બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / વિશ્વ / Two died from Marburg Virus, which is more dangerous than Corona-Ebola

VTV Special / કોરોના-ઈબોલાથી પણ ખતરનાક Marburg Virus થી બેના મોત, દુનિયાભરમાં ઍલર્ટ-જાણો લક્ષણો અને ઈલાજ

ParthB

Last Updated: 03:09 PM, 19 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં કોરોનાના કહેર વચ્ચે આફ્રિકાના કેટલાક ભાગોમાં એક નવા વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

  • માર્ગબર્ગ વાઈરસ કોરોના-ઈબોલા કરતા પણ વધુ ઘાતક
  • માર્ગબર્ગ વાયરસના કારણે  2005માં અંગોલામાં 200 લોકોના મોત નીપજ્યુ
  • આફ્રિકામાં બીજી વખત માર્ગબર્ગ વાયરસના કેસ જોવા મળ્યા

કોરોના, મંકીપોક્સ અને ઈબોલાના જોખમોમાંથી વિશ્વ હજુ બહાર આવ્યું નથી ત્યાં તો નવા વાયરસ  માર્ગબર્ગ વાઈરસે દસ્તક આપી છે. આફ્રિકાના દેશ ઘાનામાં આ વાયરસના પ્રથમ 2 કેસની પુષ્ટિ થઈ છે. ઘાનાનું કહેવું છે કે, તેમના દેશમાં માર્ગબર્ગ વાયરસના બે દર્દીઓ મળી આવ્યાં છે. માર્ગબર્ગ વાયરસ સૌથી વધુ સંક્રમિત બીમારી છે.  આ વાયરસ પોતે જ ઇબોલાનું કારણ બને છે. બીજી તરફ ભારતમાં મંકીપોક્સના બીજા કેસની પણ પુષ્ટિ થઈ છે. બંને કેસ કેરળમાં મળી આવ્યા છે.

બંને સંક્રમિત દર્દીઓના મોત , 98 લોકો ક્વોરેન્ટાઈન 

ઘાનાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ મહિનાની શરૂઆતમાં બંને દર્દીઓના નમૂનાઓ પોઝિટીવ આવ્યા હતા.જે બંને દર્દીઓનું તાજેતરમાં દક્ષિણ અશાંતિ ક્ષેત્રની હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. હવે સેનેગલની લેબોરેટરીમાં તે સેમ્પલનું ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જ્યાં તેમનામાં માર્ગબર્ગ વાયરસની પુષ્ટિ થઈ છે. ઘાનાના આરોગ્ય અધિકારીઓ કહે છે કે ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવવાને કારણે 98 લોકોને અલગ રાખવામાં આવ્યા છે.

આફ્રિકામાં બીજી વખત માર્ગબર્ગ વાયરસના કેસ જોવા મળ્યા

પશ્ચિમ આફ્રિકામાં  માર્ગબર્ગ  વાયરસના કેસની પુષ્ટી આ બીજી વખત છે. ગયા વર્ષે ગિનીમાં એક કેસ જોવા મળ્યો હતો. પરંતુ, આ કેસની પુષ્ટિ થયાના પાંચ અઠવાડિયા પછી, સપ્ટેમ્બરમાં, ગિની સરકારે તેનો પ્રકોપ ખતમ થઈ ગયા હોવાનું એલાન કરી દીધું હતું. બીજી  WHO કહે છે કે આફ્રિકા, અંગોલા, કોંગો કેન્યા, દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડામાં આ વાયરસના છૂટાછવાયા કેસની પુષ્ટિ થઈ છે.

માર્ગબર્ગ વાયરસના કારણે  2005માં અંગોલામાં 200 લોકો માર્યા ગયા હતા

માર્ગબર્ગ વાયરસે 2005 માં અંગોલામાં 200 થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. જે બાદ WHOએ તેને માર્ગબર્ગ વાયરસનો સૌથી ભયંકર પ્રકોપ ગણાવ્યો હતો.માર્ગબર્ગનો પ્રથમ પ્રકોપ 1967 માં જર્મનીમાં થયો હતો, જ્યાં સાત લોકો મૃત્યુ પામ્યા હતા.

WHOએ શું કહ્યું ? 

WHOના અધિકારીઓએ ઘાનાની સરકારને તમામ શક્ય સહાયતા આપવાનું વચન આપ્યું છે. એટલું જ નહીં, WHO એ પણ માર્ગબર્ગ વાયરસની પુષ્ટિ બાદ ઘાનાના ઝડપી પ્રતિક્રિયાની પ્રશંસા કરી છે. WHOના આફ્રિકાના ડાયરેક્ટર ડો. માત્શિદિસો મોએતીએ જણાવ્યું હતું કે ઘાનાએ એક મહાન કામ કર્યું છે કારણ કે તાત્કાલિક અને નિર્ણાયક પગલાં વિના,માર્ગબર્ગ વાયરસ સરળતાથી નિયંત્રણમાંથી બહાર નીકળી શકે છે.

આ સંક્રમણ કેવી રીતે ફેલાય છે?

નિષ્ણાતોના મતે, સંક્રમિત વ્યક્તિના લોહી અથવા શરીરના પ્રવાહી (પેશાબ, લાળ, પરસેવો, મળ, ઉલટી, માતાનું દૂધ અને વીર્ય) સાથે સંપર્ક દ્વારા અન્ય લોકોમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેલું છે. અહેવાલો દર્શાવે છે કે ચેપગ્રસ્તના કપડાં, પથારી અને તબીબી ઉપકરણોના ઉપયોગથી પણ સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેલું છે. નિષ્ણાતો સંક્રમિત લોકો સાથે સેક્સ કરવાની મનાઈ ફરમાવે છે, જેના કારણે અન્ય લોકોને સંક્રમિત લાગવાનું જોખમ રહેલું છે.

માર્ગબર્ગ વાયરસ વિશે જાણો 

માર્ગબર્ગ વાયરસના કારણે માર્ગબર્ગ વાયરસ રોગ (MVD) નું જોખમ ધરાવે છે, જેનો મૃત્યુદર 88 ટકાથી વધુ હોઈ શકે છે. 1967 માં, આ વાયરસનો પ્રથમ પ્રકોપ જર્મનીના માર્ગબર્ગ અને ફ્રેન્કફર્ટમાં જોવા મળ્યો હતો. આ વાયરસ પણ ઇબોલા પરિવારનો સભ્ય છે. બંને રોગો દુર્લભ છે અને ઉચ્ચ મૃત્યુદર સાથે ઝડપથી ફાટી નીકળે છે.કોરોનાની જેમ આ પણ ચામાચીડિયાના સ્ત્રોતથી થતો રોગ છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના નિષ્ણાતોના મતે, ચેપગ્રસ્ત પ્રાણીમાંથી મનુષ્યમાં વાયરસનું ક્રોસઓવર વ્યક્તિ-થી-વ્યક્તિમાં ટ્રાન્સમિશન તરફ દોરી શકે છે.

મારબર્ગ વાયરસના લક્ષણો

- WHOના જણાવ્યા અનુસાર  તેના સંક્રમણનો  સમયગાળો 2-21 દિવસનો હોય છે. આ દરમિયાન વાયરસ તેનું સ્વરૂપ બદલતો રહે છે.
- ગંભીર તાવ, માથાનો દુખાવો અને ખૂબ જ શારિરીક નબળાઈ થઈ શકે છે.
- સ્નાયુઓમાં દુખાવો, પાણીયુક્ત ઝાડા, પેટમાં દુખાવો અને ખેંચાણ, ઉલટી ત્રીજા દિવસે શરૂ થઈ શકે છે.
- આ વાયરસથી સંક્રમિત દર્દીઓને એક અઠવાડિયા સુધી ઝાડા થઈ શકે છે. જેમાં દર્દી વધુ થાક અનુભવી શકે છે. ચહેરાનો રંગ બદલાવા લાગે છે. આંખો કાળી થવા લાગે છે.
- ઉલટી અને મળમાં  લોહી આવવા લાગે છે. બીજી બાજુ નાક, પેઢા અને યોનિમાંથી ઘણીવાર રક્તસ્રાવ થાય છે. જ્યારે વાઇરસ શરીરમાં વધુ ઘર કરી જાય છે, ત્યારે ખૂબ જ તાવ આવે છે.
- જ્યારે આ વાયરસ શરીરમાં વધુ ઘર કરી જાય છે ત્યારે દર્દી 8-9 દિવસમાં મૃત્યુ પણ પામે છે. જો કે, આવી સ્થિતિ જીવલેણ કેસોમાં થાય છે. તમને જણાવી દઈએ કે મારબર્ગ વાયરસમાં મૃત્યુદર 23-90 ટકાની વચ્ચે છે.

મારબર્ગ વાયરસનું નિદાન

- એન્ટિજેન-કેપ્ચર ડિટેક્શન ટેસ્ટ
- સીરમ ન્યુટ્રલાઇઝેશન ટેસ્ટ
- રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેસ પોલિમરેઝ ચેઇન રિએક્શન (RT-PCR) ટેસ્ટ
- ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી

સારવાર અને નિવારણ

બીજી તરફ  સારવારની વાત કરીએ તો , WHO અનુસાર, હાલમાં આ વાયરસનો કોઈ ઈલાજ નથી અને ન તો બજારમાં કોઈ રસી છે. જો આપણે સંરક્ષણની વાત કરીએ તો આ ખતરનાક વાયરસથી બચવા માટે PPE કીટ પહેરવી જરૂરી છે. માસ્ક અને મોજા હંમેશા પહેરવા જોઈએ. ચેપગ્રસ્ત વ્યક્તિથી દૂર રહો. જો સંપર્કમાં આવવાની અહેસાસ થાય, તો તેને તરત જ ક્વોરેન્ટાઇન થઈ જવું  જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ