બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / Umesh Pal case: Atiq ahmed is scared! told supreme court not to send him in UP

ઉમેશ પાલ હત્યાકાંડ / લોકોને ડારતો તો ડરપોક નીકળ્યો ! એન્કાઉન્ટરની બીક લાગતાં બોલ્યો અતીક અહમદ, ગુજરાતથી UP ન મોકલતાં

Vaidehi

Last Updated: 06:21 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉમેશપાલ હત્યાકાંડ બાદ બાહુબલી અતીક અહમદને પોતાના એન્કાઉન્ટરનો ભય લાગી રહ્યો છે. અતીકે SCમાં અરજી કરી કે તેને UP પોલીસને ન સોંપવામાં આવે...

  • ઉમેશપાલ હત્યાકાંડ બાદ અતીક અહમદ ડર્યો
  • સુપ્રીમ કોર્ટમાં પોતાનો જીવ બચાવવા કરી અરજી
  • કહ્યું ગુજરાતમાં જ રાખો, યૂપીમાં જીવને જોખમ છે

હાલમાં ઉમેશપાલ હત્યાકાંડનાં બાહુબલી અતીક અહમદ ભયભીત છે. ગુજરાતની જેલમાં બંધ અતીકે બુધવારે SCમાં અરજી કરતાં કહ્યું કે તેને UP પોલીસનાં હવાલે ન કરવામાં આવે..કારણકે તેને પોતાના એન્કાઉન્ટરનો ડર લાગી રહ્યો છે.  તેણે અરજીમાં કહ્યું કે જો ઉમેશ પાલ હત્યાકાંડમાં તેનાથી કોઈ પૂછપરછ કરવાની છે તો તે ગુજરાતમાં જ થાય. એટલું જ નહીં પ્રયાગરાજનાં ઉમેશ પાલ હત્યાકાંડ બાદ પોલીસ પ્રશાસનની કાર્યવાહી અંતર્ગત બુધવારે અતીક અહમદનાં નજીકી ઝફર અહમદનાં ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યો છે.

SCમાં કરી આ અરજી
સુપ્રીમ કોર્ટમાં દાખલ અરજીમાં ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનાં નિવેદનને ટાંકવામાં આવ્યું છે. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ આપવામાં આવેલા આ નિવેદનમાં યોગીએ કહ્યું હતું કે માફિયાને માટીમાં ભેળવી દેશું..ત્યારબાદ કેટલાક અધિકારીઓ પણ આ પ્રકારની વાત કહી ચૂક્યાં છે. આ પ્રકારનાં નિવેદનો અને પોલીસનાં પાછલાં રેકોર્ડનો ઉલ્લેખ કરતાં અતીત અહમદે પોતાનાં જીવની સુરક્ષા માટે માગ કરી છે. તેણે કહ્યું કે તેના સાથે પૂછપરછ ગુજરાતમાં જ કરવામાં આવે. તેણે યૂપીમાં પોતાનો જીવ જોખમમાં હોવાની વાત કરી હતી.

ગેંગસ્ટર વિકાસ દુબેની ગાડીને લઈને વાત કરી
અરજીમાં ગેંગસ્ટર વિકાસ દુબેની ગાડીને પલટાવાની અને જેલમાં બંધ મુન્ના બજરંગીની હત્યા જેવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. 2019માં સુપ્રીમ કોર્ટે અતીક અહમદને ગુજરાત જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ ત્યારે આપવામાં આવ્યો હતો જ્યારે યૂપીની દેવરિયા જેલમાં બંધ અતીકએ એક વેપારીને કીડનેપ કરીને જેલમાં બોલાવ્યો હતો. 

અતીક અહમદનાં નજીકીનાં ઘરે ચાલ્યો બુલડોઝર
યૂપી પોલીસ પ્રશાસને બુધવારે અતીક અહમદનાં નજીકી ઝફર અહમદનાં ઘર પર કાર્યવાહીનાં ભાગરૂપે બુલડોઝર ચલાવ્યું છે. પ્રયાગરાજ પોલીસ અને રેપિડ એક્શન ફોર્સની હાજરીમાં સંપત્તિઓને તોડવામાં આવી હતી. ઝફર અહમદ પણ આ મામલામાં આરોપી છે.

ઉમેશપાલ અને રાજૂ પાલ હત્યાકાંડ
ઉમેશ પાલ બહુજન સમાજ પાર્ટી વિધાયક રાજૂ પાલનાં હત્યાકાંડનાં મુખ્ય સાક્ષી હતાં. આ ઘટનામાં ઉમેશને સુરક્ષા પ્રદાન કરનારાં 2 કોનસ્ટેબલોમાંથી એક સંદીપ નિષાદને પણ મારી નાખવામાં આવ્યું હતું. રાજૂ પાલની હત્યામાં અતીક અહમદ અને તેનો ભાઈ આરોપી છે. અને ઉમેશ પાલનાં મર્ડર પાછળ પણ અતીકનો હાથ હોવાનું સામે આવ્યું છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ