બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Union Cabinet approves contract signing with L&T for three Cadet Training Ships

યુનિયન કેબિનેટ / મોદી કેબિનેટનો મોટો નિર્ણય, વિમાન અને જહાજ નિર્માણ કામમાં 25 લાખ લોકોને મળશે રોજગારી, જુઓ શું ખરીદી કરી

Hiralal

Last Updated: 08:46 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં 70 ટ્રેનર વિમાન અને 3 કેડેટ ટ્રેનિંગ શીપ ખરીદવાનો જે નિર્ણય લેવાયો છે તેને કારણે 25 લાખ લોકોને રોજગારી મળશે.

  • મોદી કેબિનેટના એક મોટા નિર્ણયથી 25 લાખ લોકોને મળશે રોજગારી
  • સરકાર 70 ટ્રેનર વિમાન અને 3 કેડેટ ટ્રેનિંગ શીપની ખરીદીને આપી મંજૂરી 
  • ચેન્નાઈના કટ્ટુપલ્લીમાં એલએન્ડટી શિપયાર્ડમાં બનશે 3 જહાજ 
  • હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં બનશે 70 વિમાન
  • આને કારણે લાખો લોકોને મળશે રોજગારી 

કેન્દ્રીય મંત્રીમંડળે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદીને મંજૂરી આપી હોવાથી સરકારી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં આ વિમાનો બનશે જે કામમાં 3000થી વધુ લોકોને રોજગારી મળશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે ખરીદીના નિર્ણયથી સેંકડો એમએસએમઇ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય) માટે નવી તકો ખુલશે અને હજારો નોકરીઓનું સર્જન થશે. તેમણે કહ્યું હતું કે, સંરક્ષણમાં ભારતની આત્મનિર્ભરતા મજબૂત કરવાની દિશામાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.વિમાન ખરીદીના નિર્ણયને કારણે 1,500 કર્મચારીઓને પ્રત્યક્ષ રોજગાર અને 100થી વધુ એમએસએમઇના 3,000 લોકો માટે પરોક્ષ રોજગારી મળશે. 

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ટ્રેનર વિમાન બનાવીને નેવીને આપશે 
કેન્દ્ર સરકારે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટ ખરીદીને પણ મંજૂરી આપી છે. કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (સીસીએસ)એ ભારતીય વાયુસેના માટે 6,828 કરોડ રૂપિયાના ખર્ચે 70 એચટીટી-40 બેઝિક ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીને મંજૂરી આપી દીધી છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે છ વર્ષના ગાળામાં આ વિમાનનો સપ્લાય શરુ થશે.  સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા ઉત્પાદિત એચટીટી-40 એક ટર્બોપ્રોપ એરક્રાફ્ટ છે, જેને ઓછી ઝડપથી હેન્ડલિંગ સુવિધા અને વધુ સારી તાલીમ પ્રદાન કરવા માટે ડિઝાઈન કરાયા છે. 

3 જહાજ નિર્માણમાં 22.5 લાખ માનવદિવસની રોજગારીનું સર્જન
બાય ઈન્ડીયા કેટેગરી હેઠળ રૂ. 3,108.09 કરોડના કુલ ખર્ચ સાથે ત્રણ કેડેટ તાલીમ જહાજોની ખરીદી માટે લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ (એલએન્ડટી) સાથે કરાર પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી છે. ચેન્નાઈના કટ્ટુપલ્લીમાં એલએન્ડટી શિપયાર્ડમાં આ 3 જહાજ બનશે જે કામમાં 22.5 લાખ માનવદિવસની રોજગારીનું સર્જન થશે.  તેનાથી ભારતીય જહાજનિર્માણ અને એમએસએમઇ સહિત સંલગ્ન ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન મળશે. 

દરિયામાં મહિલાઓ સહિત ઓફિસર કેડેટ્સની તાલીમ પૂરી પાડશે 
ત્રણ કેડેટ તાલીમ જહાજો ભારતીય નૌકાદળની ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવા માટે તેમની મૂળભૂત તાલીમ પછી દરિયામાં મહિલાઓ સહિત ઓફિસર કેડેટ્સની તાલીમ પૂરી પાડશે તે ઉપરાંત રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવવાના હેતુથી આ જહાજો મૈત્રીપૂર્ણ દેશોના કેડેટ્સને તાલીમ પણ આપશે. આ જહાજોને લોકોના સ્થળાંતર અને માનવતાવાદી સહાય અને કુદરતી હોનારત વખતે પણ કામમાં લઈ શકાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ