બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / upleta double murder case due to love marriage

ચકચાર / ઉપલેટામાં લવમેરેજમાં ડબલ-મર્ડર: સગા ભાઈએ સરાજાહેર બહેન-બનેવીને તીક્ષ્ણ હથિયારથી પતાવી નાંખ્યા

Khyati

Last Updated: 01:36 PM, 19 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં સરાજાહેરમાં યુવક યુવતીની હત્યા, પ્રેમ લગ્ન કરતા બહેન બનેવીની સગા ભાઇએ કરી હત્યા

  • રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના
  • કુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
  • જાહેર હુમલામાં યુવક અને યુવતીના ઘટનાસ્થળે મૃત્યુ

રાજ્યમાં  સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા છે. એક પણ દિવસ એવો હોતો નથી કે કોઇ હત્યાનો બનાવ ન બન્યો હોય. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી.ય ક્યારેક અંગત અદાવતમાં તો ક્યારેક પૈસાની લેતી દેતીમાં, અને હવે તો પ્રેમ પ્રકરણમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી. 

રાજકોટમાં ડબલ મર્ડર

રાજકોટના ઉપલેટામાં કુંભરવાડાના નાકે ડબલ મર્ડરની ઘટના બની. કુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારના ઝીંકીને  હુમલાખોરો  ફરાર થઇ ગયા. બંને યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ  છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી.  હાલમાં મૃતદેહો કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  તપાસમાં સામે આવ્યુ છે કે હત્યા કરનાર શખ્સ બીજુ કોઇ નહી પરંતુ યુવતીનો ભાઇ જ હતો. 

પ્રેમ લગ્ન કરતા ભાઇએ રાખ્યો ખાર

પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયા હોવાનું સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ યુવતીએ 6 મહિના પેહલા જ પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે ભાઇએ ખાર રાખ્યો હતો. સગા ભાઇએ જ બહેન-બનેવીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.  મળતી માહિતી મુજબ  ઉપલેટાની જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હીના સોમજીભાઈ સીંગરખીયા (ઉં.વ.30)ને હીનાના ભાઈ સુનિલે છરીના આડેધડ ઘા મારીને હત્યા નીપજાવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનિલને પકડવા શોધખોળ હાથ ધરી છે.


સળગતા સવાલ ?

શું આ છે રાજકોટની કાનૂન વ્યવસ્થા?
કથળતી કાનૂન વ્યવસ્થા કોણ સુધારશે?
રાજકોટ જિલ્લામાં અપરાધીઓ કેમ બેફામ છે?
રાજકોટ જિલ્લામાં અપરાધીઓને કેમ પોલીસનો કોઇ ડર નથી?
બેફામ અપરાધીઓથી જનતાની સુરક્ષા કોણ કરશે?
બેફામ અપરાધીઓ પર સંકજો ક્યારે કસાશે?
શું હવે રાજકોટ જિલ્લામાં જનતાએ ભયમાં જ રહેવુ પડશે?
રાજકોટ જિલ્લામાં ભયમુક્ત વાતાવરણ ક્યારે થશે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ