ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Two Sexual harassment Cases filed in ahmedabad
ADVERTISEMENT
ADVERTISEMENT
બાપુનગર વિસ્તારમાં રાજકોટનો પરિવાર કામ અર્થે સગાના ઘરે આવ્યો હતો. ત્યારે એક મહિલા તેની દીકરીને લઈને બાપુનગર નેશનલ હેન્ડલૂમમાં ગયા હતા આ દરમ્યાન એક અજાણ્યો શખ્સ તેમનો પીછો કરતો હતો. મહિલા દીકરી સાથે નેશનલ હેન્ડલૂમમાં ગઈ ત્યારે ત્યાં પણ આ શખ્સ પાછળ આવ્યો હતો. હેન્ડલુમાં શખ્સે મહિલાના ડ્રેસનો દુપટ્ટો પકડી છેડતી કરી હતી. જેથી મહિલાએ વિરોધ કરતા શખ્સે બાજુમાં પડેલી લાકડી લઇને મહિલાને મારી હતી. જેને પગલે આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને આ શખ્સને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
એક બનાવ ફોગીંગના બહાને કિશોરી ને અડપલાં કર્યા
જ્યારે બીજી ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફોગિંગનું કામ કરતા છોટુ ભૈયાજી નામના યુવકે બાપુનગરમાં ફ્રુટ પુરાની ચાલી નજીક ફોગિંગ મશીન લઈ આવ્યો હતો. છોટુ ભૈયાજી ચાલીમાં ધુમાડો કરવાનાં બહાને ત્યાં જ રહેતી 15 વર્ષીય કિશોરીના ઘર પાસે ગયો હતો. જ્યાં તેણે ફોંગિગ મશીન ચાલુ કરી ધુમાડો કર્યો હતો, ધૂમડાનો લાભ લઇ બાજુમાં ઉભેલી કિશોરીની છાતી પર હાથ મુકી દીધા હતા.
ADVERTISEMENT
તેમજ શરીરના અન્ય ભાગે પણ અડપલાં કરીને છેડતી કરી હતી. જેથી ગભરાયેલી સગીરાએ બુમાબુમ કરી મુકતા તેણીના પરિવારજનો દોડી આવ્યા હતા.આ અંગે પોલીસે બાપુનગર ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ