બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Unknown facts about naresh kanodiya

RIP Naresh Kanodiya / 6 મહિનાના નરેશ કનોડિયાને મૂકીને માતાનુ થયુ હતુ દેહાંત, જાણો ગુજરાતી મહાનાયકના જીવનની અજાણી વાતો

Last Updated: 12:41 PM, 27 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી સિનેમાના રજનીકાંત કહેવાતા નરેશ કનોડિયાનું નિધન આજે સવારે એટલે કે 27 ઓક્ટોબરના રોજ થયુ છે. ત્યારે કેટલીક એવી બાબતો છે જે તેમના ફેન્સ કે સામાન્ય લોકોને નહી ખબર હોય. તો આજે નજર નાંખીએ એવી કેટલીક બાબતો પર જે સામાન્ય લોકોથી અજાણ છે.

  • નરેશ કનોડિયાના જીવનની અજાણી વાતો 
  • મહેશ-નરેશની બેલડી પામી વૈકુંઠ 
  • 77 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા

નરેશ કનોડિયાનો જન્મ
નરેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. નરેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(મહેશ કનોડિયા, સુરેશ કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. આ ઘર હજી પણ નરેશ કનોડિયાએ યાદગીરી રીતે એમને એમ રાખ્યું છે. નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ મહેશ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી.

માતાનું મૃત્યુ 
નરેશ કનોડિયા જ્યારે 6 મહિનાના હતા ત્યારે જ તેમની માતા દલી બહેનનું દેહાંત થયુ હતુ, તેમની બહેનોએ જ તેમને મોટા કર્યા છે માટે તેમની બહેનો જ તેમના માટે માતા હતી. 


મળી ચૂક્યા છે આટલા ઍવોર્ડ     
 શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી (Tanariri) માટે (1974-75) (સંગીતકાર તરીકે)

શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ (Jog Sanjog) માટે (1980-81)

દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે)

શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે)

શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ (Laju Lakhan) માટે (1991-92) (સંગીતકાર તરીકે)

વિદેશ જનાર પહેલી ગુજરાતી જોડી
80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝમાંથી મહેશ-નરેશ એવા પહેલાં ગુજરાતી સ્ટાર છે, જેમણે ભારત બહાર જઈને સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હોય. તેમણે આફ્રિકા, અમેરિકા તથા એશિયાના કેટલાંક દેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.

અભિનેતા પહેલા શું હતા
નરેશ કનોડિયાને આજે આપણે એક અભિનેતા અને નેતા તરીકે ઓળખીએ છીએ પરંતુ તે પહેલા ગીત ગાતા શીખ્યા બાદમાં તે ડાન્સર હતા અને તે બાદ અભિનય ક્ષેત્રે ડગ માંડ્યાં. મહત્વની વાત તે છે કે તેમના ઘરમાં રેડિયો પણ ન હતો. બંને ભાઇ કરિયાણાની દુકાન પાસે ઉભા રહીને રેડિયો સાંભળતા અને બાદમાં ગીત ગાવાનો પ્રયત્ન કરતા. તે રીતે તેઓ ગીત ગાતા શીખ્યા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati Cinema Naresh Kanodia નરેશ કનોડિયા મહાનાયક Gujarati Cinema
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ