓના COVID 19 ટેસ્ટ ભલે કરવો પડે.''

ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકડાઉન 3 મે સુધી વધતા ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફરીથી સ્થગિત થઈ છે. BCCIના સૂત્રોએ મંગળવારે બપોરે આ જાણકારી આપી હતી. બોર્ડ સૂત્રોએ નથી કહ્યું કે, હવે IPLનું શુ શેડ્યુલ હશે. જોકે હાલના પરિસ્થિતિ અને ઇન્ટરનેશનલ શેડ્યુલ જોતા ડિસેમ્બર પહેલા IPL રમાવવી અઘરી છે. જૂનથી સપ્ટેમ્બર સુધી વરસાદની સીઝન હોય છે. સપ્ટેમ્બરમાં એશિયા કપ પણ રમાવવાનો છે. તે પછી ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ રમાશે. તે પછી ઇન્ટરનેશનલ સીરિઝ કેલેન્ડર પ્રમાણે રમાશે. આ બધાની વચ્ચે BCCI માટે IPLનું આયોજન કરવું અઘરું છે.  તેઓ ડિસેમ્બરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે  છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Australia Brad Hogg Cricket Social Media World Cup World Cup 2020 covid 19 sports viral world Statement

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ