ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / union-minister-ramesh-pokhriyal-daughter-aarushi-nishank-going-to-debut-in-bollywood-see-photos

સિલ્વર સ્ક્રીન / મોદી સરકારના મંત્રીની દીકરીની બોલીવુડમાં એન્ટ્રી, ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી તસવીરો

Published By: Nirav

Last Updated: 11:52 PM, 9 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરીયલ નિશંકની પુત્રી આરુષિ નિશંક થોડા સમયમાં એક બોલિવૂડ ફિલ્મમાં ડેબ્યૂ કરવાની છે, જેની માહિતી તેણે પોતે જ આપી હતી.

ADVERTISEMENT

  • કેન્દ્રીય કેબિનેટ મંત્રી નિશંકની દીકરી છે આરુષિ 
  • રમેશ પોખરિયાલ નિશંક હાલમાં શિક્ષણ મંત્રી છે 
  • આરુષિએ તેની ડેબ્યૂ ફિલ્મ તારિણીનો ફર્સ્ટ લુક જાહેર કર્યો હતો

મહત્વનું છે કે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યપ્રધાન અને હાલમાં કેન્દ્રીય કેબિનેટ શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકની પુત્રી આરુષિએ તેની ડેબ્યૂ ફિલ્મનો ફર્સ્ટ લુક 8 માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.

બોલિવૂડમાં પદાર્પણ કરવા જઈ રહી છે આરુષિ 

આરુષિ નિશંક બોલિવૂડ ટૂંક સમયમાં જ પદાર્પણ કરવા જઈ રહી છે, તે તારિણી નામની ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મ નૌકાદળના તે છ નૌસેના અધિકારીઓની વાર્તા છે જેમણે એક જહાજમાં સમુદ્ર દ્વારા વિશ્વનો પ્રવાસ કર્યો હતો.

તેમની હિંમતને કારણે આજે આ 6 મહિલાઓના નામ ઇતિહાસમાં નોંધાયા છે. આ ફિલ્મનું પહેલું પોસ્ટર આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિનના દિવસે બહાર પાડવામાં આવ્યું હતું.

 

સોશિયલ એક્ટિવિસ્ટ પણ છે આરુષિ 

આરુષિ નિશંકે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનો ફર્સ્ટ લુક શેર કર્યો હતો. મહત્વનું છે કે, આરુષિ નિશંકની એક સોશિયલ એક્ટિવિસ્ટ તરીકેની પણ સારી ઓળખ છે. આરુષિને ગંગા બચાવો અભિયાન માટે આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો છે. હવે તે જલ્દીથી જ સિલ્વર સ્ક્રીન પર પગ મૂકવા જઈ રહી છે

કોરોનાના સમય દરમિયાન પણ આરુષિ લોકોને સતત જાગૃત કરતી રહી છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઇંગ પણ છે, આરૂષિ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને રોજ તેના ફોટા શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર 13 હજારથી વધુ લોકો આરૂષિને પણ ફોલો કરે છે.

ભારતીય નૌકાદળની ૬ મહિલા સાહસિકોની ગાથા વર્ણવે છે ફિલ્મ તારિણી 

વર્ષ 2020 માટે Earth Day નું આયોજન કરતી સંસ્થા, Earth Day Network દ્વારા આરૂષિ નિશંકની પણ પસંદગી કરવામાં આવી હતી. તારિણી જહાજના મહિલા અધિકારીઓ પ્રતિભા જામવાલ, વરતિકા જોશી, પી. સ્વાતિ, એસ.વિજય, ઐશ્વર્યા અને પાયલ ગુપ્તા પર આ ફિલ્મ બનાવવામાં આવી રહ્યા છે. 19 સપ્ટેમ્બર, 2017 ના રોજ ભારતીય નૌકાદળના આઈએનએસવી તારિણી જહાજ દ્વારા વિશ્વની યાત્રા કરી હતી. તેઓ 19 મે 2018 ના રોજ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પોલેન્ડ અને દક્ષિણ આફ્રિકા થઈને ગોવા પરત પહોંચી હતી.

આ દરમિયાન તેમણે 21,600 નોટિકલ માઇલનું અંતર કાપ્યું. આ મહિલાઓએ ૨૫૪ દિવસ સુધી સમુદ્રમાં મુસાફરી કરી હતી. તેમની હિંમતના લીધે, આ છ મહિલાઓએ ઇતિહાસમાં પોતાનું નામ સ્વર્ણક્ષરે નોંધાવ્યું હતું. દેશના દરેક નાગરિકે તેમના પ્રશંસા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મહિલાઓના સાહસને બિરદાવ્યું હતું, અને હવે આ ફિલ્મ તેમના પર બનાવવામાં આવી રહી છે, જે ખૂબ ગર્વની વાત છે. આ ફિલ્મ પર કામ ટૂંક સમયમાં શરૂ થશે. ટી સીરીઝ અને હિમશ્રી સંયુક્ત રીતે તેનું નિર્માણ કરશે.

સંકળાયેલા મુદ્દાઓ

Earth Day Ramesh Pokhriyal Nishank Union Minister arushi nishank આરુષિ નિશંક રમેશ પોખરિયાલ silver screen

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ