બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unseasonal rain will fall in Gujarat from today till December 5

મુસીબતનો વરસાદ / આજથી 5 ડિસેમ્બર સુધી ગુજરાતમાં પડશે કમોસમી વરસાદ, રાજ્યના આ વિસ્તારના ખેડૂતો રહે એલર્ટ!

Priyakant

Last Updated: 01:00 PM, 1 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain Forecast Latest News: આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, 2 થી 4 ડિસેમ્બર સૌરાષ્ટ્ર,દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની સંભાવના

  • રાજ્યમાં કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ 
  • આજથી 5 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી 
  • સૌરાષ્ટ્ર,દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી 
  • મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનની અસરથી રહેશે વરસાદ 

Gujarat Rain Forecast : ગુજરાતમાં તાજેતરમાં આવેલ માવઠાએ ભારે વિનાશ કર્યા બાદ ફરી એકવાર ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વિગતો મુજબ આજથી 5 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ પહેલા ગઈકાલે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 

આજથી 5 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી 
ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. જે મુજબ આજથી 5 ડિસેમ્બર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. મહારાષ્ટ્રના દરિયામાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે તો 2થી 4 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી છે આગાહી 
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે. જોકે પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ માવઠું તાજેતરમાં આવેલ કમોસમી વરસાદની તીવ્રતા વાળું નહીં હોય. આ સાથે કહ્યું કે, આ વખતે સાર્વત્રિક ઝાપટાં નહીં હોય. 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે. આ સાથે પરેશ ગોસ્વામીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજ્યમાં 5 તારીખથી ફરી વાતાવરણ સ્વચ્છ બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ