ukraine could field of war between russia and america joe biden vladimir putin all updates
BIG NEWS /
યુદ્ધનું મેદાન બનશે યુક્રેન, અમેરિકાએ મોકલ્યો હથિયારનો મોટો જથ્થો, લોકોને કરી આ અપીલ
Team VTV08:03 AM, 24 Jan 22
| Updated: 10:42 AM, 24 Jan 22
શું અમરિકા અને રશિયાની વચ્ચે જારી સ્પર્ધાની વચ્ચે યુક્રેન યુદ્ધનું મેદાન બનશે?
રશિયાએ અમેરિકાને યુક્રેનના મામલા પર દખલ ન કરવાની ચેતવણી આપી
યુક્રેન ન જાઓ કેમ કે સૈન્ય ક્રાયવાહી અને કોરોનાનો ખતરો છે
અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે 2 લાખ પાઉન્ડની મદદ મોકલવામાં આવી
રશિયાએ અમેરિકાને યુક્રેનના મામલા પર દખલ ન કરવાની ચેતવણી આપી
બન્ને દેશોના નિવેદનો અને વલણને જોતા એ આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે એક તરફ રશિયાએ અમેરિકાને યુક્રેનના મામલા પર વધારે ધ્યાન ન આપવાની દખલ કરવાની ચેતવણી આપી છે. ત્યારે અમેરિકાએ આ યુરોપીય દેશોમાં જંગી હથિયારોનો જથ્થો મોકલવાનો શરુ કરી દીધો છે. એટલું જ નહીં અમેરિકા તરફથી એક ટ્રાવેલ એડવાયઝરી જારી કરવામાં આવી છે. જેમાં કહેવા આવ્યું છે કે રશિયા તરફથી અહીં મિલેટ્રી એક્શનનું સંકટ છે. તેવામાં યુક્રેન જવાથી બચે.
યુક્રેન ન જાઓ કેમ કે સૈન્ય ક્રાયવાહી અને કોરોનાનો ખતરો છે
યુક્રેન સ્થિત અમેરિકન દૂતાવાસે ટ્રાવેલ એડવાયઝરીમાં કહેવામાં આવ્યું છે કે યુક્રેન ન જાઓ કેમ કે સૈન્ય ક્રાયવાહી અને કોરોનાનો ખતરો છે. ગુના અને અશાંતિના ચાલતા અહીંથી આવવાથી બચો. ક્રીમિયો, દોનેત્સક અને લુહાંસકમાં ન જાઓ. અમેરિકાએ યુક્રેનની રાજધાની કીવમાં સ્થિત પોતાના દૂતાવાસના કર્મચારીઓના પરિવારોએ પણ પાછા ફરી જવા કહ્યું છે. અમેરિકન વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયા અને ક્રીમિયાના દૂતાવાસોથી રાજનાયિકોના પરિવારના લોકો ચાલ્યા ગયા. રશિયા તરફથી સૈન્ય કાર્યવાહીનો ખતરો છે. ખાસ કરીને રશિયન નિયંત્રણવાળા પૂર્વ યુક્રેનમાં સ્થિતિ ચિંતાજનક છે.
અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે 2 લાખ પાઉન્ડની મદદ મોકલવામાં આવી
યુક્રેનને લઈને અમેરિકા અને રશિયાની વચ્ચે તણાવ કોઈ પણ હદ સુધી વધી શકે છે. આ વાતનો અંદાજો પણ વગાવી શકાય છે કે જંગી હથિયારોની ખેપ ભેજના અમેરિકાએ શરુ કરી દીધા છે. અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે 2 લાખ પાઉન્ડની મદદ મોકલવામાં આવી છે. જેમાં જંગી હથિયાર પણ સામેલ છે. જે મોર્ચ પર તૈનાત યુક્રેનના સૈનિકને મોકલવામાં આવશે.
યુક્રેનને 2.7 અરબ ડોલરની મદદ અપાઈ ચૂકી
અમેરિકન દૂતાવાસે કહ્યું કે 2014થી અત્યાર સુધી અમારી તરફથી યુક્રેનને 2.7 અરબ ડોલરની મદદ અપાઈ ચૂકી છે જેથી તે રશિયાની આક્રમક રણનીતિના સામનો કરી શકે. અમેરિકન દૂતાવાસે એક તસવીર પણ ટ્વીટ કરી છે. જેમાં મોટી સંખ્યાાં કન્ટેનર ઉતરી રહ્યા છે.