બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Urvashi Rautela reacts to the 'Thank God Urvashi is not here' placard after Rishabh Pant's recent appearance at a match

ક્રિકેટર-એક્ટ્રેસ વચ્ચે ઈલું-ઈલું / ઋષભ પંત-ઉર્વશી રૌતેલા પ્રેમમાં છે એ નક્કી ! મેદાનમાં છોકરીએ પ્લેકાર્ડ દેખાડતાં ભડકી ઉર્વશી, ટ્વિટ વાયરલ થયું

Hiralal

Last Updated: 02:48 PM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની આઈપીએલ ટીમ દિલ્હી કેપિટલ્સનો ઉત્સાહ વધારવા મેદાનમાં આવેલા ઋષભ પંતને લઈને એક છોકરીએ લખેલું વાક્ય વાંચીને એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ગુસ્સે થઈ ઉઠી હતી.

  • પોતાની આઈપીએલ ટીમનો ઉત્સાહ વધારવા મેદાનમાં આવ્યો ઋષભ પંત
  • પ્રેક્ષક છોકરીએ દેખાડ્યું પ્લેકોર્ડ, લખ્યું, થેંક ગોડ, ઉર્વશી અહીં હાજર નથી 
  • છોકરીની આ વાતે ઉર્વશી થઈ ગુસ્સે, એક શબ્દ લખીને ઉતાર્યો ગુસ્સો 

બે દિવસ પહેલા ક્રિકેટર ઋષભ પંત અરુણ જેટલી સ્ટેડિયમમાં પહોંચીને ગુજરાત ટાઈટન્સ સામે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2023ની પોતાની પ્રથમ ઘરેલુ મેચમાં પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સનો ઉત્સાહ વધાર્યો હતો. આ મેચ દરમિયાન એક છોકરી પ્લે કાર્ડ લઈને જતી જોવા મળી હતી, જેના પર લખ્યું હતું કે, "ભગવાનનો આભાર કે ઉર્વશી અહીં નથી. છોકરીનું આવું લખેલું પ્લેકાર્ડ વાયરલ થતાં ઉર્વશી રૌતેલાના ધ્યાનમાં આવ્યું અને તે વાંચતા તેના ભવા ચડી ગયાં હતા અને ખાલી એક શબ્દ લખીન પોતાનો ગુસ્સો ઉતાર્યો હતો. 

શું લખ્યું ઉર્વશીએ 
અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ ક્રિકેટર ઋષભ પંત સાથે જોડાયેલા પ્લેકાર્ડ પર પોતાની તરફ ઇશારો કરતા પ્રતિક્રિયા આપી છે. આ ફોટો શેર કરતી વખતે ઉર્વશી રૌતેલાએ માત્ર એટલું જ લખ્યું હતું કે, "કેમ?. છોકરીએ લખ્યું કે થેક્ય ગોડ, ઉર્વશી અહીં નથી. બસ છોકરીની આટલી અમથી વાતે ઉર્વશીને ગુસ્સો આવી ગયો અને તેને થોડામાં બધું કહીને ગુસ્સો ઉતાર્યો. 

ટ્વિટ વાયરલ થતાં ચાહકોએ લગાવ્યો કોમેન્ટનો મારો 
ઉર્વશીનું કેમવાળું ટ્વિટ વાયરલ થતાં ચાહકોએ પણ અનેક કોમેન્ટ કરી હતી. એક યુઝરે લખ્યું કે ઋષભ ભૈયાને નજર લાગી જાત. બીજાએ લખ્યું કે તેણે રૌતેલાનો ઉલ્લેખ કર્યો નથી તેથી ઈગ્નોર કરો. 

ઉર્વશી અને ઋષભ વચ્ચે અફેરની ચર્ચા 
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બોલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત એકબીજાના પ્રેમમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. ઉર્વશીએ એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે 'મિસ્ટર આરપી'એ તેને એક હોટલમાં મળવા માટે ઘણી રાહ જોઈ હતી. તે આરપીના નામે ઘણી વખત ગુપ્ત પોસ્ટ પણ કરે છે, જેના ચાહકોનું અનુમાન છે કે તે માત્ર રિષભ માટે જ પોસ્ટ કરી રહી છે. ઘણી વખત તે ઋષભ પંતની મેચ જોવા માટે સ્ટેડિયમમાં પણ જોવા મળી હતી.જ્યારે પંતનો અકસ્માત થયો ત્યારે અભિનેત્રી અને તેની માતાએ પણ ઋષભની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Rishbh Pant Rishbh Pant in ground Urvashi Rautela urvashi rautela interview urvashi rautela
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ